SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ २२४ गुरुमनो विराध्याद्धिकाङक्षणेऽल्पलाभो महाहानिः । दुःखानि सोढव्यानि । इत्थं गुरुमनोविराधनेन शिष्यस्य महती हानिर्भवति । उक्तञ्च गुरुगीतायां - "शिवे रुष्टे गुरुस्त्राता, गुरौ रुष्टे न कश्चन ।" गुरुमनोविराधनेन शिष्यो यामृद्धिमाकाङ्क्षते सैहिकाऽल्पकालस्थायिनी च भवति । ततस्तस्य लाभः स्वल्पतर एव भवति । इदमपि स्थूलदृष्ट्या कथ्यते । तत्त्वतस्तु साद्धिर्लाभरूपैव न भवति, महदुःखपूर्ववर्त्यल्पसुखरूपत्वात्तस्याः । एवं गुरुमनोविराधनेनर्द्धिवाञ्छायां शिष्यस्य महान्व्ययो भवत्यायस्त्वल्पतम एव । अतः शिष्येण तादृश्यृद्धिः नैष्टव्या । वणिग् तदेव वाणिज्यं करोति यस्मिन्नायो भवति । कदाचिदल्पव्ययं महायमपि वाणिज्यं स करोति । परन्तु यस्मिन्वाणिज्ये व्यय एव भवति, यस्मिश्चाऽल्पायो महाव्ययो भवति ते वाणिज्ये स कदापि न करोति । एवं शिष्येणाऽपि वणिग्बुद्ध्याऽऽराधना कर्त्तव्या । यस्यामाराधनायां लाभ एव भवति, यस्यां चाल्पहानिर्महालाभश्च भवतस्त एवाऽऽराधने तेन कर्त्तव्ये । यस्यामाराधनायां हानिरेव भवति, यस्यां चाऽल्पलाभो महाहानिश्च भवतस्त आराधने तेन त्यक्तव्ये । गुरुमनोविराधनेनद्धिकाङ्क्षणमल्पलाभमहाहान्याराधनारूपमस्ति । अतस्तत्तेन त्याज्यमेव । દુ:ખો સહન કરવા પડે. આમ ગુરુના મનની વિરાધના કરવાથી શિષ્યને ઘણું નુકસાન થાય છે. ગુરુગીતામાં કહ્યું છે – “શંકર (ભગવાન) ગુસ્સે થાય તો ગુરુ બચાવે છે, પણ ગુરુ ગુસ્સે થાય તો કોઈ બચાવનાર નથી.” ગુરુના મનની વિરાધના કરીને શિષ્ય જે ઋદ્ધિઓને ઝંખે છે તે આલોકની અને થોડો સમય ટકનારી છે. તેથી તેનાથી લાભ થોડો જ થાય છે. આ પણ સ્થૂલદષ્ટિથી કહીએ છીએ. હકીકતમાં તે ઋદ્ધિ લાલરૂપ છે જ નહીં, કેમકે મોટા દુ:ખની પહેલા મળતા થોડા સુખ જેવી તે છે. આમ ગુરુના મનની વિરાધના કરીને ઋદ્ધિઓ ઇચ્છવામાં શિષ્યને નુકસાન ઘણું થાય છે, લાભ થોડો જ થાય છે. માટે શિષ્ય તેવી ઋદ્ધિ ઇચ્છવી ન જોઈએ. વાણીયો તેવો જ વેપાર કરે જેમાં લાભ થાય. ક્યારેક જેમાં થોડું નુકસાન હોય પણ ઘણો લાભ હોય તેવો વેપાર પણ તે કરે. પણ જે વેપારમાં નુકસાની જ થાય, અને જેમાં થોડો નફો અને નુકસાની ઘણી થાય તેવો વેપારો તે ક્યારેય ન કરે. એમ શિષ્ય પણ વાણીયા બુદ્ધિથી આરાધના કરવી. જે આરાધનામાં લાભ જ હોય, અને જેમાં નુકસાન થોડું અને ઘણો લાભ હોય તેવી જ આરાધના તેણે કરવી જોઈએ. જે આરાધનામાં હાની જ થાય અને જે આરાધનામાં થોડો લાભ અને ઘણું નુકસાન થાય તે આરાધનાઓ તેણે છોડવી જોઈએ. ગુરુના મનની વિરાધના કરીને ઋદ્ધિઓની ઇચ્છા કરવી એ થોડા લાભવાળી અને ઘણા નુકસાનવાળી આરાધનારૂપ છે. માટે તે ત્યજવી જ જોઈએ.
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy