SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ અને આ તરફ ઇંદ્ર ભસ્મગ્રહની અસરથી શાસન મુક્ત રહે તે માટે ભગવાનને ક્ષણવાર આયુષ્ય વધારવાની વિનંતી કરી. પ્રભુએ એ વસ્તુ અશક્ય જણાવી. પ્રભુએ યોગનિરોધ કર્યો અને અમાવસ્યાની મધ્યરાત્રિએ નિર્વાણપદને પામ્યા. દેવોએ નિર્વાણકલ્યાણકનો ઉત્સવ કર્યો. રાજાઓએ ભાવદીપકનું નિર્વાણ થતાં દ્રવ્યદીપક પ્રગટાવ્યા. જેથી દીપોત્સવદિવાળી નામનું પર્વ શરૂ થયું. પ્રભાતે પ્રથમ ગણધરશ્રી ગૌતમસ્વામીએ દેવો દ્વારા પ્રભુના નિર્વાણના સમાચાર મળતાં જ ઊંડો આઘાત અનુભવ્યો. રાગી-વીતરાગીની અવસ્થાના ભેદની ઊંડી અનુપ્રેક્ષા કરતાં ક્ષપકશ્રેણી માંડી કેવળજ્ઞાન પામ્યા અને પ્રભાતે દેવોએ અનંતલબ્ધિ નિધાન શ્રીગૌતમસ્વામીના કેવળજ્ઞાનનો મહોત્સવ કર્યો વગેરે વિગતોનું વિગતવાર વર્ણન દીપોત્સવ, દીવાળી કલ્પોમાં કરવામાં આવ્યું છે. આ વિષયોનું વિવિધ રીતે સવિસ્તર નિરૂપણ કરતા વિવિધ પ્રકારના દીપોત્સવ/દીવાળી કલ્પોમાંથી કેટલાક પ્રકાશિત થઈ ચૂક્યા છે. થોડા સમય પૂર્વે હસ્તલિખિત પ્રતો જોતાં કેટલીક દીપોત્સવકલ્પની હસ્તપ્રત જોવામાં આવી. જેમાંથી બે પ્રતોના અંતે “હેમાચાર્યવૃત” એવી નોંધ હતી અને બીજી કેટલીક પ્રતોના અંતે શ્રી મહાવીરસ્ત્રાપુદ્ગતિઃ' એવી નોંધ હતી. તો બીજી કેટલીક પ્રતોમાં જુદી નોંધો પણ હતી જે ગ્રંથ પૂર્ણ થતાં ટિપ્પણોમાં મૂકેલી છે, તે જોવાથી ખ્યાલ આવશે. આ દરેક પ્રતિઓને વાંચતાં દીવાળીના મહિમાથી પ્રારંભીને ભગવાન શ્રીમહાવીરસ્વામીના સંક્ષિપ્ત જીવન ચરિત્રના નિરૂપણને બાદ કરતાં સ્વપ્ન ફળાદેશથી પ્રારંભીને અંત સુધીના મોટા ભાગના શ્લોકો, ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્ર દશમ પર્વ-તેરમાં સર્ગમાં અક્ષરશઃ જોવા મળે છે, એટલે પ્રારંભમાં શ્લોકો પૂ.આ.ભ.શ્રીહેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજે જ બનાવ્યા છે કે અન્ય કોઈ મહાત્માએ પ્રારંભિક શ્લોકો રચી તેની સાથે દશમાં પર્વના શ્લોકોને જોડી એનું સંકલન કર્યું છે, તે નિશ્ચિત જાણી શકાયું નથી. આ માટે વિવિધ હસ્તપ્રતો એકઠી કરી. જેમાંથી A.B.D. સંજ્ઞાવાળી પ્રતો અમદાવાદ, પાછીયાની પોળ, આરાધનાભવનના જ્ઞાનભંડારની છે. E સંજ્ઞાવાળી પ્રત એલ. ડી. ઇન્સ્ટિટ્યૂટ સંગ્રહની છે, F થી K સુધીની સંજ્ઞાવાળી પ્રતો ડભોઈના જ્ઞાનભંડારની છે, C સંજ્ઞાવાળી પ્રત એટલે મુદ્રિત ત્રિ.શ.પુ.ચ.ના દશમા પર્વના તેરમા સર્ગનો ભાગ છે. જેમાંથી A અને E આ બન્નેય પ્રતો એક જ કૂળની હોય તેમ જણાય છે. જેમાં અનેક સ્થળે પ્રાકૃત શ્લોકો, ગદ્યપાઠો મૂકવામાં આવ્યા છે. જે બયમાં એક જ સરખા જોવા મળે છે અને બીજી પ્રતોમાં મળતા નથી. તેથી તે પાઠોને ટિપ્પણીમાં લીધા છે. 5 અને 6 સંજ્ઞાવાળી પ્રતો પણ લગભગ સરખી છે. જેમાં અંતભાગમાં દીપોત્સવપર્વનાં વિશેષ કારણોને રજૂ કરતા શ્લોકો છે, જે ટિપ્પણીમાં આપ્યા છે. આ શ્લોકો અન્ય પ્રતોમાં નથી. B તથા D, F વગેરે પ્રતો લગભગ એક સરખી છે, આમ છતાં જ્યાં જ્યાં જે જે ફેરફારો છે, તે ટિપ્પણમાં નોંધ્યા છે. kalp-t.pm5 2nd proof
SR No.009693
Book TitleDipalika Kalpa Sangraha
Original Sutra AuthorN/A
AuthorChandanbalashreeji
PublisherBhadrankar Prakashan
Publication Year2011
Total Pages304
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy