SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ એક વિષય પર સઘન અને ઊંડાણપૂર્વક ચર્ચા કરવા માટે પૂર્વપક્ષ અને ઉત્તરપક્ષમાં વહેંચાઈ જઈને બે વ્યક્તિ કે વ્યક્તિ-સમૂહો જે વાર્તાલાપ કરે તેને ‘વાદ' કહેવાય. વાદ માટે ઋષિ ગૌતમે ત્રણ શરતો દર્શાવી છે. (૧) વાદમાં ચર્ચા પ્રમાણ અને તર્કના આધારે થવી જોઈએ. (૨) ચર્ચા સિદ્ધાંતથી વિરુદ્ધ હોવી જોઈએ નહીં. (૩) ચર્ચામાં પક્ષની સ્થાપના પંચાવયવ-વાક્યપૂર્વક થવી જોઈએ. વાદ, સિદ્ધાંત નિર્ણયની તંદુરસ્ત પ્રક્રિયા છે. વાદમાં જય-પરાજય તદન ગૌણ છે. ઉપર કહેલાં નિયમોનો ભંગ કરીને થતી ચર્ચા ‘વાદનું બહુમાન મેળવી શકતી નથી. તેને જલ્પવિતંડા કે છલ કહેવાય છે. ન્યાયસૂત્રમાં તેમનું પણ વર્ણન છે. આમ, સિદ્ધાંત નિર્ણય માટે વાદની ઉપયોગિતા સ્વયંસિદ્ધ છે. માટે જ દાર્શનિક ક્ષેત્રોમાં વાદને માનભર્યું સ્થાન પ્રાપ્ત છે. ‘પ્રમાણનયતત્ત્વાલોક'માં આચાર્યશ્રી ‘વાદી' દેવસૂરિજી મહારાજાએ એક પરિચ્છેદ વાદના સ્વરૂપનિર્ણય માટે રોક્યો છે. વાદની વ્યાખ્યા, વાદીપ્રતિવાદી-સભ્ય-સભાપતિ રૂપ વાદના ચાર અંગ, તેમની ફરજ, વાદનું ફળ જેવા વિષયોને વિશદતાથી દર્શાવ્યા છે. તેમણે કરેલી વાદની વ્યાખ્યા આ પ્રમાણે છે. विरुद्धयोर्धर्मयोरेकधर्मव्यवच्छेदेन स्वीकृततदन्यधर्मव्यवस्थापनार्थं साधनदूषणवदनं वादः ।। (અમાનન્ય તત્ત્વ ૮-૨) બે વિરુદ્ધ ધર્મમાંથી એક ધર્મની સત્યતા સાબિત કરવા માટે, સ્વાભિપ્રેત ધર્મથી ભિન્ન ધર્મનો વ્યવચ્છેદ કરવા માટે, સ્વપક્ષસાધક અને પરપક્ષદૂષક વચનોનો પ્રયોગ વાદ તરીકે ઓળખાય છે. અહીં વાદના બે હેતુ દર્શાવવામાં આવ્યા છે. જયની ઇચ્છા અને તત્ત્વનિર્ણયની ઇચ્છા . તત્ત્વનો નિર્ણય વાદનું ફળ છે. આથી તત્ત્વનો નિર્ણય ન થાય ત્યાં સુધી અથવા જયાં સુધી તત્ત્વની ફુરણા થતી રહે ત્યાં સુધી વાદ ચાલે છે. જયની ઇચ્છાથી થતા વાદ કરતા તત્ત્વનિર્ણય માટે થતો વાદ શ્રેષ્ઠ હોય છે. તત્ત્વનિર્ણય માટે મુખ દ્વારા ઉચ્ચરિત શબ્દચર્ચા જેમ વાદ કહેવાય છે તેમ લિખિત શબ્દચર્ચા પણ વાદ કહેવાય છે. જેમાં કોઈ એક વિષયનો તત્ત્વનિર્ણય કરવાના હેતુથી ચર્ચા થઈ હોય તે વાદગ્રંથ કહેવાય છે. પ્રાચીન સમયમાં મૌખિકવાદ થતા. નન્યાયનો ઉદય થયા પછી વાદગ્રંથોનું પ્રચલન વધ્યું. નન્યાયના પ્રવર્તક ઉપા. ગંગેશનો ‘તત્ત્વચિંતામણિ' અનેક વાદોનો સંગ્રહ ગ્રંથ છે. ગદાધરના શક્તિવાદ, આખ્યાતવાદ, વ્યુત્પત્તિવાદ પ્રસિદ્ધ છે. ઉપાશ્રી યશોવિ.મ. એ પણ અનેક વાદગ્રંથો રચ્યા છે. ‘વાદવારિધિ' આવા જ વાદોનો સંગ્રહ છે. મંગલવાદનું વિષયવસ્તુ : ઐતિહાસિક દૃષ્ટિએ મંગલ વિષે વાદનો પ્રારંભ કોણે કર્યો. ક્યા ગ્રંથથી થયો ? કઈ શતાબ્દીમાં થયો ? એ સંશોધનનો વિષય છે. અહીં પ્રધાનપણે તત્ત્વચિંતામણિના આધારે asta\mangal-t\3rd proof
SR No.009508
Book TitleMangalvada Sangraha
Original Sutra AuthorN/A
AuthorVairagyarativijay
PublisherPravachan Prakashan Puna
Publication Year2007
Total Pages91
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Philosophy
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy