SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ वादोपनिषद् - ૭૧ वादोपनिषद निमित्तमात्रत्वात्, यथोक्तम्- नाज्ञो विज्ञत्वमायाति, विज्ञो नाज्ञत्वमृच्छति । निमित्तमात्रमन्यस्तु, गतेधर्मास्तिकायवत् - इति । व्यापारशतेनापि शुकबद् बकपाठनस्याशक्यत्वादिति ।।२०।। सर्वज्ञाकृतं करिष्यामीति स्मया, नालमहमिति शोकः, द्वितयमप्येतन्न कार्यमिति तद् व्यपनेतुमाह सर्वज्ञविषयसंस्थांश्छद्मस्थो न प्रकाशयत्यर्थान् । नाश्चर्यमेतदत्यद्भुतं तु यत्किञ्चिदपि वेत्ति ।।२१।। તો નિમિત્તમાત્ર જ છે. ઈષ્ટોપદેશ ગ્રંથમાં કહ્યું છે - અજ્ઞ જ્ઞાની નથી થતો ને જ્ઞાની અજ્ઞ નથી થતો. બીજું બધું તો જેમ ધર્માસ્તિકાયા ગતિનું નિમિત્ત છે, એમ નિમિત્તમાત્ર જ છે. ધર્માસ્તિકાય કોઈને ધક્કો મારીને ચલાવતું નથી. સ્થિર વસ્તુને પરાણે ગતિ કરાવતું નથી. એ તો નિમિતમત્ર જ છે. એ રીતે ઉપદેશની બાબતમાં ય સમજવાનું છે. કોઈ ગમે તેટલું શીખવાડે તો ય બગલો પોપટની જેમ રામ-રામ બોલવાનો નથી. કારણ કે શિક્ષણ તો નિમિત્તમાત્ર છે. પોપટ જેવી યોગ્યતા જ નથી, માટે એ સો પ્રયત્ન પછી પણ બગલો જ રહેવાનો. માટે દુનિયાને એકમત કરવાનો અભરખો ય રાખવા જેવો નથી. રoll કોઈ એવું ગુમાન કરે કે ભલે સર્વજ્ઞ એ કામ ન કર્યું, હું કરી આપીશ. અથવા તો કોઈ શોક કરે કે, અરે રે ! મારું આમાં સામર્થ્ય જ નથી. તો આ ગુમાન અને શોક બંને અનુચિત છે. માટે એને દૂર કરવા કહે છે - છદ્મસ્થ સર્વજ્ઞના જ્ઞાનમાં વિષયરૂપે રહેલા અર્થોનું પ્રકાશન કરતો નથી. એ આશ્ચર્ય નથી, પણ અતિ અદભુત વાત તો એ છે કે એ કાંઈ પણ - જેવું તેવું પણ જાણે છે [૨૧] ૬. ટોવેશારૂ II ૨. ૬ - વત્તતથા छद्मस्थः सर्वज्ञविषयसंस्थानर्थान् न प्रकाशयति, एतन्नाश्चर्यम्, अत्यद्भुतं तु यत्किञ्चिदपि वेत्ति - इत्यन्वयः। छादयति केवलादित्यमावारयतीति छद्म - अभ्रकल्पं घातिकर्मचतुष्टयम्, तस्मिन् स्थितः क्षीरनीरन्यायेन तदेकायनतां गतः छद्मस्था असर्वज्ञ इत्यर्थः, सर्वज्ञः कृत्स्नवेत्ता, तद्विषयसंस्थाः , तस्य ज्ञाने गोचरीभूतत्वेन सम्यक् करामलकवद्व्यवस्थिताः, तान् अर्थान् वस्तुजातान्, न प्रकाशयति न ज्ञानविषयीकुरुते, अन्धस्य रूपनिरूपण इव सामर्थ्यविरहात्। एतत् - इत्यनन्तरोक्तं नाश्चर्यम् - नाद्भुतम्, पुरस्थिताविप्रकृष्टयोग्यपदार्थसार्थानामर्वाग्भागमात्रदर्शिनामर्वाग्दर्शिनां सर्वद्रव्यपर्ययत्रकालिकज्ञान ચાર ઘાતિક વાદળા જેવા છે, જે આત્માના કેવળજ્ઞાનરૂપી સૂરજને આવરી લે છે. છાદિત કરે છે. માટે એને છઘ કહેવાય છે. આ છઘમાં જે દૂધ-પાણીની જેમ એકમેક થઈને રહેલો છે, એ છબસ્થ છે, - અસર્વજ્ઞ છે. સર્વજ્ઞના જ્ઞાનમાં જે વિષય બનીને હાથમાં રહેલા આમળાના ફળની જેમ સ્પષ્ટ ભાસી રહ્યાં છે એવા પદાર્થોને છગસ્થ પોતાના જ્ઞાનના વિષય બનાવી શકતો નથી. જેમ અંધ વ્યક્તિ કોઈના રૂપનું વર્ણન ન કરી શકે. તેમ સર્વજ્ઞએ જાણેલ વસ્તુઓ જાણવાનું એનું સામર્થ્ય જ નથી. એમાં કોઈ આશ્ચર્ય પણ નથી. છપ્રસ્થની શક્તિ કેટલી ? માત્ર સામે રહેલી, નજીકની, જોઈ શકાય તેવી (સૂક્ષ્મ ન હોય એવી) વસ્તુઓના સમૂહની એક સાઈડની ઉપલી સપાટી (અર્વાક ભાગ) જ એ જોઈ શકે. માટે તો એમને અગ્દર્શી કહેવાય છે. તો પછી તેઓને સર્વદ્રવ્યપર્યાયના ત્રણ કાળના જ્ઞાનનો સંભવ ક્યાંથી હોઈ શકે ? અર્થાત્ એવું જ્ઞાન એમને કેવી રીતે થઈ શકે ? એવી કોઈ શક્યતા નથી. માટે સર્વજ્ઞએ ભલે એ કામ ન કર્યું, હું કરી દઈશ,
SR No.009622
Book TitleVadopnishada
Original Sutra AuthorSiddhasen Divakarsuri
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages64
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size621 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy