SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ साध्वीपुष्पचूलादृष्टान्तः । ९१ __ अथ ज्ञानातिशयेन भाविमहादुर्भिक्षमाकलय्य जङ्घाबलपरिक्षीणतया साधून्देशान्तरेषु विसृज्य सूरयस्तत्रैव तस्थुः पुष्पचूला च । सा हि राज्ञा तत्रैवावस्थानव्यवस्थया मुक्ता प्रव्रजितेति कृत्वा, तस्याश्च गुरुवैयावृत्त्यं सबहुमानमाचरन्त्या विशुद्धाध्यवसायतया समुत्पन्नं केवलज्ञानं । ततो यथेष्टं गुरूणां सम्पादयामास । ते प्रोचुश्चिन्तितं भवती कथं जानीते ? सा आह - केवलेनेति । अन्ये तु ब्रुवते किल वर्षति पर्जन्ये भक्तमादायाऽऽगता । तैरुक्ता कथमागताऽसि ? साऽवोचदचित्तप्रदेशेनेति । कथमिति पृच्छतां कथितं केवलज्ञानावलोकेन । ततः किमहं न सेत्स्यामीति चिन्तापरोऽभूत्सूरिः । इतराह - मोन्मनीभवन्तु, भविष्यति भवतां गङ्गामध्ये केवलमिति । ते च गच्छप्रस्थापनदिनादारभ्य विशेषतो विकृष्टतमतपःसंयमैरात्मानं भावयामासुः । अन्यदा गङ्गायां नावारुढा यत्र यत्र ते तिष्ठन्ति तत्र तत्रासौ नौरधो गच्छति स्म, मध्ये स्थितानां मज्जितुमारब्धा, ततः स्वमरणभयाद्रोषाच्च नाविकैः क्षिप्यमाणानां जले मदीयक्षारशरीरसम्पर्कान्नीरजीवा विनश्यन्तीतिकरुणापरीतचेतसामासादितशुक्लध्यानानामुत्पन्नं केवलं क्षीणमायुः, गताः शिवधामेति ॥१००॥' હવે જ્ઞાનાતિશયથી ભાવમાં મોટો દુકાળ જાણીને આચાર્ય મહારાજે જંઘાબળ ક્ષીણ થયું હોવાના કારણે સાધુઓને બીજા દેશમાં મોકલ્યા અને પોતે ત્યાં જ રહ્યા. પુષ્પચૂલા સાધ્વીજી પણ ત્યાં રહ્યા, કેમકે દીક્ષા લેતી વખતે ત્યાં જ રહેવાની શરતે રાજાએ તેમને રજા આપી હતી. ગુરુની વૈયાવચ્ચ કરતા તેમને વિશુદ્ધ અધ્યવસાયથી કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તેથી તે ગુરુની ઇચ્છા પ્રમાણે આહાર-પાણી લાવતા. ગુરુએ પૂછ્યું - શી રીતે મનનું વિચારેલું જાણે છે ?' તેમણે કહ્યું – “કેવળજ્ઞાનથી'. કેટલાક એમ કહે છે કે પુષ્પચૂલા સાધ્વીજી વરસતા વરસાદમાં ગોચરી લઈને આવ્યા. ગુરુએ પૂછ્યું – “કેવી રીતે આવ્યા?” તે બોલ્યા – “અચિત્ત પ્રદેશોમાં ચાલીને.” ગુરુએ પૂછ્યું - ‘શી રીતે જાણે છે?' તેમણે કહ્યું – “કેવળજ્ઞાનથી.” તેથી સૂરિજીને ચિંતા થઈ – ‘મારો મોક્ષ થશે કે નહીં?” કેવળીએ કહ્યું – “ઉત્સુક ન થાવ. ગંગાની વચ્ચે આપને કેવળજ્ઞાન થશે.” ગચ્છને અન્યત્ર મોકલ્યો ત્યારથી તેઓએ વિશિષ્ટ તપ-સંયમથી જાતને ભાવિત કરી હતી. એકવાર ગંગા નદી પાર કરવા તેઓ નાવડીમાં બેઠા. જ્યાં જ્યાં તેઓ બેસતા ત્યાં ત્યાં નાવડી નીચે જતી. વચ્ચે બેઠા તો નાવડી ડુબવા લાગી. તેથી પોતાના મરણના ભયથી ગુસ્સે થઈને નાવિકોએ પાણીમાં ફેંક્યા. ‘મારા ખારા શરીરના સંપર્કથી પાણીના જીવો મરી જશે’ એવા કરુણાસભર ચિત્તથી શુક્લધ્યાનમાં ચઢી કેવળજ્ઞાન પામ્યા. આયુષ્યનો ક્ષય થયો. મોક્ષે ગયા.”
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy