SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ ને કહેવા જેગું છે વિદ્વાન વાંચકે સમક્ષ “સમેતિતસોપાન' નામક આ ગ્રન્થરને રજૂ કરતાં અત્યન્ત આનદ થાય છે. તત્ત્વન્યાયવિભાકર ના પ્રકાશન પછી આ તેના જેવું જ મહત્વનું પ્રકાશન છે. અમારા તન્યાયવિભાકરના પ્રકાશનને જેન જૈનેતર વિદ્વાનોએ સારો આવકાર આપ્યો છે. અનેકાન્ત, જેન, આત્માનન્દ પ્રકાશ, જૈન ધર્મ પ્રકાશ, કલ્યાણ (ત્રિમાસિક) આદિ અનેક સામયિકોએ તેને જૈન દર્શનનો મહાન આકરગ્રન્થ ગણાવી તેનું સન્માન કર્યું છે. તેમાંય કલ્યાણ ત્રિમાસિક )માં પ્રકાશિત થયેલી પૂ. વિદ્વાન મુનિરાજશ્રી કનકવિજયજીની અને જૈન ધર્મ પ્રકાશિમાં પ્રકાશિત થયેલી ભાવનગર રિયાસતના ભૂતપૂર્વ ન્યાયાધીશ સાક્ષર શ્રી. જીવરાજ ઓધવજી દોશીની સમાલોચનાએ વિદ્વાનોનું સારું એવું લક્ષ આ ગ્રન્થની મહત્તા પ્રત્યે આકર્ષિત કર્યું છે. આ શો “સમ્મતિતરવસોપાન' ગ્રન્થ સ્વતન્ન કૃતિ નહી પણ સંકલના છે. જેના તર્કશાસ્ત્રના પુરસ્કર્તા મહાન તાર્કિકશિરોમણિ શ્રીમદ સિદ્ધસેન દિવાકરના સમ્મતિતર્કપ્રકરણ ઉપર તર્ક પંચાનન શ્રી અભયદેવસૂરિજીની તત્વબોધિની નામની ટીકા છે. સમ્મતિતર્કની જેન ન્યાયના મહાન અને દશનપ્રભાવક ગ્રન્થ તરીકેની જૈન સમાજમાં ખ્યાતિ છે. છેલ્લા કેટલાક સમયથી આ ગ્રન્થનું અધ્યયન-પરિશીલન અ૫ થતાં આ ગ્રન્થ અશુદ્ધ પ્રાપ્ય થયે છે. ગુજરાત પુરાતત્વમન્દિર તરફથી પ્રકાશિત થયેલા સંસ્કરણમાં શુદ્ધ કરવાનો પ્રયત્ન તેના સંપાદક પં. સુખલાલ અને પં. બહેચરદાસે કર્યો હોવા છતાં હજી પણ કેટલાંક સ્થળે એવાં છે જેને શુદ્ધ ન કહી શકાય. આવા અશુદ્ધ સ્થાને લીધે તેના અભ્યાસિયોને અભ્યાસમાં નડતર થાય છે. ઉતટીકામાં સળંગ પૂર્વપક્ષ લઈ પછી સળંગ ઉત્તરપક્ષ આપ: આમ પદ્ધતિ છે. આ પદ્ધતિને લીધે અભ્યાસિયાને આખાય પૂર્વપક્ષ યાદ રાખવો પડે છે. આ સંકલનામાં આ મુશ્કેલીનો અંત આણવાને સફલ પ્રયત્ન કરાવે છે. પહેલાં પૂર્વ પક્ષની છેડી યુક્તિઓ આપી પછી તે યુક્તિઓના ખંડનરૂપ ઉત્તરપક્ષ, વળી પાછે શેડ પૂર્વપક્ષ અને ઉત્તરપક્ષ: આમ લગભગ પ્રશ્નોત્તર પદ્ધતિએ સંપૂર્ણ ગ્રથની સંકલન કરવામાં આવી છે. જે ભાગ અશુદ્ધ રહી ગયેલ છે તેને રદ કરી નાખે છે. રદ થયેલા ભાગને લીધે રસક્ષતિ અને સંબન્ધક્ષતિ ન થાય તે માટે ગ્ય અનુસંધાન કરી લેવામાં આવ્યું છે. એક વાત ખાસ બેંધવા જેવી છે અને તે એ કે, "Aho Shrutgyanam
SR No.009526
Book TitleSammatitattvasopanam
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri
PublisherLabdhisuriji Jain Granthamala Chhani
Publication Year1946
Total Pages420
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy