SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ १४ प्रयोजनसम्बन्धयोः सामर्थ्यगम्यता। श्रोतॄणां ग्रन्थे प्रवृत्तिः सुगमा भवति । ग्रन्थादावभिधेयस्यानभिधाने तु ग्रन्थविषयस्याज्ञानेन श्रोतृणां ग्रन्थे प्रवृत्तिर्न स्यात् । ततश्च ग्रन्थोऽनुपादेयः स्यात् ग्रन्थकर्तुश्च ग्रन्थविरचनायासो निष्फलो भवेत् । अतः सफलं ग्रन्थरचनं काङ्क्षमाणेन ग्रन्थकृता ग्रन्थादाववश्यमभिधेयमभिधातव्यम् । __ प्रयोजन-सम्बन्धौ तु यद्यप्यत्र ग्रन्थकृता साक्षान्न निबद्धौ तथापि सामर्थ्यगम्यौ स्तः। तच्चेत्थम्-प्रयोजनं द्विधा भवति-कर्तुः श्रोतुश्च । द्वेऽप्यनन्तरपरम्परभेदेन पुनर्द्विधा भवतः । तत्र कर्तुरनन्तरप्रयोजनं शिष्यहृदये गुरुबहुमानस्याऽऽधानम् । श्रोतुरनन्तरप्रयोजनं गुरुबहुमानसम्पादनयुक्तिज्ञानं तेन च निजहृदये गुरुबहुमानस्याऽऽधानम् । द्वयोरपि परम्परप्रयोजनं परमपदप्राप्तिः । अत्र गुरुबहुमानसम्पादकयुक्तिकथनरूपाभिधेयाभिधानेन स्वपरहृदये गुरुबहुमानाधानरूपे श्रोतृकोरनन्तरप्रयोजने सामर्थ्याद्गम्येत एव । जिनशासनवर्तिसर्वक्रियाणां परम्परप्रयोजनं मोक्षप्राप्तिरिति निर्विवादं सर्वसम्मतम् । ततोऽस्य शास्त्रस्याऽपि परम्परप्रयोजनं मोक्षप्राप्तिरिति सिद्धम् । इत्थं प्रयोजनं ज्ञातम् । થાય છે. જો ગ્રંથની શરૂઆતમાં અભિધેય ન કહેવામાં આવે તો ગ્રંથના વિષયનું જ્ઞાન ન થવાથી શ્રોતાઓની ગ્રંથમાં પ્રવૃત્તિ ન થાય. તેથી ગ્રંથ અનુપાદેય થાય અને ગ્રંથકારનો ગ્રંથ રચવાનો પ્રયત્ન નિષ્ફળ થાય. માટે ગ્રંથરચના સફળ થાય એવું ઇચ્છનારા ગ્રંથકારે ગ્રંથની શરૂઆતમાં અભિધેય અવશ્ય કહેવું. પ્રયોજન અને સંબન્ધ જો કે ગ્રંથકારે અહીં સાક્ષાતું નથી કહ્યા, છતાં પણ તે બન્ને સામર્થ્યથી જણાય છે. તે આ પ્રમાણે પ્રયોજન બે પ્રકારે છે. કર્તાનું અને શ્રોતાનું. આ બન્નેના પણ બે ભેદ છે – અનંતર અને પરંપર. ત્યાં ગ્રન્થકર્તાનું ગ્રન્થ રચવાનું અનંતર પ્રયોજન શિષ્યના હૃદયમાં ગુરુબહુમાન ઊભું કરવું એ છે. ગ્રન્થ સાંભળનારનું ગ્રન્થ સાંભળવાનું અનંતર પ્રયોજન ગુરુબહુમાન પેદા કરવાની યુક્તિઓનું જ્ઞાન મેળવવું અને તેનાથી પોતાના હૃદયમાં ગુરુબહુમાન પેદા કરવું એ છે. બન્નેનું પરંપર પ્રયોજન મોક્ષની પ્રાપ્તિ છે. અહીં ગુરુબહુમાન પેદા કરવાની યુક્તિઓ કહેવારૂપી અભિધેય કહેવા વડે પોતાના હૃદયમાં ગુરુબહુમાન ઊભુ કરવારૂપી શ્રોતાનું અનંતર પ્રયોજન અને બીજાના હૃદયમાં ગુરુબહુમાન ઊભું કરવા રૂપી કર્તાનું અનંતર પ્રયોજન સામર્થ્યથી જણાય જ છે. જિનશાસનમાં રહેલી બધી ક્રિયાઓનું પરંપર પ્રયોજન મોક્ષપ્રાપ્તિ છે, એ વાત તો કોઈપણ વિવાદ વિના બધાને માન્ય છે. તેથી આ શાસ્ત્રનું પણ પરંપર પ્રયોજન મોક્ષપ્રાપ્તિ છે એ નક્કી થયું. આમ પ્રયોજન જણાયું.
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy