SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ આઠમી પરા દૃષ્ટિની સજ્ઝાય ૨૧૧ પરંતર વર્તતુ હોય, અર્થાત્ જેને પ્રવચનાનુસાર સમ્યક્ શ્રદ્ધાન ન થયું હોય તેની સાથે શાસ્ત્રનાં રહસ્યનો પ્રકાશ કરવો એ ઘટિત નથી. યોગ્ય અયોગ્યનો વિભાગ વહેંચણ જે સમજતો નથી, અર્થાત્ ગુરુનો વિનય કરતો નથી, શુદ્ધાચાર પાળતો નથી, દ્રવ્યાદિ ભાવને સમજતો નથી છતાં પોતે ડાહ્યો થઈને શાસ્ત્ર સંબંધી મોટી મોટી વાતો કરે છે તે પંડિતોની પર્ષદામાં સભામાં હાર પામી મુષ્ટિપ્રહાર=ગચ્છાદિકથી બહાર કાઢવું તથા નરકાદિમાં વધબંધન, અને લાતો-આલોયણના પ્રહર અને અપયશ તથા અપકીર્તિ પામશે. કહ્યું છે કે जंयइ अगीयत्थो, जं च अगीयत्थनिस्सीयो जयइ । वट्टावेइ य गच्छं, अणंतसंसारिओ भणिओ ॥१॥ आवश्यक निर्युक्तो જે અગીતાર્થપણે પ્રવૃત્તિ કરે અથવા અગીતાર્થની નિશ્રાએ જે પ્રવૃત્તિ કરે અને ગચ્છને પ્રવર્તાવે તે અનંતસંસારી થાય. ગીતાર્થને અને ગીતાર્થના આશ્રિતને જ વિહાર કહ્યો છે, તેમ ગંભીર અર્થની દેશના પણ યોગ્યજનને જ આપવી ઉચિત છે. (૭) સભા ત્રણ શ્રોતા ગુણ અવગુણ, નંદીસૂત્ર દીસે જી, તે જાણી તે ગ્રંથ યોગ્યને, દેજો સુગુણ જગીશે જી; લોક પૂરજો નિજનિજ ઇચ્છા, યોગભાવ ગુણરયણે જી, શ્રી નયવિજયવિબુધપયસેવક, વાચકયશને વયણે જી. ૮ અર્થ :- શ્રીનંદીસૂત્રમાં સભા ત્રણ પ્રકારની કહી છે. ૧. જે ગુણ તથા દોષને સમજે તેવા શ્રોતાઓની સભા તે રાજહંસ સમાન ડાહી સમજવી. ૨. જ્યાં શ્રોતાઓ અજ્ઞાન છે તે સભા પશુ-મૃગના બાળકો સરખી મૂર્ખ સમજવી. ૩. અને જ્યાં શ્રોતાઓ ગીતાર્થનું અપમાન કરનારા નિંદક છે તે અયોગ્ય સભા સમજવી. તેવી રીતે સભાનું સ્વરૂપ જાણીને આ ગ્રંથનો હાર્દ તેવી યોગ્ય સભાને આપજો કે જેઓને દેતાં ઉત્તમ પ્રવચનની શોભા વધે તેવા ગુણો તથા જગીશ તે ગુણો દ્વારા થઈ શકે તેવા સુખની તેમને પ્રાપ્તિ થાય. એમ ઇચ્છાયોગ તથા શાસ્ત્રાદિના જે યોગ તે રૂપ જે ભાવગુણ તદ્રુપ મણિરત્નોથી સમસ્ત લોક પૂરાજો ! યોગદષ્ટિસંગ્રહ ‘વિશિષ્ટ આત્મયોગરૂપ ભાવરત્નોથી સમગ્ર લોગ તૃપ્તિ પામો, આ ગ્રંથનું રહસ્ય પામી ભવ્યજનો સંસારભાવથી મુક્ત થાઓ અને આપસ્વભાવમાં મગ્ન રહો.' એવા શ્રી નયવિજય પંડિતના ચરણકમલના સેવક ઉપાધ્યાય શ્રી યશોવિજયજીનાં જેમણે કાશીમાં “ન્યાયવિશારદ' એવું બિરુદ પ્રાપ્ત કર્યું હતું તેનાં વચન જાણજો. ૮. ૨૧૨ काव्यं श्रीमद्यशोवाचकराजराज - विनिर्मितो दृष्टिविचाररूपः । स्वाध्याय एष प्रथमं ततोऽयं, भाषामयो लेशतया टूबार्थः ॥ १ ॥ श्रीस्तंभतीर्थेऽत्र तपागणीय, नाम्ना च ज्ञानाद्विमलाभिधेन । श्रीसूरिणा भूरिसुखावबोधार्थमेव लेशं लिखितो हि भद्रम् ॥२॥ અર્થ :- મહામહોપાધ્યાય શ્રી યશોવિજયગણિકૃત યોગદષ્ટિવિચારની સજ્ઝાયોનો સુખપૂર્વક અવબોધ થવા માટે શ્રીમત્ તપાગચ્છીય સંવિગ્નજનપક્ષીય ભટ્ટારક શ્રી જ્ઞાનવિમલસૂરિએ શ્રી ખંભાત બંદરમાં તેનો બાલાવબોધરૂપ લેશમાત્ર અર્થ લખ્યો છે. ઇતિ મહોપાધ્યાય શ્રી યશોવિજયગણિવિરચિત યોગદૃષ્ટિસ્વાધ્યાય શ્રી જ્ઞાનવિમળ*સૂરિષ્કૃત અર્થ સહિત સમાપ્ત. * આ ટો શ્રીજ્ઞાનવિમલસૂરિજી કૃત છે એવું માનવામાં આવે છે. આ ટબામાં પદાર્થનું નિરૂપણ જે રીતે કરવામાં આવ્યું છે તે વાંચવાથી ચોક્કસ લાગે છે કે આ ટબો વિષય સાથે અનુસંધાન ધરાવતો નથી. તેથી આ ટબો ગીતાર્થોમાં ગ્રાહ્ય નથી.
SR No.009512
Book TitleYogadrushti Sangraha
Original Sutra AuthorN/A
AuthorPrashamrativijay
PublisherPravachan Prakashan Puna
Publication Year2003
Total Pages131
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Yoga
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy