SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ [૩] વસ્તુપાલપ્રશસ્તિ : આ પ્રશસ્તિ ૫૬ પદ્યોની છે. પ્રથમ શ્લોકમાં મંગલાચરણ છે, બીજામાં વસ્તુપાલતેજપાલ અને તેમના પૂર્વજોનું વર્ણન છે. શેષ કાવ્યમાં પોતાના આશ્રયદાતાની સ્તુતિ જ છે. આ પ્રશસ્તિના રચનાર પૂ. આ નરચંદ્રસૂરિમહારાજ છે તેઓ હર્ષપુરીય યા મલધારીગચ્છના પૂ. આ. દેવપ્રભસૂરિ મહારાજના શિષ્ય હતા. તેઓ વસ્તુપાલના માતૃપક્ષના ગુરુ હતા. તેમણે વસ્તુપાલને ન્યાય, વ્યાકરણ અને સાહિત્ય વગેરેના ગ્રંથો ભણાવ્યા હતા. તેઓ કેટલીક કૃતિના કર્તા અને ટિપ્પણકાર હતા. તેમનો ફલિત જયોતિષ ઉપરનો ગ્રંથો જ્યોતિઃસાર યાને નારચન્દ્રજ્યોતિસાર મળે છે. તેમણે શ્રીધરની ન્યાયકંદલી ઉપર અને મુરારિના અનર્ધરાઘવનાટક ઉપર ટિપ્પણો લખ્યાં છે તથા જૈન કથાનકો ઉપર કથારત્નસાગર તથા ચતુર્વિશતિ જિનસ્તોત્રની રચના કરી છે. [૪] વસ્તુપાલપ્રશસ્તિ : આ પ્રશસ્તિ ૧૦૪ પદ્યોની છે. આની રચના પૂ. આ. નરચન્દ્રસૂરિમહારાજના શિષ્ય પૂ. આ. નરેન્દ્રપ્રભસૂરિમહારાજે કરી છે. આ ઐતિહાસિક અને સાહિત્યિક દૃષ્ટિએ કેટલુંક મહત્ત્વ ધરાવે છે. તેના પ્રથમ પદ્યમાં જિન અને મહાદેવની શ્લેષમય સ્તુતિ છે. પદ્ય ૨-૧૨માં ચૌલુક્યવંશના રાજાઓની કીર્તિગાથા છે. પદ્ય ૧૩-૧૭માં બઘેલા (વાઘેલા) વંશનું વર્ણન છે. પદ્ય ૧૮-૨૪માં વસ્તુપાલના પૂર્વજોનું વર્ણન છે અને વસ્તુપાલના પોતાના ગુણોનું વર્ણન પદ્ય ૨૫-૨૮માં છે. ત્યારપછી ૨૯-૯૮ પદ્ય સુધી વસ્તુપાલની તીર્થયાત્રાઓ, જીર્ણોદ્ધાર અને ધર્મશાલાનિર્માણ આદિ કાર્યોનું વર્ણન છે. પદ્ય ૯૯-૧૦૪માં નાગેન્દ્રગચ્છના આચાર્યોનું વર્ણન છે અને પ્રશસ્તિકર્તા તથા તેમના ગુરુનું પણ વર્ણન છે. [૫] વસ્તુપાલપ્રશસ્તિ : પૂ. આ. નરેન્દ્રપ્રભસૂરિમહારાજની બીજી વસ્તુપાલપ્રશસ્તિ ૩૭ પદ્યોવાળી છે. તેમાં રાજા વીરધવલ અને બંને ભાઈઓની કીર્તિને વર્ણવવામાં આવી છે. આમાં કોઈપણ ઐતિહાસિક ઘટનાનો ઉલ્લેખ નથી. [ ૬ ]વસ્તુપાલ-તેજપાલપ્રશસ્તિ - આ ૭૭ પદ્યોમાં રચાયેલું કીર્તિકાવ્ય છે. ભૃગુકચ્છના શકુનિવિહાર નામના મુનિસુવ્રતસ્વામીનાં મંદિરમાં નાની દેવકુલિકાઓ ઉપર તેજપાલે સ્વર્ણ ધ્વજદંડ ચઢાવ્યા તેની સ્મૃતિમાં આ કાવ્ય રચાયું છે. તેમાં અન્ય પ્રશસ્તિઓની જેમ જ ચૌલુક્ય રાજાઓનું વર્ણન પદ્ય ૪. જિનરત્નકોશ, પૃ. ૩૪૫. ગાયકવાડ પ્રાપ્ય ગ્રંથમાલાના ક્રમાંક ૧૦ (વડોદરા, ૧૯૨૦)માં હમ્મીરમદમર્દનનાટકના પરિશિષ્ટ તરીકે પ્રકાશિત. sukar-t.pm5 2nd proof
SR No.009571
Book TitleVastupal Prashasti Sangraha
Original Sutra AuthorN/A
AuthorChandanbalashreeji
PublisherBhadrankar Prakashan
Publication Year2010
Total Pages269
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & History
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy