SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ १९ એક દિવસ કૌતુકથી મહેલમાં આવેલા મુનિશ્રી સિદ્ધિચન્દ્રજીને બાદશાહ અકબરે જોયા. તેમને જોતાં જ થોડા સમય માટે વિશ્વને અને સ્વયંને પણ ભૂલી ગયો. મુનિ કુમાર વિષે તેઓ કરેલી પૃચ્છાનો ઉત્તર ઉપા. શ્રી ભાનુચન્દ્રજીગણિએ આ પ્રમાણે આપ્યો કે “મુનિ સિદ્ધિચન્દ્ર મારા વિનીત શિષ્ય છે. વૈરાગ્યથી તેમણે વ્રત અંગીકાર કર્યું છે. અવધાન કળામાં કુશળ છે. તેઓ ગુજરાતથી અહીં આવ્યા છે.” તેમને નજીક બોલાવી બાદશાહે ઘણીવાર અપલક નેત્રો સ્નેહથી તેમની સામે જોયા કર્યું. બીજે દિવસે સભાસમક્ષ તેમની અવધાનકળાની પરીક્ષા કરી અને તેમાં ઉત્તીર્ણ થયેલા મુનિશ્રી સિદ્ધિચન્દ્રજીને ‘ખુલ્ફ હમ' નામ આપ્યું. મુનિ શ્રી સિદ્ધિચન્દ્રજીનું આ નામ ખૂબ પ્રસિદ્ધ થયું હતું. બાદશાહે તેમને હંમેશા મહેલમાં પોતાના રાજપુત્રો સાથે જ રહેવાનું આમંત્રણ આપ્યું.' મહો. શ્રી સિદ્ધિચન્દ્રમણિનો જન્મ વિ. સં. ૧૬૪૪માં થયો છે તેમ સ્વીકારવાથી દીક્ષા સમયે તેમની વય પણ સ્પષ્ટ થઈ જાય છે. ‘મહો. શ્રીભાનુ ચન્દ્રજી ગણિ ચરિત'માં જગદગુરુ શ્રી હીરવિજયસૂરિજીએ તેમને દીક્ષા આપી હોવાનો ઉલ્લેખ છે. જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂ મ., વિ. સં. ૧૬૫ ૨ ભાદ્રપદ શુક્લ એકાદશીના દિવસે કાળધર્મ પામ્યા હતા. તેથી વિ. સં. ૧૬૫૨માં ઉપા. શ્રી સિદ્ધિચન્દ્રજી ગણી દીક્ષિત હતા. આમ વિ. સં. ૧૬૫૨ના ચાતુર્માસ પૂર્વે ૭થી ૮ વર્ષની વયમાં તેમની દીક્ષા થઈ હશે એ અનુમાન થઈ શકે. વિ. સં. ૧૬૫ ૨માં ધક્ષા લઈને એ જ વર્ષમાં મુનિ ભાવચન્દ્રજી તેમ જ મુનિ સિદ્ધિચન્દ્રજી, પોતાના ગુરુ પં. શ્રીભાનુચન્દ્રજી ગણિને મળ્યા હશે. ૭. વિ. સં. ૧૬૫રમાં દીક્ષા લઈને એ જ વર્ષમાં તેઓ બાદશાહ અકબરને મળ્યા હોય અને તરત જ તેમને આ બિરુદ પ્રાપ્ત થયું હોય એ સંભવ છે. ૯ અથવા ૧૦ વર્ષની વયમાં વિ. સં. ૧૬૫૩માં તેમને આ બિરુદ મળી ગયું હશે. ૮. બાદશાહ અકબર મુનિશ્રી સિદ્ધિચન્દ્રજીને પુત્રવત્ ગણતો. તેણે તેમની સમક્ષ રાજયનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો–આ–તેમ જ પોતાને પ્રાપ્ત થયેલા “ખુફ હમ' બિરૂદનો ઉલ્લેખ તેમણે સ્વયં અનેકત્ર કર્યા છે. પ્રસ્તુત સંદર્ભમાં તે દર્શનીય છે. (i) बाल्येऽपि यं वीक्ष्य मनोज्ञरूपमकब्बरः पुत्रपदं प्रपेदे ।। वासवदत्ताटीका श्लोक -९ (ii) प्रोच्चैः पञ्चसहस्रतुङ्गतुरगाछीसिन्धुरान् दुर्धरान्, दत्त्वा प्राग्भवसम्भवप्रणयतो धृत्वा करे यं जगौ । साहिश्रीमदकब्बरक्षितिपतिस्त्यक्त्वा व्रतं दुष्करं, श्रीमत्संयमयामिनीश वसुधाधीशोऽधुना त्वं भव ।। कादम्बरी-उत्तरार्ध-टीका (iii) વત્ત શતાવધા નાનાં વિગેતો નવાઢીનામ્ | वेत्ता षडपि शास्त्राणामध्येता फारसीमपि । अकब्बरसुरत्राणहृदयाम्बुजषट्पदः । दधानः खुश्फहमिति बिरुदं शाहिनार्पितम् ॥ भक्तामरस्तोत्रवृत्ति श्लोक २-३ થોડા ફેરફાર સાથે-સતમરવૃત્તિ શ્લોવ. ૨-૩ (iv) परेषां यहूरे हृदयसरणेरस्ति तदिदं, विधानानामष्टोत्तरशतकमालोक्य मुदितः ।। महाराजः श्रीमानकबरनृपो यस्य सहसा, भुवि ख्यातामाख्यां सपदि विदधे खुष्फहमिति ॥ -- शोभनस्तुतिटीका-५ - अनेकार्थोपसर्गवृत्ति-५ asta\mangal-t\3rd proof
SR No.009508
Book TitleMangalvada Sangraha
Original Sutra AuthorN/A
AuthorVairagyarativijay
PublisherPravachan Prakashan Puna
Publication Year2007
Total Pages91
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Philosophy
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy