SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ परिशिष्टम् [८] श्रीजिनसुन्दरसूरीश्वरविरचितदीपालिकाकल्पस्य भाषान्तरः ॥] [२५३ શ્રીવીરપ્રભુના મોક્ષથી ભોજન નહીં કરતા એવા નંદિવર્ધન રાજાને બીજને દિવસે સુદર્શના બહેને બળાત્કારે જમાડ્યા. (૩૭૭) અને તેથી જગતમાં “ભાઈબીજનું પર્વ પ્રખ્યાત થયું. એ રીતે હે સંપ્રતિરાજા ! લોકોમાં દીવાળીનું પર્વ પ્રસિદ્ધ થયું. (૩૭૮) વળી ફરીને તે સંપ્રતિરાજાએ તે આર્યસહસ્તી નામના આચાર્યમહારાજને કહ્યું કે, હે ભગવન્! વળી મારા મનમાં સંશય થાય છે કે, (૩૭૯) હે ભગવન! વળી તે દિવસે ઉત્તમ વસ્ત્રો, અન્ન, ફળ, પાત્રાદિક લોકો કેમ વાપરે છે ? તથા ઘરાદિકની શોભા અને પરસ્પર જુહાર તેઓ શા માટે કરે છે? (૩૮૦) ત્યારે તે વાચનાચાર્ય મહારાજે કહ્યું કે, હે રાજનું! તેનો હેતુ તમો સાંભળો–ઉજ્જયિનીમાં ધર્મનામે રાજા, તથા તેનો નમુચિનામે મંત્રી હતો. (૩૮૧) એક વખતે ત્યાં શ્રીમુનિસુવ્રતસ્વામી નામના તીર્થકરના શિષ્ય શ્રીસુવ્રત નામના આચાર્ય વિહાર કરતાં સમોસર્યા. (૩૮૨) તેમને વાંચવા માટે તે ધર્મરાજા પરિવારસહિત ગયા, (તે વખતે) તેના તે નમુચિમંત્રીને એક બાળસાધુએ ધર્મવિવાદમાં જીત્યો. (૩૮૩) પછી તે દુષ્ટ નમુચિમંત્રી ક્રોધના આવેશથી મુનિઓને મારવા માટે તલવાર ખેંચીને રાત્રિએ સાધુએ પાસે આવ્યો. (૩૮૪) એવામાં શાસનદેવતાએ તેને થંભી રાખવાથી તે માર્ગમાં જ થંભી રહ્યો, એટલામાં પ્રભાત થઈ જવાથી સૂર્ય ઉગ્યો. (૩૮૫) એવામાં તે ધર્મરાજા ગુરુમહારાજને વાંદવા આવ્યા, ત્યારે તેમણે ત્યાં નમુચિમંત્રીને થંભાયેલો જોયો, પછી રાજાએ (મુનિઓ પ્રત્યે) ક્ષમાયાચનપૂર્વક તેને છોડાવ્યો. (૩૮૬) પછી રાજાએ અને લોકોએ તેને ધિક્કારવાથી તે લજ્જા પામી તે નગરમાંથી નીકળી ભમતો એવો તે હસ્તિનાપુરમાં ગયો. (૩૮૭). ત્યાં પવોત્તરનામે રાજા છે, તથા તેને સમ્યક્ત, શીલ અને લાવણ્યરૂપ ગુણાલંકારોથી શોભતી જ્વાલાદેવી નામની રાણી છે. (૩૮૮). તેઓને જગતને આનંદ આપનારા, શૂરવીર તથા દાન આપવામાં કલ્પવૃક્ષસરખા વિષ્ણુકુમાર તથા મહાપદ્રનામના બે પુત્રો છે. (૩૮૯). પછી વિષ્ણકુમારે યુવરાજપદ ગ્રહણ કરવાને નહીં ઇચ્છાથી પિતાએ મનમાં હર્ષ લાવીને તે પદ મહાપદ્રકુમારને આપ્યું. (૩૯૦) હવે એક દિવસે તે નમુચિ મહાપાકુમારને મળ્યો અને તેણે તેને આદરસત્કારપૂર્વક પોતાનો મંત્રી કરીને સ્થાપ્યો. (૩૯૧) એક વખતે તે નમુચિમંત્રીએ સિંહસરખા બળવાન એવા સિંહરથ નામના રાજાને જીત્યો અને તેથી પદ્મરાજાએ ખુશી થઈ તેને વરદાન આપ્યું અને તે વરદાન તેણે થાપણ તરીકે રહેવા દીધું. (૩૯૨) D:\chandan/new/kalp-p/pm52nd proof
SR No.009693
Book TitleDipalika Kalpa Sangraha
Original Sutra AuthorN/A
AuthorChandanbalashreeji
PublisherBhadrankar Prakashan
Publication Year2011
Total Pages304
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy