SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ ૧૨૭૧ માં રચી. સં. ૧૨૮૮ માં તેમણે રચેલા વસ્તુપાલની પ્રશસ્તિરૂપ સ્તુતિકાવ્યો ગિરનાર પર શિલાલેખમાં મોજુદ છે', (જે.પૃ. ૩૨ અને ૬૫) તેમણે સમરાદિત્ય સંક્ષેપના કર્તા પ્રદ્યુમ્નસૂરિને ઉત્તરાધ્યયનસૂત્રની વાચના આપી હતી.' (જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ પારા પૃ. ૫૭, ૨૫૭) ત્રિપુટી મ. આ ઉપરાંત ‘સંબોહ પંચાસિયા ઉપદેશ' ને ગ્રંથકારની રચના તરીકે ઉમેરે છે. (જૈન પરંપરાનો ઈતિહાસ ભા. ૨ પૃ. ૨૮૩) પ્રસ્તુત ગ્રંથનું નામ કથારત્નાકર કે કથારત્નસાગર છે. ૧૫ વિભાગોને તરંગ નામ આપવામાં આવ્યું છે. નામકરણ માટે સોમદેવના કથાસરિત્સાગરમાંથી પ્રેરણા લીધી હોય એવો સંભવ છે. કથારત્નસાગર મહામંત્રી વસ્તુપાલની વિનંતીથી એમના વિદ્યાગુરુ અને મોસાળપક્ષના ગુરુ આ. નરચન્દ્રસૂરિએ કથારત્નસાગરની રચના કરી છે. અનુષ્ટુપ છંદમાં સરળ સંસ્કૃતમાં થયેલી આ રચના કથા દ્વારા બોધ આપવાનાં ઉદ્દેશથી રચાઈ છે. મંત્રીશ્વર વસ્તુપાલની વિનંતીથી જેમ પ્રસ્તુત કથારત્નસાગરની રચના આ. નરચન્દ્રસૂરિએ કરી છે તેમ વસ્તુપાલે જ વિનંતી કરી કે - ૧. ગિરનાર ઉપરના વસ્તુપાળના શિલાલેખોમાં બે શિલાલેખોના પો અને વસ્તુપાળ પ્રશસ્તિની રચના આ. નરચન્દ્રસૂરિએ કરી છે. આ શિલાલેખો ગુજરાત ઐતિહાસિક લેખસંગ્રહ સં. ૨૦૮, સં. ૨૧૧ માં અને પ્રાકૃત જૈન લેખસંગ્રહ સં. ૩૯-૨ અને સં. ૪૨-૫ માં છપાયા છે. આ શિલાલેખમાં આ. નરચન્દ્રસૂરિ વસ્તુપાલ માટે લખે છે કે - વિધુતા-વિષ-વિદ્યા-વિધતા-વિત્ત-વિતર-વિવે: I यः सप्तभिर्विकारैः कलितोऽपि बभार न विकारम् ॥ વિભુતા વગેરે ૭ વિકારોથી યુક્ત હોવા છતાં વસ્તુપાળ વિકારથી મુક્ત તા. ૧૩ કાવ્યકલાના રહસ્યો સરળ શૈલિમાં રચો. બહુ વિસ્તૃત નહીં બહુ સંક્ષિપ્ત નહિ. ત્યારે આ. નરચન્દ્રસૂરિએ પોતાના શિષ્ય આ. નરેન્દ્રપ્રભસૂરિને આવો ગ્રંથ રચવા આજ્ઞા કરી અને પરિણામે આપણને ‘અલંકાર મહોદધિ' નામનો અતિમહત્ત્વનો ગ્રંથ મળ્યો. આ ગ્રંથ ગાયકવાડ ઓરિએન્ટલ સિરિઝમાં વડોદરાથી પ્રકાશિત થયો છે. આ. નરચન્દ્રસૂરિ ઉદ્ભટ વિદ્વાન મોટા ગજાના દાર્શનિક અને સાહિત્યના મર્મજ્ઞ વિદ્વાન હોવા છતાં કથારત્નસાગરની રચના કરતી વખતે એમની સામે ઉપદેશપાત્ર શ્રાવકો અને વ્યાખ્યાતાઓ હોવાથી એમણે બહુ સરળ સંસ્કૃતમાં અને મોટે ભાગે અનુષ્ટુપ ગદ્યમાં કથાઓનું આલેખન કર્યું છે. એમના પ્રશિષ્ય આ. રાજશેખરસૂરિ પણ પ્રકાંડ પંડિત હોવા છતાં પ્રબંધકોશ જેવા ચરિત્રાત્મક ગ્રંથો સાવ સરળ ગદ્યમાં અને વ્યાકરણના બંધનથી થોડી ઉપર ઉઠેલી તત્કાલીન પ્રચલિત સંસ્કૃતભાષામાં લખ્યા છે. મોટા વિદ્વાનોને સાદી સીધી ભાષામાં લખવું મુશ્કેલ ગણાય. પરંતુ એ અહીં જોવા મળે છે. અહીં ૧૫ તરંગમાં કુલ ૧૯૬૨ શ્લોકો છે. અને પરિશિષ્ટની ત્રણ કથાના ૩૦૬ શ્લોક ઉમેરતાં ૨૨૬૮ શ્લોક પ્રમાણ થાય છે. જૈન સાહિત્યકા બૃહદ્ ઈતિહાસ ભા. ૬, પૃ. ૨૫૧ માં ગ્રંથાંત્ર ૨૦૯૧ હોવાનું જણાવેલ છે. K પ્રતમાં ગ્રંથાગ્ર ૨૦૬૧ જણાવ્યો છે. દરેક કથાના પ્રારંભમાં એકાદ ગુણનું વર્ણન કરી કથાના નાયકનું નામ આપે છે અને તેને જેમ સારું ફળ મળ્યું તેવું ફળ આ ગુણના પાલનથી મળે છે. એ રીતે પ્રસ્તાવના બે-ત્રણ શ્લોકમાં કરી તરત કથા શરૂ કરી દે છે. કથાઓ જે ગુણોના મહિમા માટે રચાઈ છે. તે ગુણો આ પ્રમાણે છે. ધર્મશ્રદ્ધા, સુપાત્રદાન, શીલ, તપ, શુભભાવ, જીર્ણોદ્વાર, વિનય, દયા, પરમેષ્ઠિનમસ્કાર, અદત્તાદાન, માતા-પિતાનું પૂજન, પરદ્રોહત્યાગ, ગુણપ્રાપ્તિ વગેરે.
SR No.009541
Book TitleKatharatnasagar
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2004
Total Pages109
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy