SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશસ્તિ .. 389 तच्छिष्यः समताधारी, जातो गुरुसमर्पितः / पन्न्यासप्रवरः पद्म-विजयो लघुसोदरः / / 8 / / भुवनभानुसूरेः प्र-शिष्यः शास्त्रदिवाकरः / जयघोषमुनीनोऽस्ति, वर्तमानगणाधिपः // 9 // पन्न्यासपद्मशिष्योऽस्ति, तीर्थकृत उपासकः / वैराग्यदेशनादक्षो, हेमचन्द्रमुनिप्रभुः // 10 // रचिता तस्य शिष्येण, मुनिना रत्नबोधिना / टीकेयं हेमचन्द्रीया, यावन्नन्दतु मन्दरम् // 11 // वृत्तिनिर्माणजातेन, सुपुण्येन विवर्धताम् / बहुमानो गुरौ सर्व-जीवानां हृदये सदा // 12 // अस्या वृत्तेस्तु शुद्ध्यर्थं, प्रार्थयेऽहं बहुश्रुतान् / क्षमा याचे च जातानां, क्षतीनां मतिदोषतः // 13 // તેમના શિષ્ય, સમતાધારી, ગુરુસમર્પિત, નાના ભાઈ, પંન્યાસપ્રવર શ્રીપદ્મવિજયજી મહારાજ થયા. (8) શ્રીભુવનભાનુસૂરીશ્વરજી મહારાજના પ્રશિષ્ય, શાસ્ત્રો માટે સૂર્ય સમાન, શ્રીજયઘોષસૂરીશ્વરજી મહારાજ વર્તમાન ગચ્છાધિપતિ છે. (9) પંન્યાસપ્રવર શ્રીપદ્મવિજયજી મહારાજના શિષ્ય, વૈરાગ્યદેશનાદક્ષ શ્રીહેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજ અરિહંતના ઉપાસક છે. (10) તેમના શિષ્ય મુનિ રત્નબોધિવિજયએ રચેલી આ હેમચન્દ્રીયા ટીકા જ્યાં સુધી મેરુપર્વત છે ત્યાં સુધી ચિરજીવી રહો. (11) આ વૃત્તિ રચવાથી ઉત્પન્ન થયેલા શુભ પુણ્યથી બધા જીવોના હૃદયમાં હંમેશા ગુરુ ઉપરનો બહુમાનભાવ વધો. (12) હું બહુશ્રુતોને આ વૃત્તિની શુદ્ધિ કરવા પ્રાર્થના કરું છું અને મતિદોષથી થયેલી ભૂલોની માફી માંગુ છું. (13) તપાગચ્છાલંકાર, સિદ્ધાંતમહોદધિ, પરમ પૂજય આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન ન્યાયવિશારદ, વર્ધમાનતપોનિધિ, પરમ પૂજય આચાર્યદેવ શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન ગુરુસમર્પિત, સમતાસાગર, પરમ પૂજય પંન્યાસપ્રવર શ્રી પદ્મવિજયજી ગણિવર્યના શિષ્યરત્ન સીમંધરજિનોપાસક, વૈરાગ્યદેશનાદક્ષ, પરમ પૂજય આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યાણ મુનિ રત્નબોધિવિજયએ સ્વ-પર કલ્યાણ માટે શ્રીધર્માચાર્યબહુમાનકુલકની સ્વરચિત હેમચન્દ્રીય વૃત્તિનો ભાવાનુવાદ લખ્યો. મુદ્રક : ભરત ગ્રાફિક્સ ન્યુ માર્કેટ, પાંજરાપોળ, રિલીફ રોડ, અમદાવાદ-૧ ફોન: 079-22134176, મો: 9925020106
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy