SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ सत्त्वोपनिषद् - -सत्त्वोपनिषद् स्वार्थभ्रंश एव यतते । अतृष्णामूलनिषिद्धप्रवृत्तिर्हि उत्सर्गासहिष्णुतानियता, अन्यथा तु प्रकटमेव मोहराज्यम् । कीटिकारक्षार्थ कटतम्बीभोजिधर्मरुच्यनगारप्रभृतिमहासत्त्वस्मृतितदनुमोदनाद्यपि मोहविषविकारनिकारमन्त्रपदम्, सत्त्वसागरविबोधविधूदयश्च । 'विस्मृतात्मेति स्वात्मा नियमस्वरूपं च विस्मृतं येन सः। तद्विस्मृतौ हि ध्रुवो व्रतातिचारस, છતાં પણ ઉત્સર્ગથી પતિત થાય છે, એ મૂઢમા સ્વાર્થભંશ માટે જ ચન કરે છે. જે નિષિદ્ધ પ્રવૃત્તિ કરે અને છતાં તેને તૃષ્ણા ન હોય તો એનો અર્થ એ જ છે કે એ ઉત્સર્ગ માર્ગે ચાલવા માટે સમર્થ નથી. અને જે સમર્થ હોવા છતાં નિષિદ્ધપ્રવૃત્તિ કરે તો પછી એ મોહનું જ સામ્રાજ્ય છે. આગમમાં શ્રમણની વૃત્તિ આ કહી છે - ‘કાગ્યેળ થતું છટ્ઠ' એક વેપારી જેવી વૃત્તિ-અલ્પ વ્યય અને મોટો લાભ, આનાથી વિપરીત આચરણ-ગલ્લાતલ્લા-માયાચાર કરે એ સ્વ-પરને છેતરીને દુર્લભ લાભોથી વંચિત રહી જાય છે. જુઓ પેલા વરદત્ત મુનિ... ગાંડો હાથી પાછળ પડ્યો છે છતાં ય દેડકીઓની રક્ષા માટે ઈર્યાસમિતિમાં લેશ પણ બાંધછોડ ન કરી. જુઓ પેલા ઘનશર્મ બાળમુનિ... તરસથી કાળ કરી ગયાં પણ નદીનું પાણી ન જ પીધું. જુઓ પેલા ધર્મરુચિ અણગાર... કીડીઓની રક્ષા કાજે પોતાના પ્રાણની પરવા કર્યા વિના ઝેરી તુંબડુ આરોગી ગયાં. કેવા સત્તથી ધગધગતા આત્માઓ.. આપણે કોની પરંપરામાં થયા છીએ એટલો વિચાર કરીએ. લોહી ગરમ થયા વિના નહી રહે. ઠંડા ઢીલા ઘેસ જેવા જીવન પર ફિટકાર છૂટી જશે. પરમર્ષિએ આ શ્લોકમાં એક વિશિષ્ટ શબ્દનો પ્રયોગ કર્યો છે. ‘વિકૃતાત્મા’ જેને પોતાની જાત જ ભૂલાઈ ગઈ છે. અને પ્રતિજ્ઞાત નિયમ ભૂલાઈ ગયો છે. શ્રમણમૂત્રમાં એક શબ્દ આવે છે. “સમજોડä' १. उपदेशरहस्ये ।।१४२ ।। द्वयमपीदं महोपाध्याय-वचनोद्धरणम् । स्मृतिमूलं हि मोक्षानुष्ठानम्, अत एव कोऽहं ? किंनियमः ? इत्यादि प्रतिदिनं चिन्तनीयमिति विधिः, नवकृत्वः करेमीत्यादिपाठोच्चारश्च । शुभात्मनामियं स्मृतिरपि रोमाञ्चकण्टकोद्गमनिबन्धनम्, अपूर्वापूर्वसत्त्वोल्लासेन व्रतदाढ्यप्रदा च । अशुभात्मनां तु सैव हृदयकाठिन्य-धाष्ट्ादिहेतुः, तदुपयोगप्रयोगादिविरहात्, तेषां जीवनं नरकादिगतिं प्रति धावनमात्रमित्यागमः । નાનકડો શબ્દ.. પણ રોમાંચ ખડા કરી દે. શ્રમણત્વની અનુભૂતિની સાથે સાથે શ્રમણને લગતી કેટકેટલી બાબતોની સ્મૃતિ તાજી કરી આપે ! હરિભદ્રસૂરિજીએ વારંવાર એક વાત કરી છે - “મૃતિમૂનં 8 મૌક્ષાનુષ્ઠાનમ્ ’ ‘હું કોણ ?’ અને ‘મારે કયાં નિયમો છે ?’ આટલી મૃતિ હંમેશા હોવી જોઈએ. એટલે જ સ્વાભાતિક-દૈનિક ચિંતનમાં આ બે વિચારો શાસ્ત્રમાં કહ્યાં છે. દીક્ષા સમયે એક વાર ‘કરેમિ ભંતે' દ્વારા સર્વસાવઘના પચ્ચષ્માણ થઈ ગયાં. પછી ય રોજ ૯ વાર એ પચ્ચખાણ કરવામાં આવે છે તેનું પણ આ જ રહસ્ય છે. પરમાત્માની આપણા પર કેટલી કરુણા... વિધિમાં જ મૂકી દીધું. આપણે ભૂલીએ એની પહેલા જ આ પચ્ચખાણ આવી જાય.. પણ સબૂર... એની સ્મૃતિ એના પાઠ કર્યા પછી ય જો આપણે એને વફાદાર ન રહ્યા તો કર્મસતા આપણા વેશની શરમ નહીં રાખે. અધ્યાત્મકલ્પદ્રુમમાં કહ્યું છે કે તું રોજ ને રોજ કરેમિ ભંતે દ્વારા સાવધ યોગોના પચ્ચકખાણ કરે છે. પણ તારી વાણી અને વર્તન એવા છે કે તને સાધુ તો શું... મુમુક્ષ પણ કહી શકાય તેમ નથી.’ ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે, લીધેલ નિયમોને ભૂલીને
SR No.009618
Book TitleSattvopnishada
Original Sutra AuthorN/A
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages64
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Religion
File Size747 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy