SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ આ. રાજેન્દ્રસૂરિ મ. ના આજ્ઞાવર્તિની સાધ્વીજી વિરાગરસાશ્રી અને સા. વૈર્યરસાશ્રીએ પ્રતિલિપિ કરી, પાઠભેદો પણ નોંધ્યા. એ પછી આ કાર્ય અમે આગળ વધાર્યું. અનુભવે સમજાયું કે શુદ્ધીકરણ માટે હજુ બીજી પ્રતોની જરૂર છે એટલે એ માટે પ્રયત્ન કરતા બીજી પણ પ્રતો મળી આવી. આમાં વિદ્યાશાળાની પ્રતમાંથી અમને ગ્રંથનું મંગલાચરણ મળી આવ્યું જે બીજી કોઈ પ્રતિમાં ન હતું. તાડપત્રીય પ્રતમાં કદાચ હશે પણ એના પ્રારંભના પત્રોમાં થોડાક ટુકડાઓ જ મળે છે. પહેલી કથા મદિરાવતીની ધર્મશ્રદ્ધાના વિષયમાં છે. આ કથા શ્રીપાળ-મયણાની કથાની યાદ અપાવે છે. ૧૫ તરંગોના પ્રાંતે ગ્રંથકારે પોતાનો નામોલ્લેખ કર્યો છે. ૩ તરંગો જે પરિશિષ્ટમાં આપ્યા છે તે માત્ર D પ્રતમાં મળે છે. એના અંતે ગ્રંથકારનો નામોલ્લેખ નથી. પરિશિષ્ટની બીજી અને ત્રીજી કથાનો પ્રારંભ પ્રથમ શ્લોકથી જ થઈ જાય છે. ૧૫ તરંગોમાં કોઈ એક સદ્દગુણનો મહિમા બતાવવાપૂર્વક કથાનો પ્રારંભ થાય છે, એટલે આ ૩ની રચના . નરચન્દ્રસૂરિની ન હોય એવું પણ બને. તરંગ ક્રમાંક ૧, ૨, ૫, ૬, ૯, ૧૦, ૧૩, ૧૪, ૧૫ ઓ નવ તરંગના અંતે મનધારિશિષ્ય નરવન્દ્રસૂરિવિરવિત થારત્નસારે અથવા મનuffશM નરેન્દ્ર વાર્થવિરવતે કથારત્નસારે આવો ઉલ્લેખ છે. તરંગ ક્રમાંક ૩, ૪, ૭, ૮ ના અંતે મનધારિનરવન્દ્રસૂરિ થરત્નસારે એવું લખાણ છે. e તરંગ ૧૧ અને ૧૨ ના અંતે મતધારી શ્રી સેવાનંદ્રસૂરિ શિષ્ય શ્રીનરેન્દ્રસૂરિ વિનંતે એવી પુખિકા છે. જ્યારે ૧૫મા તરંગના અંતે C પ્રતિમાં મળતી પ્રશસ્તિ મુજબ શ્રી વૈવપ્રભસૂિિરત્વથ ગુરુ એવું વંચાય છે. આમ ગ્રંથકારે દેવાનંદસૂરિ અને દેવપ્રભસૂરિ બન્નેનો ગુરુ તરીકે આદરપૂર્વક ઉલ્લેખ કરેલો જોવા મળે છે. આવી રીતે એકથી વધુ ગુરુના નામોલ્લેખ બીજા પણ કેટલાક ગ્રંથકારોના લખાણમાં જોવા મળે છે. એ ઉપરથી અને મંગલાચરણના ચોથા પદ્ય ઉપરથી અને પ્રશસ્તિ ઉપરથી એવું અનુમાન થાય છે કે આ. દેવાનંદસૂરિ ગચ્છનાયક અને આ. દેવપ્રભસૂરિ દીક્ષાગુરુ અને વિદ્યાગુરુ હોય. નિમિત્ત થોડા વર્ષો પૂર્વે અમે શ્રી હેમવિજયકૃત કથા રત્નાકરનું સંપાદન કરતા હતા ત્યારે આ. નરચન્દ્રસૂરિ કૃત કથારત્નસાગર વિષે જાણવા મળ્યું. એ પછી પાટણની તાડપત્રીય પ્રતની અને અન્ય હસ્તલિખિત પ્રતિઓની ઝેરોક્ષ નકલ પ્રાપ્ત કરી. એ પ્રતિના આધારે કલિકુંડ તીર્થો. સંપાદનમાં ઉપયુક્ત હસ્તાદર્શી T પ્રતઃ હેમચન્દ્રાચાર્ય જૈન જ્ઞાનભંડાર પાટણની ડાભડા ૧૩૭/૧ ની આ તાડપત્રીય પ્રત ૧૬૪ પત્રની છે. શરૂઆતના ૨૦ પાનાઓના થોડાકના ખંડિત ટુકડા જ મળે છે, પ્રતની લંબાઈ x પહોળાઈ : ૩૫ સે.મી. x ૫ સે.મી. દરેક પત્રની બન્ને બાજુ ૩ થી ૬ પંક્તિઓ. દરેક પંક્તિમાં લગભગ ૪૮ જેટલા અક્ષરો. પત્ર ૧૬૩ B ઉપર એક ચિત્ર છે. અમારી પાસેની ઝેરોક્ષ નકલમાં ચિત્ર સ્પષ્ટ નથી આવ્યું. પ્રશસ્તિ : ૧૨૬૬ વર્ષે માસુદ્ધિ , શુ.... श्रीमत्पत्तने महाराजाधीराजश्रीमदर्जुनदेवविजयराज्ये तन्नियुक्त H[ ai] HTચશ્રીમતિ ............. વીનાશાહનાયાં 8. ધનપાનેન તરંગ [ff]]: fીતમસ્તુ || શ્રી મોહનલાલ દેસાઈએ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ મારા પપ૬ પૃ. ૨૫૭ માં જણાવ્યું છે કે ૧૫ તરંગોમાં કથારત્નસાગર રચ્યો. (સં. ૧૩૧૩ ની તાડપત્રની પ્રત પા. સૂચિ) અહીં ૧૩૧૩ નહીં પણ ૧૩૧૯ જોઈએ. અમારી પાસે તાડપત્રની પૂ. જંબૂવિજય મ. એ કરાવેલી ઝેરોક્ષ છે, તેમાં બીજા તરંગના અંત ભાગ અને ત્રીજી રોહીણી કથાના કેટલાક
SR No.009541
Book TitleKatharatnasagar
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2004
Total Pages109
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy