SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ परमज्योतिः पञ्चविंशतिका ३१ પ્રશ્ન :- પણ એવું ય જોવા મળે છે કે જ્ઞાની-ધ્યાની વ્યક્તિ પણ દંભી હોય. ત્યારે શું સમજવું ? ઉત્તર :- સંજ્વલન કક્ષાના કષાયોની વ્યવહારથી કષાય તરીકે વિવક્ષા નથી થતી. માટે જ શ્રીજીવાભિગમ આગમસૂત્રમાં કહ્યું છે કે વ્યવહારથી મુનિ દશે સંજ્ઞાથી અત્યંત મુક્ત હોય છે. માટે સંજ્વલન કક્ષાની માયા જ્ઞાનીમાં પણ સંભવે છે. પણ તેનાથી તેમને દંભી ન કહી શકાય. આ રીતે અન્ય કષાયોની બાબતમાં પણ સમજવું જોઈએ. એવો ન્યાય છે કે પ્રધાનાચવેશ: પ્રઘાનથી વ્યપદેશ થાય, એટલે વિશિષ્ટ ક્રોધાદિ કષાયો હોય તો ‘આ ક્રોધી છે’ એવો વ્યપદેશ થઈ શકે, અન્યથા નહીં. વળી સંજ્વલન કક્ષાની માયા પણ અનંતાનુબંધી માયા જેવી, અપ્રત્યાખ્યાનીય માયા જેવી તથા પ્રત્યાખ્યાનીય માયા જેવી થાય છે. તેથી જ કષાયોના (૪ ૪ ૪ ૪ ૪ = ૬૪) ચોસઠ ભેદો શાસ્ત્રમાં બતાવ્યા છે. આ રીતે સંજ્વલન કષાયની પણ તીવ્રતા - મંદતા સંભવે છે, જે જ્ઞાની એવા પણ છદ્મસ્થમાં હોઈ શકે છે. પણ એટલા માત્રથી જ્ઞાનથી દંભ દૂર ન થયો એમ ન કહી શકાય. કારણ કે વીતરાગપણાની પ્રાપ્તિ ન થાય, ત્યાં સુધી સંજ્વલન કષાયો તો રહેવાના જ છે. વળી અજ્ઞાની જીવોની અપેક્ષાએ વિચારીએ તો જ્ઞાનીઓ વીતરાગપ્રાયઃ હોય છે. અજ્ઞાનીઓ કરતાં તેમના કષાયો અત્યંત મંદ કક્ષાના હોય છે. માટે અહીં જે કહ્યું કે દંભપર્વતને ભેદવા જ્ઞાન-ધ્યાન વજ્ર સમાન છે - - એ ઉચિત જ કહ્યું છે. હા, તીવ્ર સંક્લેશમય કષાયો વિધમાન હોય તેનો તો એ જ અર્થ છે કે હજી પારમાર્થીક જ્ઞાનની પ્રાપ્તિ જ થઈ નથી. અર્થાત્ એ વ્યક્તિ નિશ્ચયથી જ્ઞાની જ નથી માટે જ શાસ્ત્રકારો કહે છે – तज्ज्ञानमेव न भवति यस्मिन् सति विद्यते रागादिगणः । तमसः कुतोऽस्ति शक्तिर्दिनकरकिरणाग्रतः स्थातुम् ? । -પરોપનિષદ્ જેની હાજરીમાં રાગાદિ ગણ વિધમાન હોય, તે જ્ઞાન જ નથી. અર્થાત્ જ્ઞાન હાજર હોય અને રાગાદિ દોષોનો વિલય ન થઈ જાય એ સંભવિત જ નથી. સૂરજના કિરણોની સામે ઉભા રહેવાની અંધકારની શક્તિ ક્યાંથી હોય ? સૂરજ ઊગે અને અંધકાર દૂર થાય જ, એમ જ્ઞાનનો ઉદય થતાની સાથે દોષોનો નાશ થાય જ. આવા મહાપ્રભાવક જ્ઞાન-ધ્યાન એ જ જેમનું ધન છે - સર્વસ્વ છે એવા મુનિઓ ઈન્દ્રો કરતાં પણ વધુ તેજ ધરાવે છે. પ્રશ્ન :- ભરત ચક્રવર્તીએ એક વાર ઈન્દ્ર મહારાજાને વિનંતિ કરી હતી કે, ‘તમારા મૂળ રૂપના મને દર્શન કરાવો.' અને ત્યારે ઈન્દ્ર મહારાજાએ કહ્યું હતું કે, ‘અમારું મૂળરૂપ તો મનુષ્યો જોઈ પણ ન શકે એટલું તેજસ્વી હોય છે. આમ છતાં તમારી પ્રાર્થના વ્યર્થ ન થાય એટલા માટે મારી એક આંગળીના મૂળ રૂપના દર્શન કરાવું છું.’ આમ કહીને તેમણે માત્ર એક આંગળીના મૂળરૂપે દર્શન કરાવી ભરય ચક્રવર્તીને સંતોષ આપ્યો હતો. આવું ઈન્દ્રનું તેજ હોય છે. હવે મુનિનો વિચાર કરીએ તો તેમને બધા જોઈ શકે છે, એટલું જ નહીં, તેમનો તપકૃશ દેહ વધુ નિસ્તેજ લાગે છે. તેથી જ આગમોમાં તપસ્વી મુનિ ભગવંતોનું વર્ણન કરતાં કહ્યું છે જીવ મુશ્કે જીવન્તે । (જ્ઞાતાધમંથા --૪૦) નીરસશરીર હોવાથી શુષ્ક, અત્યંત બુભુક્ષાથી વ્યાપ્ત, અત્યંત ઋક્ષ. આવા શરીરમાં ઈન્દ્રથી વધુ તેજ શી રીતે સંભવે ? ઉત્તર :- અહીં આત્મગુણોના આવિર્ભાવરૂપ પરમ જ્યોતિનું પ્રકરણ છે. તેથી ‘તેજ’ શબ્દથી તે પરમ જ્યોતિ લેવાની છે. અને આ તેજ તો ઈન્દ્રો કરતાં પણ મુનિવરમાં અધિક છે એ સ્પષ્ટ જ છે. વળી, તપ આદિના પ્રભાવે મુનિઓને જે લબ્ધિઓ પ્રાપ્ત થાય છે, તે દેવોને પણ દુર્લભ હોય છે. તેથી ઈન્દ્રથી પણ વધુ તેજ ઉત્પન્ન કરવાનું સામર્થ્ય મુનિવરોમાં હોય છે. તેથી લૌકિક તેજની ૩૨
SR No.009615
Book TitleParmopnishada
Original Sutra AuthorYashovijay Upadhyay
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages46
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Religion
File Size986 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy