SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ યોગદૃષ્ટિસંગ્રહ આઠમી પરા દૃષ્ટિની સઝાય ૨૦૯ યોગીકુળે જાયા તસ ધર્મે, અનુગત તે કુળયોગી જી, અષી ગુરુદેવ દ્વિજપ્રિય, દયાવંત ઉપયોગી જી. ૪. અર્થ :- આ આઠ દૃષ્ટિ ભવ્ય પ્રાણીઓના ઉપકારને અર્થે યોગશાસ્ત્ર અને અધ્યાતમ ગ્રંથ જેવા કે ઉપમિતિભવપ્રપંચ, ભવભાવના વૃત્તિ, પાતંજલ યોગશાસ્ત્ર તથા પ્રવચનપ્રબોધાદિ ગ્રંથોને અનુસારે સંક્ષેપથી કહી છે. યોગી બે પ્રકારના હોય છે. ૧. કુળયોગી, ૨. પ્રવૃતુ ચક્રયોગી. તેમાં કુળયોગીઓ પોતાનાં ચિત્તમાં અહંકારથી એમ માને છે કે “અમે પણ યોગી છીએ'. તેથી તેઓનાં હિતને અર્થે આ દૃષ્ટિઓ કહી છે. હવે તે યોગીઓનાં લક્ષણ બતાવે છે. જે યોગીનાં કુળમાં જન્મ્યા હોય તથા જેના ધર્માચાર રૂઢિમાર્ગને અનુસરતા હોય એવા સામાન્ય બુદ્ધિએ વર્તતા સર્વ તાપસાદિ પડ્રદર્શનીઓ તે કુળયોગી જાણવા અને જેઓ અષી હોય તથા દેવ, ગુરુ અને દ્વિજ-બ્રહ્મચર્યાદિ ગુણ જેમને પ્રિય હોય એવા, વળી દયાવંત તથા યતનાવંત હોય તેમજ. (૪) શુશ્રુષાદિક અડગુણ સંપૂરણ, પ્રવૃત્તચક્ર તે કહીએ જી, ચમકયલાભી પરદુગઅર્થી, આદ્ય અવંચક લહીએ જી; ચાર અહિંસાદિક યમ ઇચ્છા, પ્રવૃત્તિથિર સિદ્ધિનામે જી, શુદ્ધ રુચે પાળે અતિચારહ, ટાળે ફળ પરિણામે જી. ૫. यतः- शुश्रूषा श्रवणं चैव, ग्रहणं धारणा तथा । उहाऽपोहोऽर्थविज्ञानं, तत्त्वज्ञानं च धीगुणाः ॥१॥ અર્થ :- સાંભળવાની ઇચ્છા, સાંભળવું, ગ્રહણ કરવું, તેને ધારણ કરી રાખવું, વિચારણા કરવી, વિશેષ વિચારણા કરવી, અર્થવિજ્ઞાન પ્રાપ્ત કરવું ને તત્ત્વજ્ઞાન પ્રાપ્તિ કરવું - આ આઠ બુદ્ધિનાં ગુણો છે. અથવા ૧. શુક્રૂષા, ૨. શ્રુતજ્ઞાન, ૩. વિરતિ, ૪. આશ્રવરોધ, ૫. સંવ૨, ૬. નિરીહતપ, ૭. નિર્જરા, અને ૮. ક્રિયાનિવૃત્તિ, તથા ઉપર બતાવેલા શુશ્રુષાદિ આઠ ગુણ જેનામાં સંપૂર્ણ હોય તે પ્રવૃત્તચક્રયોગી કહેવાય. વળી યમય એટલે અહિંસા અને સત્ય તેના લાભવંત હોય તથા પરદુગ-અસ્તેય અને બ્રહ્મચર્યના અર્થી હોય, વળી આઘઅવંચક ફળના ઘણી હોય. અવંચક ત્રણ પ્રકારના છે : ૧. યોગાવંચક, ૨. ક્રિયાવંચક, ૩. ફલાવંચક, તેમાંથી આઘ યોગ અવંચકના ધણી હોય. વળી અહિંસાદિ ચાર યમને વશ હોય. વળી ઇચ્છા ગુણીજનની સમ્યક કથા કરવાનું મન કરે, પ્રવૃત્તિ આચાર ઉત્કૃષ્ટપણે પાળવાને પ્રવર્તે, થિરનિરતિચારપણે પ્રવૃત્તિમાં દેઢ રહે, સિદ્ધિ સ્વાર્થ પરાર્થને નિપજાવે, એ પ્રમાણે અતિશુદ્ધ રુચિપણે ચારે પ્રકાર પાળે. વળી અચિતાર ટાળી જે રીતે ફળીભૂત થાય તેવા પરિણામને સાધે. તેવા યોગી સદા ફલાભ્યાસી હોય. જેમ એક વખત ફેરવેલું ચક્ર ફરીને ભાજન ઉતાર્યા કરે તેમ આ યોગીની ક્રિયા નિષ્ફળ ન હોય. (૫) કુળયોગી ને પ્રવૃત્તચક્રને, શ્રવણશુદ્ધિ પક્ષપાત છે, યોગદૈષ્ટિ ગ્રંથ હિત હોવે, તેણે કહી એ વાત જી; શુદ્ધ ભાવ ને સૂનિ કિરિયા, બેહૂમાં અંતર કેતો જી? જલહલતો સૂરજ ને ખજુઓ, તાસ તેજમાં જેતો જી. ૬ અર્થ :- કુળયોગી તથા પ્રવત્તચક્રયોગીને શુદ્ધ માર્ગ યમ નિયમાદિક અને ધર્મશાસ્ત્રનું શ્રવણ હોય તથા શુદ્ધાચાર વિનયાદિ કરણ, સત્સંગ તથા ગુણોનો પક્ષપાત હોય. એવા ગુણના ધારક તે યોગી કહેવાય, પરંતુ દંભી અને વિષયના પ્રસં ગી તે યોગી ન કહેવાય આ વાતનું વિસ્તારથી સ્વરૂપ શ્રીહરિભદ્રસૂરિકૃત યોગદષ્ટિસમુચ્ચય ગ્રંથમાં જોવું. શૂન્ય મન અને શૂન્ય આચારે યોગી ન કહેવાય. દિવસે મધ્યાહુને પ્રકાશ કરતા સહસ્ર કિરણોવાળા સૂર્યના અને અંધારી રાતે પ્રકાશ કરતા ખજૂઆ-આગીઆ કીડાના તેજમાં જેટલો ફેર છે તેટલો તફાવત સમ્યક્ ક્ષયોપશમ વિનાની શુન્ય ક્રિયામાં અને શુદ્ધભાવવાળી ક્રિયામાં છે. (૬) ગુહ્ય ભાવ એ તેહને કહીએ, જેહશું અંતર ભાંજે જી, જેહશું ચિત્ત પટંતર હોવે, તેહશું ગુહ્ય ન છાજે જી; યોગ્ય અયોગ્ય વિભાગ અલહતો, કરશે મોટી વાતો જી, ખમશે તે પંડિત પરષદમાં, મુષ્ટિપ્રહાર ને લાતો જી. ૭. અર્થ :- શાસ્ત્રના ગુહ્યભાવ-રહસ્ય તે તેને જ કહીએ કે જેની સાથે અંતરંગ મળતું હોય, અર્થાત્ મિથ્યાત્વનો ત્યાગ કરી જેને સમ્યગ્દર્શનપરિણત શુદ્ધ શ્રદ્ધાન હોય તેની પાસે જ શાસના રહસ્ય પ્રકાશીએ. જેની સાથે ચિત્ત
SR No.009512
Book TitleYogadrushti Sangraha
Original Sutra AuthorN/A
AuthorPrashamrativijay
PublisherPravachan Prakashan Puna
Publication Year2003
Total Pages131
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Yoga
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy