SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ ] [ सुकृतकीर्त्तिकल्लोलिन्यादिवस्तुपालप्रशस्तिसङ्ग्रहः ॥ ઉપરથી જાણી શકાય છે કે માંધાતૃનગરમાં આવેલા મડેશ્વર નામના શિવાલયના શિલાલેખની આ પ્રશસ્તિ છે. આનાં પહેલાં બે પદ્યો શંકરની પૂજા-ભક્તિરૂપે છે અને બાકીનાં ત્રણ પદ્યો વસ્તુપાલની પ્રશસ્તિરૂપે છે. આમાં વસ્તુપાલનું નામ નથી. તેમ જ અંતિમ પાંચમા પદ્યમાં પ્રશસ્તિના મુખ્ય નાયકને શીલા નામની પત્ની જણાવી છે, તેથી આ પ્રશસ્તિ વસ્તુપાલની હશે કે કેમ, તેવી શંકા થાય તે સ્વાભાવિક છે. સંભવ છે કે શિલાલેખ ઉપરથી પરંપરાએ ઉતારા થતાં મૂળ પ્રશસ્તિનો કેટલોક ભાગ લેખકોના દોષે ભુલાઈ જવાથી લુપ્ત થયો હોય. બાકી જે પોથીમાં વસ્તુપાલની પ્રશસ્તિઓનો જ સંગ્રહ છે તેમાં આવતી આ પ્રશસ્તિ વસ્તુપાલની જ હોવી જોઈએ એમ માની શકાય. ઉપરાંત, વસ્તુપાલે શિવાલયોના પુનરુદ્ધારો તેમ જ શિવનાં પૂજા-દર્શન કર્યાના ઉલ્લેખો તો તેના સમયની જ કૃતિઓમાં મળે છે, તેથી પ્રસ્તુત પ્રશસ્તિ વસ્તુપાલની ન હોય તેમ માનવાને કોઈ કારણ નથી. આ પ્રતિપાદન જો સાચું હોય તો વસ્તુપાલની પત્ની સોખુના નામને સુસંસ્કૃત કરી કદાચ શીલા તરીકે અહીં નિર્દિષ્ટ કર્યું હોય તેવું અનુમાન થઈ શકે. આ પ્રશસ્તિઓના કર્તાઓ પૈકી આચાર્યશ્રી નરેન્દ્રપ્રભસૂરિ, આચાર્યશ્રી ઉદયપ્રભસૂરિ, ગૂર્જરેશ્વરપુરોહિત શ્રીસોમેશ્વરદેવ, કવિસાર્વભૌમ હરિહર પંડિત, મંત્રી યશોવીર અને ઠક્કુર અરિસિંહના સંબંધમાં ડૉ. ભોગીલાલ સાંડેસરાએ પોતાના ‘‘મહામાત્ય વસ્તુપાલનું સાહિત્ય મંડળ અને સંસ્કૃતસાહિત્યમાં તેનો ફાળો’’ નામના પુસ્તકમાં સવિસ્તર લખ્યું છે. સાતમા પ્રશસ્તિલેખના કર્તા દોદર પંડિત, આઠમા પ્રશસ્તિલેખના કર્તા જગસિંહ અને નવમા પ્રશસ્તિલેખના કર્તા ઠક્કુર વૈરિસિંહ આ ત્રણ વિદ્વાનોનાં નામ પ્રાયઃ અન્યત્ર અનુપલભ્ય છે, આથી વસ્તુપાલના વિદ્વર્તુલમાં આ ત્રણ નામ ઉમેરાય છે. અહીં જણાવેલા દશ પ્રશસ્તિલેખોના સંગ્રહની હસ્તલિખિત પ્રતિ અમોને શ્રીલાવણ્યવિજયજી જૈન જ્ઞાનભંડાર(રાધનપુર)માંથી મળી છે. પ્રસ્તુત પ્રતિ વિક્રમના પંદરમા શતકના અંતભાગમાં લખાયેલી છે. પ્રસ્તુત દશ પ્રશસ્તિલેખો પૈકી પહેલા પ્રશસ્તિલેખ સિવાયના નવ લેખો અદ્યાવધિ અપ્રસિદ્ધ છે. પહેલા પ્રશસ્તિલેખનું મુદ્રણ સિંઘી જૈન ગ્રંથમાલામાં ગ્રંથાંક-૫ તરીકે ‘મહામાત્ય-વસ્તુપાલકીર્તિકીર્તનસ્વરૂપ સુકૃતકીર્તિકલ્લોલિન્યાદિવસ્તુપાલપ્રશસ્તિસંગ્રહ' નામે પ્રસિદ્ધ થયેલા ગ્રંથમાં થયેલું છે. છતાં અહીં આપેલા આ પહેલા પ્રશસ્તિલેખમાં વસ્તુપાલે ગિરનાર ઉપર કરાવેલા શત્રુંજયાવતાર તીર્થની ડાબી બાજુની ભીંત ઉપરના શિલાલેખની નકલરૂપ પ્રસ્તુત પહેલો પ્રશસ્તિલેખ છે તે હકીકત વિશેષ હોવાથી જિજ્ઞાસુઓને અને સંશોધકોને ઉપયોગી સમજીને અહીં આપ્યો છે. વસ્તુપાલને લગતા અન્યાન્ય સાહિત્યની તથા આ પ્રશસ્તિઓની ગંભીરપાંડિત્યપૂર્ણ રચના જોતાં વસ્તુપાલ ઉચ્ચકોટિનો કાવ્યપરીક્ષક હતો તે હકીકત સ્પષ્ટ થાય છે. દશમો પ્રશસ્તિલેખ, પહેલાં જણાવ્યું તેમ, શિવાલયના શિલાલેખની ઉત્તરોત્તર થતી આવેલી નકલરૂપે છે. એટલે પહેલા અને દશમા પ્રશસ્તિલેખ સિવાયના આઠ પ્રશસ્તિલેખો વસ્તુપાલની પરિચાયક સ્તુતિ-પ્રશસ્તિરૂપે છે. અલબત્ત, આ પ્રશસ્તિઓ વસ્તુપાલના કોઈ પણ શિલાલેખના ગદ્યભાગ સાથે મૂકવા માટે બરાબર સંગત થાય તેવી છે. આમ છતાં આઠમો પ્રશસ્તિલેખ માત્ર એકપદ્યરૂપે છે, તેથી આ પ્રશસ્તિ તો કેવળ સ્તુતિપ્રશંસારૂપે જ ગણાય. આ ઉપરથી અનુમાન થાય છે કે, જેમ પ્રાચીનકાળમાં મહારાજા ભોજ આદિ વિદ્યાપ્રિય અને દાનશીલ રાજાઓ સમક્ષ કુશળ કવિઓ પોતાની ઉત્તમોત્તમ કૃતિઓ રજૂ કરીને સુયોગ્ય પરીક્ષક D:\sukar-p.pm5\2nd proof
SR No.009571
Book TitleVastupal Prashasti Sangraha
Original Sutra AuthorN/A
AuthorChandanbalashreeji
PublisherBhadrankar Prakashan
Publication Year2010
Total Pages269
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & History
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy