SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ १६ અન્યલેખ, સ્તંભતીર્થીય શિલાલેખ, ગણેશ૨ગ્રામગત શિલાલેખ નગરગ્રામગત શિલાલેખ, વસ્તુપાલતીર્થયાત્રાલેખ, પૂ. ઉદયપ્રભાચાર્યકૃત ઉપદેશમાલાકર્ણિકાવૃત્તિગત વસ્તુપાલ વર્ણન, સોમેશ્વરકવિકૃત સુરથોત્સવકાવ્યગત વસ્તુપાલવંશવર્ણન, વસ્તુપાલવિરચિત નરનારાયણાનંદકાવ્યગત પ્રશસ્ત્યાત્મકવર્ણન, વસ્તુપાલવિરચિત આદિનાથસ્તોત્ર, નેમિજિનસ્તવ અને અંબિકાદેવીસ્તોત્ર, મહામાત્યવસ્તુપાલકૃત આરાધના વસ્તુપાલસંબંધિત ગ્રંથાંતપુષ્પિકાલેખ, વિજયસેનસૂરિરચિત રેવંતગિરિરાસ અને પાલ્હણકૃત આબૂરાસ આ રીતે સંગ્રહ લેવામાં આવેલ છે. [ ૧ ] સુકૃતકીર્તિકલ્લોલિની : ૩૧૭૯ શ્લોકોની લાંબી આ પ્રશસ્તિ છે, તે વસ્તુપાલનાં સુકૃતોની પરિચાયક સ્તુતિકથારૂપ છે. આમાં તે વાતોનું સંક્ષિપ્ત વર્ણન છે કે જેનું વર્ણન અરિસિંહના સુકૃતસંકીર્તન કાવ્યમાં પણ છે. પરંપરાનુસાર મંગલાચરણ પછી પદ્ય ૯-૧૮માં ચાવડાવંશના રાજાઓના શૌર્યનું વર્ણન છે, ત્યારપછી ૧૯-૬૯ પદ્યોમાં ચૌલુચનૃપોનું વર્ણન, તે પછી ૭--૯૭ પઘોમાં વીરધવલ અને તેમના પૂર્વજોની પ્રશંસા કરવામાં આવી છે. ત્યારપછી ૯૮-૧૩૭ પદ્યોમાં વસ્તુપાલનું વંશવૃક્ષ, તેમનો મંત્રિત્વકાળ અને તેમના પરિવારની પ્રશંસા કરવામાં આવેલ છે. પદ્ય ૧૩૮૧૪૦માં વસ્તુપાલના શૌર્યકાર્યોનું વર્ણન કરેલ છે. પદ્ય ૧૪૧-૧૪૯માં વસ્તુપાલન સંઘયાત્રાનું વર્ણન કરેલ છે. પદ્ય ૧૫૦-૧૫૭માં નાગેન્દ્રગચ્છના આચાર્યોની પટ્ટાવલી આપેલ છે, પદ્ય ૧૫૮-૧૬૧માં પૂ. આચાર્યવિજયસેનસૂરિમહારાજની પ્રશંસા કરવામાં આવેલ છે. ત્યારપછી પદ્ય ૧૬૨-૧૭૭માં કર્તાએ વસ્તુપાલે નિર્માણ કરાવેલાં ધાર્મિક અને લૌકિક ભવનોને (કાર્યોને) ગણાવ્યાં છે અને અંતે પદ્ય ૧૭૮માં પ્રશસ્તિના કર્તાનું નામ અને ૧૭૯માં આશીર્વચન આપવામાં આવેલ છે. આ પ્રશસ્તિના કર્તા પૂ. આ. ઉદયપ્રભસૂરિમહારાજ છે. તેમનો પરિચય ધર્માભ્યુદયમહાકાવ્યના પ્રસંગમાં આપવામાં આવ્યો છે. કવિએ આ પ્રશસ્તિને શત્રુંજયપર્વત ઉપર આદિનાથભગવાનના મંદિરમાં કોઈ સ્થાને શિલાપટ્ટ ઉપર ઉત્કીર્ણ કરાવવા માટે રચી હતી. [ ૨ ] વસ્તુપાલપ્રશસ્તિ : પૂ. આ. ઉદયપ્રભસૂરિમહારાજ રચિત ૩૩ પઘોનાં સંગ્રહરૂપ આ વસ્તુપાલપ્રશસ્તિ છે. આ કોઈ ઘટનાવિશેષ ઉપર યા કોઈ સુકૃતની સ્મૃતિમાં રચવામાં આવી લાગતી નથી, પરંતુ ભિન્ન ભિન્ન અવસરો ઉપર વસ્તુપાલની પ્રશંસા ઉપર રચવામાં આવેલાં પદ્યોનાં સંગ્રહરૂપે છે આ પઘો ઘણા જ સરસ છે. ૩. જિનરત્નકોશ પૃ. ૪૪૩, ગાયકવાડ પ્રાચ્યગ્રંથમાલા, ક્રમાંક ૧૦ (વડોદરા, ૧૯૨૦માં) હમ્મીરમદમર્દનનાટકના પરિશિષ્ટ તરીકે પ્રકાશિત. sukar-t.pm52nd proof
SR No.009571
Book TitleVastupal Prashasti Sangraha
Original Sutra AuthorN/A
AuthorChandanbalashreeji
PublisherBhadrankar Prakashan
Publication Year2010
Total Pages269
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & History
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy