SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨] [दीपालिकापर्वसंग्रहः ॥ પછી પ્રભાતે ઉઠેલા એવા પોતાના ભાઈઓને ક્ષમાના પ્રભાવથી વશ થયેલા તે કલિને યુધિષ્ઠિરે બતાવ્યો. (૧૫) એ રીતે એકસો આઠ દૃષ્ટાંતો વડે કરીને અન્યદર્શનીઓ પણ પુરાણાદિમાં હવે આવનારા ચોથા કલિયુગની સ્થિતિ વર્ણવે છે–(૧૯૬) સુખે સાધી શકાય એવો ઉદ્યમ (લોકોને) મળશે નહીં અને લજ્જા પણ થશે નહીં, કલંક વિનાનું કોઈ કુલ રહેશે નહીં અને પૃથ્વી પરથી ઉત્તમ વસ્તુનો વિનાશ થશે. (૧૯૭) પુત્ર મૃત્યુ પામશે અને પિતા જીવશે, તેમજ પુત્રો વિનયરહિત થયેલાં પિતાને દુઃખ આપશે અને વહુઓ અવિનયી થઈ સાસુને રંજાડશે. (૧૯૮) બ્રાહ્મણો વેદપાઠ તથા (પોતાના) ષકર્મથી રહિત થઈ શસ્ત્રો ધારણ કરશે, નહીં પૂજવા લાયક પૂજાશે અને પૂજવા લાયક પૂજા રહિત થશે. (૧૯૯૯) શિષ્યો ગુરુને આરાધશે નહીં અને તે ગુરુઓ પણ તેઓને કોઈપણ પ્રકારે હિતકારી આચરણનો ઉપદેશ આપશે નહીં. (૨૦૦) વળી મંત્ર, તંત્ર, ઔષધિ, જ્ઞાન, રત્ન, વિદ્યા, ધન, આયુ, ફળ, પુષ્પ, રસાદિ, રૂપ, સૌભાગ્ય, સંપતુ, (૨૦૧). વીર્ય, શરીરનો બાંધો, બળ, યશ, કીર્તિ, ગુણો તથા લક્ષ્મીની અનુક્રમે આ પાંચમા આરામાં હાનિ થશે. (૨૦૨) દાન, શીલ, તપ અને ભાવરૂપી ધર્મનો નાશ થશે, તોલાં તથા માપાં ખોટાં થશે અને ધર્મમાં પણ લુચ્ચાઈ થશે. (૨૦૩) દેવોમાં દેવપણું રહેશે નહીં, સતીઓમાં પણ સતીપણું રહેશે નહીં, નિઃસંગી મુનિઓમાં વૈરાગ્ય રહેશે નહીં અને તપ પણ લાલચ વિનાનો થશે નહીં. (૨૦૪) સત્ય, પવિત્રતા, તપ અને ક્ષમાદિકની દિવસે દિવસે હાનિ થશે, પૃથ્વી સ્વલ્પ ફળવાળી થશે અને વર્ષાકાળમાં પણ વરસાદ કાળે પણ અલ્પ જલ આપનારો થશે. (૨૦૫) વળી ભગવાન કહે છે કે સૌરાષ્ટ્ર, લાટદેશ અને ગુજરાતના સીમાડાપર અનુક્રમે અણહિલ્લપુરપાટણ નામનું નગર થશે. (૨૦૬) અને તે નગરમાં મારાં નિર્વાણ પછી સોળસો ઓગણોતેર વર્ષો જ્યારે વ્યતીત થશે ત્યારે, (૨૦૭) ચૌલુક્યવંશમાં ચંદ્રમા સરખા, મહાપરાક્રમી, તથા પ્રચંડ અને અખંડિત આશાવાળા કુમારપાળ નામે રાજા થશે. (૨૦૮). પરાક્રમ, ધર્મ, દાન, દયા, આજ્ઞા, કીર્તિ, ગુણોનો અનુરાગ, ન્યાય, વિનય, (૨૦૯) વિજ્ઞાન, વિવેક, ધૈર્યપણું, રાજલીલા, તથા અતિશય બળને લાયક એવા ગુણોવડે કરીને તે અનુપમ રાજા થશે. (૨૧૦) ઉત્તરમાં તુર્કસ્થાન સુધી, પૂર્વમાં ગંગાનદી સુધી, દક્ષિણમાં વિંધ્યાચલપર્વત સુધી અને પશ્ચિમમાં છેક સમુદ્ર સુધીની પૃથ્વીને તે જીતશે. (૨૧૧) D:\chandan/new/kalp-p/pm52nd proof
SR No.009693
Book TitleDipalika Kalpa Sangraha
Original Sutra AuthorN/A
AuthorChandanbalashreeji
PublisherBhadrankar Prakashan
Publication Year2011
Total Pages304
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy