SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ कृति अने कृतिकार મહામહોપાધ્યાય શ્રી માનવિજય ગણિવર રચિત સ્વોપજ્ઞવૃત્તિ વિભૂષિત અને મહામહોપાધ્યાય શ્રીમદૂયશોવિજયજી દ્વારા સંશોધિત શ્રી ધર્મસંગ્રહ ગ્રંથનો પ્રથમ ભાગ પ્રાચીન હસ્તલિખિત પ્રતોના આધારે સંશોધિત/સમ્પાદિત કરી વિદ્વાનોના કરકમલમાં મૂકતાં આનંદ થાય છે. ધર્મસંગ્રહ ગ્રંથ નામ પ્રમાણે શ્રાવકધર્મ અને સાધુધર્મના સામાન્ય તથા વિશેષ નિરૂપણથી સમૃદ્ધ બનેલ આકર ગ્રંથ છે. પૂર્વ પ્રકાશનો પ્રસ્તુત ગ્રંથનું પ્રકાશન સૌ પ્રથમ જૈનધર્મવિદ્યાપ્રસારકવર્ગ” નામની સંસ્થા દ્વારા વિ.સં. ૧૯૬૦માં થયું. ધર્મસંગ્રહ ભા.૧ તરીકે પ્રસિદ્ધ થયેલા આ સંસ્કરણમાં પ્રસ્તુત ગ્રંથની ૨૯ ગાથાઓ ટીકા અને તેનું ભાષાંતર પ્રસિદ્ધ થયા છે. આ પછી આગળ પ્રકાશન થયેલ જણાતું નથી. ત્યારબાદ આ ગ્રંથ સંપૂર્ણ સટીક બે ભાગમાં શ્રી દેવચંદ્ર લાલભાઈ પુસ્તકોદ્ધાર ફંડ દ્વારા અનુક્રમે વિ.સં. ૧૯૭૧ અને ૧૯૭૪માં પ્રસિદ્ધ થયો. આ ગ્રંથનું સંશોધન-સંપાદન પ.પૂ. પંન્યાસ શ્રી આનંદસાગરજી મહારાજ (સાગરાનંદસૂરિ મહારાજા) દ્વારા થયું. પ્રસ્તુત સંસ્કરણ ઘણા સમયથી દુર્લભ બનેલા આ ગ્રંથને ત્રણ વિભાગોમાં વિભક્ત કરી સુંદર રીતે છપાવીને પ્રસિદ્ધ કરાવવાનું કાર્ય શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટે પ્રારંવ્યું. અને વિ.સં. ૨૦૪૦માં પ્રથમભાગ અને તૃતીયભાગ તથા વિ.સં. ૨૦૪૩માં દ્વિતીયભાગ પ્રસિદ્ધ થયો. સંપાદનમાં ઉપયુક્ત હસ્તપ્રતો પ્રસ્તુત સંપાદનમાં ઉપર્યુક્ત હસ્તપ્રતોનો પરિચય આ પ્રમાણે છે :[૧] C સંજ્ઞક પ્રતિ : જૈન વિદ્યાશાળા (દોશીવાડાની પોળ, અમદાવાદ-૩૮૦૦૦૧)માં આવેલ આચાર્યદેવ શ્રીમવિજયસિદ્ધિસૂરીશ્વરજી શાસ્ત્રસંગ્રહની આ પ્રતિ છે. ડાભડા ક્રમાંક ૨૭, પ્રતિ ક્રમાંક ૨૨૨. પત્ર સંખ્યા :-૩૨૭ દરેક પત્રની બંને બાજુ પંક્તિઓ લગભગ ૧૫ દરેક પંક્તિમાં અક્ષરો લગભગ ૫૦. નોંધ :- પૂજય સાગરજી મહારાજે પણ પોતાના સંપાદનમાં આ પ્રતનો ઉપયોગ કર્યો છે. દે.લા.પુ.ફંડ દ્વારા પ્રકાશિત ધર્મસંગ્રહ ઉત્તરાર્ધમાં આ પ્રતના પત્ર ક્રમાંક ૨૧૩નો ફોટો છાપવામાં આવેલ છે. આ પ્રત પ્રથમદર્શ હોય તેમ માનવામાં આવે છે. ૧ આ લખાણ જિનશાસન આરાધના ટ્રસ્ટથી પ્રકાશિત થયેલ ધર્મસંગ્રહ ભા.૧ અને ભા. ૨માંથી સાભાર લીધેલ છે.
SR No.009691
Book TitleDharma Sangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorChandanbalashreeji
PublisherBhadrankar Prakashan
Publication Year2011
Total Pages500
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy