SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ सत्त्वोपनिषद् - स्त्रीणां दासीभूय तच्चरणनतमस्तकास्तच्चाटुकारिणस्तद्वशंवदा इति धिग् मदनम् । स्वाधीनेऽनुकूले च पुरुष प्रमदानामनादर एव, वामत्वान्मनोभुव इत्याचार्याः । यासु सिंहोऽपि मशकायते कथं ता अबलाः ? न खलु ताभ्यः परः शत्रुर्नृणाम्, इत एव 'नारी' पदव्युत्पत्तिरागमे । ब्रह्मगुप्त्युपेक्षकाः सञ्ज्ञावशा मुनिमन्या अपि वनितावैश्वानरशिखाગુણવાન પુરુષની કાળી વિડંબના નહીં તો બીજું શું છે ? ઈન્દ્રિય પરાજય શતકમાં કહ્યું છે કે કેટલાંય એવા સ્વાભિમાની પુરુષો હોય છે, કે કદાચ બીજાને આધીન ન થાય તો તેમને મરી જવું પડે એવી સ્થિતિમાં પણ બીજા પાસે કાકલૂદી ન કરે - લાચાર ન બને, દીનવચનો ન બોલે. ‘માથું કાપી નાખો પણ માથુ નમાવીશ નહીં.” આ જ જેમનો અડગ નિશ્ચય હોય એવા પણ પુરુષો રાગાંધ થઈને સ્ત્રીના પગમાં પડે છે, એની ખોટી ખોટી ખુશામત કરે છે. અને પોતાની સ્વામિની બનાવી દે છે અને એ નચાવે એમ નાચવા લાગે છે. ખરેખર, કામને ધિક્કાર થાઓ. કલિકાલસર્વજ્ઞએ કહ્યું છે - કામની ગતિ વાંકી છે. પુરુષ જેટલો સ્વાધીન-અનુકૂળ થાય એમ એના પ્રત્યે સ્ત્રીનો અનાદર વધતો જાય, સ્ત્રીનો રુઆબ વધતો જાય. અને એક સ્થિતિ એવી આવીને ઉભી રહે કે પુરુષ દાસ અને સ્ત્રી શેઠાણી. આખી દુનિયાને સિંહ થઈને ધ્રુજાવતો પુરુષ સ્ત્રી સામે મચ્છર જેવો બની જાય. કેવી દુર્દશા ! જે સાધુ પણ સાવધ ન રહે, બ્રહાગુતિઓની ઉપેક્ષા કરે, સ્ત્રી પ્રત્યે કઠોર વલણ ન રાખે, લોકસંજ્ઞામાં તણાઈ જાય તો એની પણ બેહાલી થયા વિના ન રહે. ફરક એટલો કે તેની દુર્દશા ગૃહસ્થ કરતાં ય કેટલાય ગણી વધી જાય. કારણ કે સાધુની ભૂમિકા જ કાંઈક ઓર છે. ૪૦ = -सत्त्वोपनिषद् शलभा एव । नारीति गृहिणामपि विडम्बनैव, किं पुनर्ब्रह्मचराणाम्? तदनिच्छूनां तासु कठोरवृत्तिरावश्यका, विपरीतप्रयोजनत्वात, तदाह‘पञ्चालः स्त्रीषु मार्दव' मिति । नैतत्स्वमनीषिकयैवोच्यते, उपनिबन्धनमप्यस्यार्षम्- 'अकुपितोऽपि कुपित इव' इति । द्वितीयाङ्गसमर्थितस्त्रीपरिज्ञाध्ययनपरिचितस्त्रीचरितानात्मसंरक्षणं नाऽसुलभम् । को हि विज्ञाय विषलिप्तकण्टक-मृगपाश-नीवार-विषमिश्रितपायस - वहिन- शस्त्रादितुल्यासु प्रमदासु विस्रम्भमवलम्बेत ? જો આમાંથી બચવું હોય તો સ્ત્રી પ્રત્યે અત્યંત વૈરાગ્ય કેળવીને તદ્દન નકારાત્મક-કઠોર વલણ રાખવું પડે. સાધુનું વ્યક્તિત્વ-વૃતિ જ એવી જોઈએ કે સ્ત્રીઓ તેની પાસે પણ આવતાં ગભરાય. વાત કરવાની કે બેસવાની તો વાત જ ક્યાં રહી ? માટે જ શાસ્ત્રોમાં કહ્યું છે કે સાધુ ગુસ્સે ન થયો હોય, પણ જાણે તે કુપિત થયો હોય એ રીતે સ્ત્રી સાથે ન છૂટકાના અવસરે) વાત કરે. ભોગજીવનનું રહસ્ય એ છે કે સ્ત્રી સાથે કોમળતાથી વર્તાવ કરવો. માટે જેને બ્રહ્મચર્યનું પાલન કરવું છે તેને તો વિપરીત પ્રયોજન છે માટે તેણે તો સ્ત્રી સાથે કઠોર વૃત્તિ જ રાખવી પડે. એવા સાધુની કરુણદશાનું અને મીની ચાલબાજીનું વર્ણન સૂત્રકૃતાંગ સૂત્રના શ્રી પરિજ્ઞા નામના અધ્યયનમાં કર્યું છે - બીજાને કેમ પોતાને સ્વાધીન કરી દેવો એ શ્રી બહુ સારી રીતે સમજે છે. એ સાધુ પાસે લાંબો સમય બેસે છે, સાધુની નજીક બેસે છે. આંખ વગેરેના વિકારો કરે છે. કપડાં સરખા કરવા વગેરે બહાનાથી પોતાના અંગોપાંગ પ્રગટ કરે છે. મીઠી મીઠી વાતો કરે છે. સારી સારી વસ્તુઓના પ્રલોભનો આપે છે. ઘીમે ઘીમે પોતાની જાળ બિછાવવા લાગે છે. એવી વાતો-વર્તાવ કરે છે કે એ સાધુને પોતે સંપૂર્ણ સમર્પિત છે. એને જ આધીન છે. શ્રાવિકા બનવાના બહાને,
SR No.009618
Book TitleSattvopnishada
Original Sutra AuthorN/A
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages64
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Religion
File Size747 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy