SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ सत्त्वोपनिषद् - च। अत एव तत्त्वज्ञानान्मोक्ष इति कथञ्चित्प्रमाणयन्ति स्याद्वादिनः । अत एवाज्ञानतिमिरसूरोदयसड़काशवचनमुदितमेतत्परमर्षिणा। ऐश्वर्य-प्रार्थनमेव तत्पलायनकारणम्, तन्निरीहतैव तत्कार्मणम्, तदाहुः सूरयः ‘अङ्गुल्या पिहिते कणे, शब्दाद्वैतं हि जृम्भते।' इति, तथा - 'नोदन्वा-नर्थितामेति, न चाम्भोभिर्न पूर्यते । आत्मा तु पात्रतां नेयः, पात्रमायाति सम्पदा' - તા. श्रामण्येऽपि केषाञ्चिच्छिष्याद्यैश्वर्याकाङ्क्षा । तत्पात्रता तु ‘सीसस्य हुंति सीसा, न हुंति सीसा असीसस्स' इत्यार्पसुज्ञेया। પણ જે સ્થિર, ઘીર અને ગંભીર છે એને નથી તો કોઈ વિષયઘેલછા કે નથી તો કોઈ દોડાદોડ. એ આ ન્યાય બરાબર સમજે છે અને એટલે જ એને સંપત્તિમાં કદી હર્ષ થતો નથી. અને વિપત્તિમાં કદી વિષાદ થતો નથી. કેવી અજબ વાત... ઐશ્વર્યની પ્રાર્થના જ તેના પલાયનનું કારણ છે. તેમાં નિઃસ્પૃહતા જ તેને લાવવા માટે કાર્પણ સમાન છે. કલિકાલસર્વજ્ઞ આ જ વિષયમાં મજાની ઉપમા આપી છે - કાનને આંગળીથી બંધ કરી દો - શબ્દનો ઈન્કાર કરો એટલે શબ્દાદ્વૈત પ્રગટ થયાં વિના રહેતું નથી. કો’કે સાચું કહ્યું છે કે દરિયો કોઈ પાસે માંગવા નથી જતો અને છતાં ય હજારો નદીઓ આવી આવીને એમાં પાણી ઠાલવી જાય છે. માટે તમારે જે વસ્તુની આકાંક્ષા છે, એની આકાંક્ષા મૂકીને પાત્ર બનવા પ્રયત્ન કરો. પછી તો તમે ઈન્કાર કરશો તો ય એ વસ્તુ આવ્યા વિના રહેવાની નથી. ગૃહસ્થાવસ્થામાં પૈસા વગેરેની આકાંક્ષા હોય છે, તો સંયમ જીવનમાં કદાચ શિષ્ય વગેરેની આકાંક્ષા હોઈ શકે છે. શિષ્ય મળે એની જરૂરી પાત્રતા વિષે શાસ્ત્ર કહે છે - “સીસસ કુંત્તિ સીતા’ જે પોતે સાચો શિષ્ય બને છે એના જ (સાચા !) શિષ્યો થાય છે. -सत्त्वोपनिषद् अपात्रैश्वर्यं विडम्बनामात्रम्, शिष्यादिद्रोहश्च । ततश्च महाप्रभावकतार्हस्यापि प्राकृतयतित्वमात्रम्, सोऽयमपात्रगुरोरपराधः । स्वात्मनः पात्रीकरणे सत्त्वविरहेऽपि स्वापात्रताज्ञापनमात्रे तु सत्त्ववतैव किं न भाव्यम्? पात्रैश्वर्यमोषेऽपात्रस्पृहा वध्यमण्डनाशंसा । स्वापात्रताप्रकटघोषणा च सा। पात्रस्य तु हृदयं हस्तगतैश्चर्येऽपि निरीहतानीरधिः। तथा च श्रीपूज्यवृत्तम्- 'त्रिशतश्रमणानां तु, समुदाय इतो महान्, इतश्च શિષ્ય, વ્યાખ્યાનની પાટ, પદવી... ચાહે કોઈ પણ વાત હોય પહેલાં નંબરમાં એ વિચાર આવવો જોઈએ કે ખરેખર મારી એના માટે પાત્રતા છે ખરી ? એક મહાત્માને આચાર્યપદ સ્વીકારવાનો આગ્રહ કરવામાં આવ્યો, ત્યારે એમણે જાહેરમાં કહ્યું હતું કે, 'તો કહું છું કે મારી નવેસરથી દીક્ષા કરી દો, જેથી હું નિરતિચાર જીવન શરૂ કરી શકું... અને જો પાત્રતા વિનાનું ઐશ્વર્ય જોઈતું હોય તો એ તો માત્ર વિડંબના જ છે. એ શિષ્ય વગેરેનો ય દ્રોહ છે. એ પદનું પણ અપમાન છે. પોતાની નિઃસત્તતાને કારણે શિષ્યના વિકાસમાં સ્વયં બાધક બને એવું પણ બનવા જોગ છે. પાત્રતા કેળવવાનું સત્વ ન હોય તો કમ સે કમ ‘મારી પાત્રતા નથી’ આટલું સ્પષ્ટ જણાવી દેવાનું સત્વ તો કેળવવું જ જોઈએ.આજે પણ આવા સત્ત્વશાળી આત્માઓ છે ખરાં. બીજા પાત્ર પાસેથી ય દીક્ષાર્થીને ખેંચવાની વૃત્તિ હોય તો તે તો વધ્યમંડળની સ્પૃહા સમાન છે. પૂર્વકાળમાં અપરાધીને પ્રાણાન્ત દંડ થાય ત્યારે તેને શણગારીને વધ સ્થાને લઈ જવામાં આવતો હતો. તેનો જે શણગાર એ જ વધ્યમંડન. એની આશંસા કરવી જેમ ઉચિત નથી, એમ પાત્રતા વિના ઐશ્વર્યની આશંસા કરવી પણ ઉચિત નથી. વળી આ આશંસા જ પોતાની અપાત્રતાની જાહેરાત છે.
SR No.009618
Book TitleSattvopnishada
Original Sutra AuthorN/A
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages64
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Religion
File Size747 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy