SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ ] [दीपालिकापर्वसंग्रहः ॥ જલના પ્રવાહથી નંદરાજાએ (પૂર્વ) બનાવેલી સુવર્ણની ટેકરીઓને પ્રગટ થયેલી જોઈને તે મૂઢ બુદ્ધિવાળો કલ્કી અત્યંત લાલચુ થશે. (૨૬૩) પૂર્વે કર નહીં આપનારાઓ પર તે કર નાખશે, કરવાળાઓ પર મોટો કર નાખશે અને મોટા કરવાળાઓ પર વળી બીજો નવો કર નાખશે. (૨૬૪) રાજાઓનો છળ ચાલે છે, પણ હળ ચાલતું નથી, એ ન્યાયને અનુસરીને તે ધનવાનો પર જૂઠા આરોપ આપી તેઓનું ધન લઈ લેશે. (૨૬૫) તે કલ્કી લોકો પાસેથી એ રીતે ધન લઈ લેશે, કે જેથી લોકો નિર્ધન થશે, કેમકે જ્યાં ઘેટાંઓ ચરી જાય, તે પૃથ્વીપર ઘાસ મળી શકે નહીં. (૨૬૬) વળી તેથી લોકોમાં સુવર્ણાદિકનું દ્રવ્યનાશ પામશે, જેથીચામડાનાંનાણાંથી વ્યાપાર પ્રવર્તશે. (૨૬૭) આરંભવાળા, પાપિ તથા પરિગ્રહવાળા સઘળા વૈશ્યો અને પાખંડીઓ કલ્કીએ કર માગવાથી તેને તે કર આપશે. (૨૬૮). વાસણ માટે ભય લાગવાથી લોકો તે કલ્કીના દેખતાં પળીયા આદિમાં ભોજન કરતા તેના પ્રત્યે ખીજાશે અને નિશાસા મૂકશે. (૨૬૯) જ્યાં જિનમંદિરો હશે ત્યાં સાધુઓ વિચરશે, અકાળે મેઘવૃષ્ટિ થશે અને દ્રમ્મવડે એક દ્રોણ જેટલું (અનાજ) મળશે. (૨૭૦) પછી તે કલ્કી એક સમયે ત્યજેલ છે ધન જેઓએ એવા સાધુઓને રાજમાર્ગમાં (જતાં) જોઈને લોભથી તેઓની ભિક્ષામાંથી છઠ્ઠો ભાગ માગશે. (૨૭૧) પછી સાધુઓએ કાયોત્સર્ગ કરીને બોલાવેલી શાસનદેવી મુનિઓ પાસેથી ભિક્ષાનો ભાગ માગતા એવા તે કલ્કીને નિવારશે. (૨૭૨) પછી તે દુષ્ટ આશયવાળો કલ્કી સર્વ પ્રકારે લોકો પાસેથી ધન લેશે, તથા લિંગીઓનાં વેષો છોડાવશે. (૨૭૩). પછી પચાશમે વર્ષે દુષ્કર્મના યોગથી તેની ડાબી જંઘા તથા કુક્ષિમાં પ્રહાર થશે. (૨૭૪) પછી છેવટે વળી તે કલ્કી ભિક્ષાને યાદ લાવીને તેમાંથી છઠ્ઠો ભાગ લેવા માટે પ્રતિપદાચાર્યના સાધુઓને ગાયોના વાડામાં પૂરશે. (૨૭૫) તે વખતે પ્રતિપદાચાર્યાદિક સઘળો જૈનસંઘ શાસનદેવીનું સ્મરણ કરીને કાયોત્સર્ગ કરશે. (૨૭૬) એવી રીતના સંઘના કાયોત્સર્ગથી આવેલાં શાસનદેવી યુક્તિઓ વડે તેને પ્રતિબોધ આપશે, પરંતુ તે કલ્કી પ્રતિબોધ પામશે નહીં. (૨૭૭) એવામાં આસન કંપવાથી ઇદ્ર ઉત્સુક થઈને વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ કરી જિનશાસનની ભક્તિથી ત્યાં આવશે. (૨૭૮) સિંહાસનપર બેઠેલા તે કલ્કીને ઈદ્ર કહેશે કે, આ નિરપરાધી સાધુઓને તે અહીં શા માટે પૂર્યા છે ? (૨૭૯) ત્યારે તે કલ્કી કહેશે કે, સઘળા પાખંડીઓ મને કર આપનારા થયા છે, પરંતુ આ જૈન સાધુઓ મને પોતાની) ભિક્ષામાંથી ભાગ આપતા નથી, તેથી તેઓને મેં વાડામાં પૂર્યા છે. (૨૮૦) ૬) D:\chandan/new/kalp-p/pm52nd proof
SR No.009693
Book TitleDipalika Kalpa Sangraha
Original Sutra AuthorN/A
AuthorChandanbalashreeji
PublisherBhadrankar Prakashan
Publication Year2011
Total Pages304
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy