SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ परमज्योतिः पञ्चविंशतिका - ૨e સરખામણી કરીને એમ કહેવાય, કે આ તેનાથી ઉતરતો છે - જૂન છે. પણ એક ઉદ્યોગપતિથી એક ભિખારી ઉતરતો છે આવું કહેવાય ખરું ? ભિખારી ઉતરતો હોવા છતાં આવો વ્યપદેશ - આવી સરખામણી જ ન થઈ શકે. તે જ રીતે પરમાત્મા તો નિરુપમ ગુણોથી અલંકૃત છે. અનંત જ્ઞાન-દર્શન-સુખના સ્વામી છે. તેમની સાથે ગુણદરિદ્ર એવા બીજાની શી સરખામણી થઈ શકે ? માટે અહીં સ્તુતિકારે ઉચિત જ કહ્યું છે કે આપનાથી કોઈ ધૂન પણ નથી, તો સમાનની તો વાત જ ક્યાં રહી ? અહીં આ જ રીતે મુનિ અને ચક્રવર્તીની સરખામણીમાં પણ સમજવું જોઈએ. પૂ. ઉપાધ્યાયજી મહારાજે પ્રસ્તુત શ્લોકમાં એક વિશિષ્ટ સ્થાને “a” કાર મુક્યો છે. ચક્રી પાસે જે નથી, એ અમને સ્વાધીન જ છે. આવું કહેવામાં એ આશય છે કે ચક્રી કદી જન્મથી ચકી નથી થતો. પૂર્વે કેટકેટલા ક્લેશોને વેઠીને મહાપ્રયાસો કરીને ચક્રવર્તીપણું મેળવે છે. અને એ ચકવર્તીપણાનો મોટો કારોબાર, વ્યવસ્થાતંત્ર, એ બધાના બદલામાં વિશિષ્ટ સુખની સ્પૃહા, ભોગતૃષ્ણા અને વળતર તરીકે આભિમાનિક, તુચ્છ, કાદાયિક સુખ અને ફરી ક્લેશ પરંપરા. પારમાર્થિક સુખને તો એ પામી શકતો જ નથી, જે સુખ પહેલાથી જ અમને પ્રાપ્ત થયું છે. શ્રમણમાત્રમાં આ સુખ સહજસિદ્ધ હોય છે. છે ને કમાલ નાનકડા ‘ઇવે કારમાં ગર્ભિત રીતે થામણ્યના શિખરનું ય દર્શન કરાવી દીધું અને ચક્રવર્તીની અત્યંત અધોદશા પણ પ્રદર્શિત કરી દીધી. આગમસૂત્ર પણ અહીં સાક્ષી પૂરે છે – तणसंथारनिसन्नो वि, मुणिवरो भट्टरागगयमोहो । जं पावइ मुत्तिसुहं, कत्तो तं चक्कवट्टी वि ।। (સંસ્કાર પ્રવીf - ૪૮). જેનો રાગ નષ્ટ થયો છે, જેનો મોહ જતો રહ્યો છે, એવો 3o -પરમોપનિષદ મુનિવર ભલેને તૃણના સંથારા પર બેઠા હોય, પણ તે જે જીવન્મુક્તિના આનંદની અનુભૂતિ કરે છે, તે તો ચક્રવર્તી પણ ક્યાંથી કરી શકે ? હવે ચકવર્તીથી ય આગળ વધીને પરમજ્યોતિનો મહિમા જણાવે છે – दम्भपर्वतदम्भोलि-ज्ञानध्यानधनाः सदा । मुनयो वासवेभ्योऽपि, विशिष्टं धाम बिभ्रति ।।१२।। દંભરૂપી પર્વતને ભેદવા વજ સમાન એવા જ્ઞાન-ધ્યાનરૂપી ધનના ધારક મુનિઓ હંમેશા ઈન્દ્રોથી પણ વધુ તેજને ધરાવે છે. લૌકિક જગતમાં અત્યંત વિરાટ અને અભેધ સ્વરૂપ ધરાવનાર કોઈ હોય તો એ છે પર્વત. પણ એમ કહેવાય છે કે ઈન્દ્રનું વજ પર્વતને પણ ભેદી નાખે છે. એક લોકવાયકા એવી છે કે પહેલા બધા પર્વતોને પાંખો હતી. તેનાથી તેઓ યથેચ્છપણે ઉડતા હતાં. પછી ઈન્દ્ર પોતાના વજથી તેમની પાંખો કાપી નાખી તેથી તેઓ નિષ્ક્રિયપણે સ્થિર થઈ ગયાં. આ વાતોને ધ્યાનમાં લઈને અહીં મુનિવર અને દેવેન્દ્રની તુલના કરી છે. લોકોત્તર વિશ્વમાં દુષ્પરિહાર્ય દોષ છે દંભ - માયા. એ જાણે અભેધ પર્વત સમાન છે. તેને ભેદવા માટે વજસમાન સામર્થ્યશાળી શસ્ત્ર હોય તો એ છે જ્ઞાન-ધ્યાન, પ્રશ્ન :- જ્ઞાન-ધ્યાનથી વળી દંભ શી રીતે જતો રહે ? ઉત્તર :- પ્રત્યેક દોષોનો વિનાશ કરવાનું અને ગુણોની વૃદ્ધિ કરવાનું સામર્થ્ય જ્ઞાન ધ્યાનમાં રહેલું છે. પૂ. હરિભદ્રસૂરિ મહારાજા કહે છે - णाणाइलाभओ च्चिय दोसा हायति वडए चरणम् । (पञ्चवस्तुके) જ્ઞાનાદિના લાભથી જ દોષો હાનિ પામે છે, અને ચારિત્રની વૃદ્ધિ થાય છે. ૧. ૨૩ - મુનની વાસવૈ |
SR No.009615
Book TitleParmopnishada
Original Sutra AuthorYashovijay Upadhyay
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages46
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Religion
File Size986 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy