SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ १६ 'सव्वप्पवायमूलं दुवालसंगं जओ समक्खायं । रयणागरतुलं खलु तो सव्वं सुंदरं तम्मि ॥ • श्रीहरिभद्रसूरी - उपदेशपदे – સર્વપ્રવાદોના મૂલરૂપ દ્વાદશ અંગ જે કારણથી સમાખ્યાત-પ્રસિદ્ધ છે તે કારણથી તેમાં રત્નાકરના જેવું સર્વ સુંદર જ છે. શ્રીવિચારરત્નાકરગ્રંથપરિચય : શ્રીવિચારરત્નાકર ગ્રંથ ચાર વિભાગમાં વિભક્ત છે : (૧) પ્રાચ્યતટ, (૨) મધ્યભાગ, (૩) અપરતટ, (૪) સંકીર્ણવિચારસમુચ્ચય. (૧) પ્રાચ્યતટ :-રત્નાકરમાં જેમ પૂર્વકિનારો હોય છે તેમ વિચારરત્નાકરગ્રંથમાં આચારાંગદિ અગ્યારઅંગસ્વરૂપ વિચારતરંગથી યુક્ત અપૂર્વ પૂર્વતટ છે. (૨) મધ્યભાગ :- રત્નાકરમાં જેમ મધ્યભાગ ગહન હોય છે તેમ વિચારત્નાકર ગ્રામા ઔપપાતિકદિ બાર ઉપાંગ, નંદી, અનુયોગદ્વારૂપ શાસ્ત્રવિચારના મોજાઓથી વ્યાપ્ત, કેટલાક સૂત્રના મતાંતરરૂપ આવર્તથી સહિત, આવશ્યક, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, ઓઘનિયુકિત આદિ સૂત્રના સંદર્ભરૂપ કલિકાથી કલિત અલધમધ્યભાગવાળો મધ્યભાગછો (૩) અપરતટ ઃ-૨ત્નાકરમાં જેમ પશ્ચિમ કિનારો હોય છે તેમ વિચારરત્નાકરગ્રંથમાં નિશીથ, મહાનિશીથ, દશાશ્રુતસ્કંધ, બૃહત્કલ્પવ્યવહાર, પંચકલ્પ નામના છેદસૂત્રોના આશયરૂપ સ્ફટિકથી ઉદ્ભવલ-દેદીપ્યમાન મુખ્ય એવો પશ્ચિમતટ છે (૪) સંકીર્ણવિચારસમુચ્ચય :- રત્નાકર જેમ જલતરંગથી ધ્વનિત હોય છે તેમ વિચારરત્નાકરગ્રંથ પ્રકીર્ણકપ્રકરણાદિવિચારસ્વરૂપ જલતરંગથી ધ્વનિત છે. વિચા૨રત્નાકર દર્શનથી નેત્રને મધુર લાગે છે, નિદર્શનથી મનોવેધક છે અને શ્રવણથી પણ નિરંતર કર્ણને મનોહરસંગીત આપનાર છે. શ્રુતરત્નાકરની એકમાત્ર ઉપાસનાનાં રસિકપણાથી અહીં તહીં ભમતા એવા વેલાના અર્થીજનોને વેલારૂપી રત્નાકર ૫રમાર્થપૂરક છે, કેવલનિધાનને વહન કરનાર છે, તેથી શ્રુતરત્નાકરની ઉપાસના કરનારને શ્રુતરૂપી રત્નોની પ્રાપ્તિ થશે, તેમાં લેશમાત્ર પણ સંશય નથી. શ્રીવિચારરત્નાકરગ્રંથકારપરિચય : અક્બરાજાના પ્રતિબોધક પૂજયપાદ આચાર્યભગવંત શ્રીમદ્વિજયહીરસૂરીશ્વરજીમહારાજાથી કોઈપણ અજ્ઞાત નથી, તેઓ શ્રીમદના શિષ્યરત્ન મહામહોપાધ્યાય શ્રીમત્ ratan-t.pm5 2nd proof
SR No.009628
Book TitleVicharratnakar
Original Sutra AuthorN/A
AuthorKirtivijay, Chandanbalashree
PublisherBhadrankar Prakashan
Publication Year2010
Total Pages452
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Spiritual
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy