SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ परिशिष्टम् [१] वस्तुपालशिलालेख-प्रशस्तिसङ्ग्रहः ॥] [ ૨૮૩ ઉપર જણાવેલા દશ પ્રશસ્તિલેખોનો સંક્ષિપ્ત પરિચય આ પ્રમાણે છે : પ્રશસ્તિલેખાંક ૧ : આ પ્રશસ્તિના કર્તા આચાર્યશ્રી નરેન્દ્રપ્રભસૂરિ છે. અહીં વસ્તુપાલને વીર, વિવેકી, જનરક્ષક, વિરોધિ-અવિરોધિજનોને દાન આપનાર, સર્વતોમુખીકીર્તિવાળો અને ભાગ્યવાનું જણાવ્યો છે. ઉપરાંત અહીં એ પણ જણાવ્યું છે કે : તેના વિદ્વાનોની પત્નીઓ મણિમોતીઓનાં આભૂષણો પહેરતી અને તેના સેવકો પણ દાનશીલ હતા. પ્રશસ્તિલેખાંક ૨: આ પ્રશસ્તિના કર્તા વસ્તુપાલના ગુરુ નાગેન્દ્રગથ્વીય વિજયસેનસૂરિના શિષ્ય આચાર્યશ્રી ઉદયપ્રભસૂરિ છે. અહીં ગિરનાર, શ્રીનેમિનાથ અને શ્રીઆદીશ્વર ભગવાન પ્રતિ ભક્તિભાવ વ્યક્ત કરીને વસ્તુપાલની દાનશીલતા અને ધાર્મિકતા જણાવી તેને દીર્ધાયુ થવાની આશિષ આપી છે. પ્રશસ્તિલેખાંક ૩ : આ આ પ્રશસ્તિ ગૂર્જરેશ્વરપુરોહિત સોમેશ્વરદેવે રચેલી છે. આનાં કેટલાંક પદ્યો સોમેશ્વરદેવરચિત કીર્તિકૌમુદી તથા લુણવસહી (આબુ)ની પ્રશસ્તિમાં મળે છે. વસ્તુપાલના દીર્ધાયુની આશિષ આપવા ઉપરાંત પાંડિત્ય, દાનશીલતા, અપકારક ઉપર ઉપકારીપણું, આભવ-પરભવની સ્થિતિનું ચિંતન, યુદ્ધમાં હતાશ શત્રુઓ પ્રત્યે અનુકંપા, વિવેકીપણું, ધાર્મિકતા, અધિકારનો સદુપયોગ, સદાચારીપણું, યુદ્ધજય વગેરે વસ્તુપાળને લગતી હકીકતોનું હૃદયંગમ વર્ણન આ પ્રશસ્તિમાં છે. ઉપરાંત તેજપાલ અને જયંતસિંહની દાનશીલતા તથા વસ્તુપાલના પ્રત્યેક કાર્યમાં તેજપાલના સાહચર્યનો ઉલ્લેખ પણ આ પ્રશસ્તિમાં છે. પ્રશસ્તિલેખાંક ૪ : આના રચયિતા કવિ સાર્વભૌમ હરિહર પંડિત છે. આ પ્રશસ્તિમાં વસ્તુપાલની દાનશીલતા અને યશસ્વિતાને સુંદર રીતે વર્ણવીને તેની કીર્તિની વ્યાપકતા જણાવી છે. વસ્તુપાલે સંગ્રામસિંહને પરાજિત કર્યાનો ઉલ્લેખ પણ અહીં છે. વસ્તુપાલે કરેલા શંખનૃપપરાભવના પ્રસંગને વર્ણવતું શંખપરાભવ નાટક આ હરિહર પંડિતે રચ્યું છે. પ્રશસ્તિલેખાંક પઃ માત્ર ચાર કાવ્યાત્મક આ પ્રશસ્તિના રચયિતા મહામાત્ય વસ્તુપાલના પરમમિત્ર યશોવીર મંત્રી છે. આમાં વસ્તુપાલનો ગુણવાન મિત્રો પ્રત્યેનો આંતરભક્તિયુક્ત સ્નેહ અને વસ્તુપાલમાં એવી કોઈ વસ્તુ નથી જે જગતમાં કોઈને પણ અપ્રિય હોય, આ બે હકીકતો મુખ્યતયા જણાવી છે. ઉપરાંત વસ્તુપાલની સૂક્તિઓ (સુભાષિતો) શ્રેષ્ઠતમ હતી તેનો પણ નિર્દેશ અહી જાણી શકાય છે. પ્રશસ્તિલેખાંક ૬ : આ પ્રશસ્તિ ઠ, લૂણસિંહના પુત્ર ઠકર અરસિંહ-ઠક્કર અરિસિંહે રચેલી છે. અહીં વસ્તુપાલની સચ્ચરિત્રતા, ધર્મભાવના અને દાનશીલતા વર્ણવીને તેની કીર્તિની વ્યાપકતા તથા વીરતા જણાવી છે. પ્રશસ્તિલેખાંક ૭: આમ નામના પાંડિતના ભાઈ દોદર નામના પંડિતે આ પ્રશસ્તિ રચી છે. અહીં વસ્તુપાલમાં લક્ષ્મી-સરસ્વતીનું ઐક્ય બતાવ્યું છે. ઉપરાંત તેની સૂક્તિઓ, સર્વતોમુખી કાર્યદક્ષતા, વીરતા, દાનશીલતા અને વિદ્વત્તાનો અહીં નિર્દેશ કર્યો છે. તેમ જ તેના યશને સર્વદિવ્યાપી જણાવ્યો છે. પ્રશસ્તિલેખાંક ૮: માત્ર એક જ પદ્યમય આ પ્રશસ્તિ જગસિંહ પંડિતે રચી છે. અહીં વસ્તુપાલને આલંકારિક રીતે સપુરુષ જણાવેલો છે. પ્રશસ્તિલેખાંક ૯: આ પ્રશસ્તિના કર્તા ભૃગુકચ્છ(ભરૂચ)નિવાસી ધ્રુવ અટકવાળા ઠક્કર વીકલના પુત્ર ઠક્કર વૈરિસિંહ છે. અહીં વસ્તુપાલને મહાન યોદ્ધો, શ્રેષ્ઠ પરોપકારી અને વિદ્વાન જણાવેલ છે. પ્રશસ્તિલેખાંક ૧૦ : આ પ્રશસ્તિમાં એના રચનારનું નામ આપ્યું નથી. અંતની પુષ્પિકા D:\sukar-p.pm52nd proof
SR No.009571
Book TitleVastupal Prashasti Sangraha
Original Sutra AuthorN/A
AuthorChandanbalashreeji
PublisherBhadrankar Prakashan
Publication Year2010
Total Pages269
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & History
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy