SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ તેમાં અપભ્રંશ ભાષાને પણ ઉપયોગ કર્યો છે. આ ચરિત્ર એમના પ્રતિભાશાળી કવિત્વથી એટલું બધું ખ્યાત અને કપ્રિય થયું કે, જેના ઉપરથી વાદી દેવસૂરિ વંશના શ્રીમદનચંદ્રસૂરિના શિષ્ય શ્રીમુનિદેવસૂરિએ સં. ૧૩રરમાં ૪૮૫૫ કલેક પ્રમાણનું સંસ્કૃતમાં રચ્યું અને તે પછી સં ૧૪૧૦માં શ્રીમુનિભસૂરિએ પણ “શાંતિનાથચરિત્રની સંસ્કૃતમાં રચના કરી. વળી શ્રીદેવચંદ્રસારિએ “સુલાસાખ્યાન' નામનો ગ્રંથ અપભ્રંશ ભાષામાં સાત કડવકમાં રમે છે. આવી મોટી રચના કરવા છતાં તેમણે પોતાની લઘુતાને નિર્દેશ એ પ્રશતિમાં નેધલા કલેકમાં કર્યો છે, તે નેધપાત્ર છે. તે નિર્દેશ આ પ્રમાણે છે – मतिविकलेनापि मया, गुरुभक्तिप्रेरितेन रचितेयम् । तस्मादियं विशोध्या, विन्द्र निर्मयि कृपां कृत्वा ॥ ११॥ શ્રી શાંતિનાથચરિત્ર' ની પ્રશસ્તિમાં પણ એ જ રીતે પોતાની લઘતાને ઉવેખ મળી આવે છે. सस्स य सीसेण इर्म, अर्थतं मंदपरिबिहवेण । सिरिदेवचंदनामेण, सरिणा मिणसमसेण ॥ સતિના િ .. આ “મૂલશુદ્ધિવૃત્તિ' ગ્રંથ તેમણે ખંભાતમાં વિહક શ્રેષ્ઠીના સુપુત્ર શ્રીવલ્લે બંધાવેલી વસહી-ઉપાશ્રયમાં રહી સં. ૧૧૪૬ ના ફાગણ સુદિ ૫ને ગુરુવારના પ્રથમ નક્ષત્રમાં પૂરો કર્યો. આ ગ્રંથનું સંશોધન શીશીલભદ્ર જેવા શાસ્ત્રતાએ અણહિલપુરમાં કર્યું હતું અને તેની રચનામાં પિતાના શિષ્ય અશોકચંદ્ર ગણિએ સહાયતા કરી હતી; એમ તેમણે પ્રશસ્તિમાં જ નોંધ્યું છે. આ શ્રીદેવચંદ્રસૂરિને શિષ્ય સમુદાય વિશાળ હતે. સુપ્રસિદ્ધ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય પણ તેમના જ શિષ્ય હતા. કથા બીજી: આ કથાના સંપાદનમાં D PC M સંજ્ઞાવાળી ચાર પ્રતિઓને મેં ઉપયોગ કર્યો છે. D સંશક હાથપિથી અમદાવાદના ડેલાના ઉપાશ્રયના ભંડારમાંના દા. નં. ૩૨, પિથી ન', ૨૯ ( ગ્રંથાનકમ ૧૨૦)નાં પત્રાંકઃ ૧૩૫ અને ૧૭૬ માંથી આ કથા પાઠ ઉતારી લીધે હતો. P સંજ્ઞાવાળી તાડપત્રીય પ્રતિ પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિરના ભંડારના દા. નં. ૧૧૨,પથી નં. ૧૩૫ ની છે. તેના પત્રાંક: ૧૫૪ થી ૧૭૦ એટલે ૧૭ પડ્યું છે. આનું મા૫ ૧૩ ૪ ૧ છે. પત્રને છેલો ભાગ ત્રુટિત છે, બાકીનાં પાત્રો સારી રીતે જળવાયાં છે. લિપિ સુંદર છે. આ પ્રતિમા D C M આદર્શ માં આપેલી ૭૫ મી ગાથાના બે યાદ અને ૮૮ મી ગાથાનું પ્રથમ પાદ જેઠીને ૧૨૫ ગાથા સુધીને પાઠ અધિક આપે છે, જે ખૂબ મહત્વને ગણાય. તેથી એટલે પાઠ તેમાંથી ઊતારી અહીં મૂક્યો છે. C સંજ્ઞાવાળી તાડપત્રીય પિથી ખંભાતના શ્રી શાંતિનાથ ભંડારના દા. નં. ૧૧૨ પિથી નં. ૧ ની છે. તેમાં પત્રાંકઃ ૧૪૦ થી ૧૫૭ એટલે ૧૮ પત્રો છે. આમાં આ કથા ૮૯ ગાથામાં પૂરી થાય છે. તે પછી આની સાથે જ શ્રીમહેશ્વરસૂરિ રચિત નં. ૧૬ વાળી કાકકથા, જેને પરિચય આગળ આવશે, તે આપેલી છે. આ પિથી સં. ૧૩૯૫ માં લખાઈ છે. તેની પ્રશસ્તિયુક્ત પપિકા આ સંગ્રહના પૃષ્ઠ ૧૪૦ ઉપર આપી છે. પિોથીનું માપ ૧૨ x ૧પ છે. V સંજ્ઞાવાળી મુદ્રિત પ્રતિ શ્રીસાગરાનંદસૂરિજીએ સંપાદિત કરેલી “પુપમાલા' નામે રતલામની શ્રી ઋષભદેવ કેશરીમલ નામની સંસ્થાથી પ્રકાશિત થયેલ છે. તેમાં પત્રાંક: ૧૨ થી ૪૧૮ માં પણ ૮૯ ગાથાની જ આ કથા આપી છે. આ ત્રણે પ્રતિએનાં પાઠાંતરે મેં ટિપ્પણીમાં નૈમાં છે. "Aho Shrutgyanam
SR No.009529
Book TitleKalikacharya Kathasangraha
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
PublisherKunvarji Hirji Naliya
Publication Year1949
Total Pages406
LanguageSanskrit
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy