SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ १५ પ્રસ્તુત ગ્રંથની રચના અમદાવાદના શ્રેષ્ઠિ શ્રી શાંતિદાસની વિનંતિથી મહોપાધ્યાયજીએ કરી છે. ગ્રંથ બે વિભાગમાં વિભક્ત છે. અને બંને વિભાગો પણ બે બે અધિકારોમાં વહેંચાયેલા હોવાથી ગ્રંથ ચાર અધિકારમય છે ઃ [૧] સામાન્ય ગૃહસ્થધર્મવર્ણન અધિકાર [૨] વિશેષ ગૃહસ્થધર્મવર્ણન અધિકાર [૩] સાપેક્ષ યતિધર્મવર્ણન અધિકાર ગાથા : ૧-૨૦ ગાથા : ૨૧-૭૦ ગાથા : ૭૧-૧૫૩ [૪] નિરપેક્ષ યતિધર્મવર્ણન અધિકાર ગાથા : ૧૫૪-૧૫૯ ગ્રંથમાં આવતાં વિષયોની વિગતવા૨ સૂચિ વિષયાનુક્રમમાં આપી છે. કૃતિકાર મહર્ષિ– ગ્રંથકાર શ્રી માનવિજય મહોપાધ્યાયની પટ્ટપરંપરા જગદ્ગુરુ શ્રીહીરસૂરિ મહારાજાથી આ પ્રમાણે છે : ૧ શ્રીસેનસૂરિ મહારાજા ૩ શ્રીઆનંદસૂરિ મહારાજા ૫ શ્રીમાનવિજય મહોપાધ્યાય પ્રસ્તુત સંપાદન– (૧) પ્રસ્તુત ગ્રંથના સંપાદન માટે આગળ જણાવી તે ત્રણ હસ્તલિખિત પ્રતો C L અને P તથા જૈનધર્મવિદ્યાપ્રસારક દ્વારા પ્રકાશિત ધર્મસંગ્રહ ભા.૧-જેની અમોએ J સંજ્ઞા રાખી છે—અને દે.લા.પુ. ફંડ દ્વારા પ્રકાશિત ધર્મસંગ્રહ પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ—જેની અમે મુ. સંજ્ઞા રાખી છે-તેનો ઉપયોગ કર્યો છે. ૨ શ્રીતિલકસૂરિ મહારાજા ૪ શ્રીશાન્તિવિજય મહારાજા (૨) જ્યારે જ્યારે અમને હસ્તલિખિત પ્રત કે પ્રતોનો પાઠ વધુ સારો લાગ્યો છે ત્યારે તેવા પાઠ સ્વીકારી દે. લા. સંસ્કરણનો પાઠ નીચે ટીપ્પણમાં મુ. સંકેત સાથે આપ્યો છે. જે પ્રત કે પ્રતોના આધારે પાઠ સુધાર્યો છે તેનો નિર્દેશ પણ મોટો ભાગ ટિપ્પણમાં નીચે આપી દીધો છે. અને આવો અમે સ્વીકારેલો પાઠ બીજા ગ્રંથમાં જોવામાં આવ્યો હોય તો તેનો પણ નિર્દેશ આપ્યો છે. [જુઓ પત્ર ૧૫ ટિ. ૧]o. (૩) સંગ્રહાત્મક આ ગ્રંથમાં અનેક ગ્રંથોની છાયા જોવામાં આવે છે. આવા અનેક સ્થળે અમે ટિપ્પણમાં તુલા-કરી તે તે ગ્રંથોના નામ અને સ્થળ જણાવ્યા છે. (૪) હસ્તલિખિત પ્રતમાં ક્યારેક એક પાઠ લખ્યા પછી એને ભુંસીને કે સુધારીને નવો પાઠ લેખકે અથવા સંશોધકે કર્યો હોય છે. આવા સ્થળે જ્યારે બંને પાઠ વાંચી શકાતા હોય છે. ત્યારે પહેલાના મૂળ પાઠને મૂલ સંકેતથી અને પછીના સંશોધિત પાઠને સંશો. સંકેતથી ટિપ્પણમાં આપ્યા છે. [જુઓ પત્ર ૧૨ ટિ. ૧ વગેરે]. ૨. પત્ર અને ટિપ્પણનંબર અમે આ લખાણમાં પ્રસ્તુત નવીનસંસ્કરણ મુજબ આપેલ છે. સમ્પા. D1-t.pm5 3rd proof
SR No.009691
Book TitleDharma Sangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorChandanbalashreeji
PublisherBhadrankar Prakashan
Publication Year2011
Total Pages500
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy