SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલના પ્રકાર : શાસ્ત્રના આરંભમાં મંગલ ત્રણ રીતે થાય છે તેથી મંગલના ત્રણ પ્રકાર છે. (૧) આશીર્વાદાત્મક–જેમાં આશીર્વાદ આપવા અથવા લેવામાં આવે. ' (૨) નમસ્કારાત્મક–ઇષ્ટ દેવતાની ઉત્કૃષ્ટતા સૂચક વ્યાપાર નમસ્કાર છે. જેમાં ઇષ્ટદેવ વિ.ને નમસ્કાર કરવામાં આવે. (૩) વસ્તુનિર્દેશાત્મક—જેમાં પુણ્યજનક કે પુણ્યસૂચક શબ્દો હોય. જેમાં પુણ્યકર્તાની સ્તુતિ હોય. ક્રમશઃ ત્રણેના ઉદાહરણ પ્રસ્તુત છે. આશીર્વાદાત્મક : પાર્શ્વનાથ: પ્રિયેસ્તુ વઃ । (ત્રિપછી પર્વ-૧) નમસ્કારાત્મક : ૠષમસ્વામિનું સ્તુમ: । (ત્રિષણી પર્વ-૧) વસ્તુનિર્દેશાત્મક : સભ્ય શંનજ્ઞાનવારિત્રાણિ મોક્ષમાń: । (તત્ત્વાર્થ સૂત્રમ્ ૧.૨) અથવા सम्यग्दर्शन शुद्धं यो ज्ञानं विरतिमेव चाप्नोति । દુ:નિમિત્તમપીવું તેન સુલબ્ધ મતિ ગમ । (તત્ત્વાર્થ-કારિકા) વાદ-વ્યાખ્યા : દાર્શનિક જગતમાં ‘વાદ’ શબ્દ પ્રચલિત છે. ઉચ્ચાર અર્થ ધરાવતા ‘વવું' ધાતુને ભાવ અર્થમાં ‘વસ્’પ્રત્યયનું વિધાન થઈને વાદ શબ્દ બને છે. ‘ઉચ્ચાર કરવો કે બોલવું'–વાદ શબ્દનો વ્યુત્પત્તિલભ્ય અર્થ છે. પરિભાષા, શબ્દના વ્યુત્પત્યર્થને સંકુચિત કરે છે અને તેના મૂળ અર્થથી અબાધિત એવા ચોક્કસ અર્થમાં શબ્દની શક્તિને સ્થિર કરે છે. આમ, વાદ શબ્દનો પારિભાષિક અર્થ આવો થશે- ચોક્કસ સંયોગોમાં, ચોક્કસ શબ્દ, ચોક્કસ રીતે, ચોક્કસ વિધિથી ઉચ્ચારવા.' ગૌતમીય ન્યાયસૂત્રના પ્રથમાધ્યાયના બીજા આહ્નિકમાં વાદની વ્યાખ્યા આ પ્રમાણે દર્શાવી છે. 'प्रमाणतर्कसाधनोपालम्भः सिद्धान्ताविरुद्धः पञ्चावयवोपपन्नः पक्षप्रतिपक्षपरिग्रहो वादः ||' (અર્થ : જેમાં પ્રમાણ અને તર્ક દ્વારા સ્વપક્ષની સ્થાપના અને વિપક્ષનો પ્રતિષેધ કરવામાં આવે છે, જેમાં પંચાવયવ વાકચની સ્થાપનાપૂર્વક પૂર્વપક્ષ અને ઉત્ત૨૫ક્ષ સિદ્ધાંતથી અવિરુદ્ધ ચર્ચા કરે છે તે ‘વાદ'.) १. मङ्गलं च त्रिविधम् । तदुक्तम् આશીર્વાદ-નમસ્કાર-વસ્તુનિર્દેશ જેવતઃ । मङ्गलं त्रिविधं प्रोक्तं शास्त्रादीनां मुखादिषु ॥ ત્ર વસ્તુનિર્દેશશ પુછ્યનના શનિવબ્ધ, પુણ્યસ્મ્રુતિ-પ્રતિપાવ-શબ્દો વા। (સિદ્ધાંત-ચન્દ્રોદ્ય: कृष्ण धूर्जटि:) asta\mangal-t\3rd proof
SR No.009508
Book TitleMangalvada Sangraha
Original Sutra AuthorN/A
AuthorVairagyarativijay
PublisherPravachan Prakashan Puna
Publication Year2007
Total Pages91
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Philosophy
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy