SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ गुरुवचनं श्रेयस्करमेव । २१९ बाल: स्वहिताहिते न जानाति । माता यत्कथयति तत्स करोति । तस्याऽविनयेनाऽकृत्येनाऽन्येन वा केनचित्कारणेन रुष्टा तन्माता तदविनयाद्यपनयनार्थं तं ताडयेत्, तं रज्जुना बध्नीयात्, तमपवरके पिदध्यात् तस्मै भोजनं न दद्यात्, तं नालापयेत्, तं न संलापयेत्, एवमादिकमन्यद्वा प्रथमदृष्ट्याऽयुक्तं भासमानं विदध्यात् । तत्सर्वं परिणामतस्तस्य बालस्य हितायैव भवति । एवं शिष्योऽपि स्वहिताहिते न जानाति । ततो यद्गुरुः कथयेत्तत्तेन कर्त्तव्यम् । तत्स्खलितादिमार्जनायाऽन्येन वा केनचित्कारणेन गुरुः कदाचिदापातदृष्ट्याऽयुक्तं भासमानं किञ्चित्तस्मै कथयेत् कुर्याद्वा परिणामतस्तत्तद्धितायैव भव । शिष्यस्य जीवनमुत्कृष्टसाधनासुवासवासितं भवेत्, तथापि तेन गुरोः पुरोऽज्ञबालेन भाव्यम् । गुरूक्तं सर्वं तेन स्वीकरणीयमनुष्ठेयञ्च । यः स्वहिताहितचिन्तां स्वयं करोति गुरुस्तस्य चिन्तां न करोति । यो विचारं विना गुरूक्तं विदधाति तस्य सर्वामपि चिन्तां गुरुः करोति । यथाऽमोघा विद्या निष्फला न भवति, यथाऽमोघः शरो लक्ष्यवेधे न स्खलति तथा गुरुवचनपालनं सदाऽमोघीभवति । सर्वास्वप्यवस्थासु तत्श्रेयांस्येव वितरति । બાળક પોતાના હિતને અને અહિતને નથી જાણતો. માતા જે કહે તે તે કરે છે. તેના અવિનયથી, અકાર્યથી કે બીજા કોઈ કારણથી ગુસ્સે થયેલી તેની માતા તેના અવિનય વગેરેને દૂર કરવા માટે તેને મારે, દોરડાથી તેને બાંધે, તેને ઓરડામાં પૂરે, તેને ખાવાનું ન આપે, તેની સાથે બોલે નહીં, તેને બોલાવે નહીં કે આવું બીજું પણ પહેલી નજરે અયોગ્ય લાગતું કરે. તે બધું પરિણામે તે બાળકના હિત માટે જ થાય છે. એમ શિષ્ય પણ પોતાના હિતને અને અહિતને નથી જાણતો. તેથી ગુરુ જે કહે તે તે કરે. તેની સ્ખલનાને દૂર કરવા માટે કે બીજા કોઈ કારણે ક્યારેક ગુરુ ઉપરથી અયોગ્ય લાગતું કાંઈક તેને કહે કે કરે તે પરિણામે તેના હિત માટે જ થાય છે. શિષ્યનું જીવન ઉત્કૃષ્ટ સાધનાની સુવાસથી સુવાસિત હોય તો પણ તેણે ગુરુની આગળ એક નાના અજાણ બાળક જેવા થવું. ગુરુનું કહ્યું બધું તેણે સ્વીકારવું અને કરવું. જે પોતાના હિત-અહિતની ચિંતા પોતે જ કરે છે તેની ચિંતા ગુરુ નથી કરતા. જે વિચાર્યા વિના ગુરુનું કહ્યું બધું કરે છે તેની બધી ય ચિંતા ગુરુ કરે છે. જેમ અમોઘ વિદ્યા નિષ્ફળ નથી જતી, જેમ અમોઘ બાણ લક્ષ્યને ચુકતુ નથી તેમ ગુરુવચનનું પાલન હંમેશા અમોઘ થાય છે - ક્યારેય નિષ્ફળ નથી જતું. બધી ય અવસ્થાઓમાં તે કલ્યાણ જ કરે છે.
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy