SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ १४ સમાપ્તિત્વ ગૃહીત થઈ શકતું નથી એ નાસ્તિક પક્ષની બીજી દલીલ પુષ્ટ કરી છે. નાસ્તિકો તરફથી દર્શાવવામાં આવેલી ત્રીજી દલીલ એ છે કે–મંગલ જો મંગલત્વેન કારણ હોય તો એક મંગલથી જ ઘણા વિઘ્નોનો નાશ થઈ શકશે. આ દલીલનો આધાર છે. કારણતાવચ્છેદકાવચ્છિન્ન યત્કિંચિત્ કારણ પણ કાર્ય ઉત્પત્તિ કરી શકે છે. તેથી એક જ મંગલ હજા૨ વિઘ્નોનો નાશ કરી શકશે. ઉપા. શ્રી યશોવિજયજી મ.એ સ્યાદ્વાદકલ્પલતાના મંગલવાદમાં આ દલીલને સ્થાન આપ્યું છે. નાસ્તિક તરફથી મંગલના વિરોધમાં રજૂ થયેલી આ દલીલોનો પ્રાચીન નૈયાયિકોએ કરેલો પ્રતીકાર ક્રમશઃ રજૂ કર્યો છે. જેનો સાર આ છે કે–શિષ્ટાચાર દ્વારા અનુમિત શ્રુતિ મંગલાચરણનું પ્રમાણ છે. (મઠ્ઠાં સત્તમ્ વિનીતશિષ્ટ વારવિષયત્વાત્ શ્રુતિ જેમ યાગને સ્વર્ગના કારણ તરીકે જણાવે છે તેમ મંગલને સમાપ્તિના કારણ તરીકે જણાવે છે ‘શ્રુતિ દ્વારા વ્યભિચરિત કા૨ણતાનો બોધ થઈ શકે નહીં' આ શંકા અસ્થાને છે. કારણ કે શ્રુતિબોધિત યાગની કારણતામાં પણ વ્યભિચાર છે જ. ગંગાસ્નાનથી મળતાં સ્વર્ગમાં યાગ કારણ નથી. યાગને સ્વર્ગવિશેષનું કારણ માની આ વ્યભિચાર દૂર કરવામાં આવે છે તેમ મંગલને પણ સમાપ્તિવિશેષનું જ કારણ માનવું જોઈએ. સમાપ્તિામાં મદ્દામાચરેત્ ઇત્યાદિ શ્રુતિજન્યશાબ્દબોધોપસ્થિત સાધ્યત્વ તરીકે સમાપ્તિત્વનું નિર્વચન થઈ શકે છે. એક મંગલથી અનેક વિઘ્નનાશની આપત્તિ પણ પ્રાચીન મતમાં નથી. વિઘ્નધ્વંસ પ્રત્યેકાભાવત્વેન કારણ છે. એક મંગળથી કેટલાક વિઘ્નોનો નાશ થયો હોય તો પણ અન્ય વિઘ્નોનો ભાવ અને અભાવ સંભવી શકે છે. આમ, પ્રાચીનોના મતનું સ્થાપન કર્યા પછી તત્ત્વચિંતામણિકાર ગંગેશના નવ્ય મતનું સમર્થન કર્યું છે. નવીનોનો મત અત્યંત સંક્ષેપમાં જ જણાવ્યો છે. નવ્યો લાઘવની મુખ્ય દલીલ આગળ કરી વિઘ્નધ્વંસને જ મંગળનું ફળ દર્શાવે છે. મંગળના કાર્ય તરીકે વિઘ્નધ્વંસ માનવો આવશ્યક છે માટે લાઘવથી તેને જ ફળ માની લેવું જોઈએ. મંગલની કારણતા માટે શિષ્ટાચાર દ્વારા શ્રુતિનું અનુમાન થાય છે. શ્રુતિ સમાપ્તિ જ ફળ છે તેવું દર્શાવતી નથી. અનુમાનનો આધાર શિષ્ટાચાર છે. આચારની પાછળ કામના છે. એ કામના સમાપ્તિની જ હોય તેવું જરૂરી નથી. આથી જેમાં કલ્પનાકૃત લાઘવ હોય તેને જ ફળ માનવું જોઈએ. જે વિઘ્નસને ફળ માનવામાં છે. કેટલાક વિદ્વાનોએ મંગળના કાર્ય તરીકે વિઘ્નપ્રાગભાવની પસંદગી કરી છે. મંગલ વિઘ્નના કારણોનો નાશ કરવા દ્વારા વિઘ્નના પ્રાગભાવને ટકાવી રાખે છે. (ટી. વિઘ્નાર વિનાશદ્વારા પ્રાગભાવસ્ય સાધ્યત્વમ્... ઋષિ-મંગલવાર) ઉપા. શ્રી સિદ્ધિચંદ્રજી ગણિએ વિઘ્નકા૨ણ નાશને દ્વાર માનવામાં ગૌરવ છે એ દલીલ આપી આ મતનું ખંડન કર્યું છે. ઉપા. શ્રીયશોવિજયજી ગણિએ પ્રાગભાવ અસાધ્ય છે. એ દલીલ આપી પ્રાગભાવ પરિપાલનફળવાદીનું ખંડન કર્યું છે. ઉપા. શ્રી યશોવિજયજી મ. એ શિષ્ટાચાર-પરિપાલનને મંગળનું ફળ માનતા મતનું પણ ખંડન કર્યું છે. નવ્ય મતના સ્થાપન બાદ તત્ત્વચિંતામણિકારે મંગલનું નિર્વચન કર્યું છે. શિષ્ટાચાર દ્વારા ‘મંગલમાપરેલ્’એ પ્રકારની સામાન્યથી મંગલનું વિધાન કરતી શ્રુતિનું અનુમાન કરવામાં દોષ છે. તેથી ‘વિઘ્નભ્રંસાનો માલમાવરેવ્ઇત્યાઘાકારક પ્રત્યેક વિધિની કલ્પના કરવામાં આવે છે asta\mangal-t\3rd proof
SR No.009508
Book TitleMangalvada Sangraha
Original Sutra AuthorN/A
AuthorVairagyarativijay
PublisherPravachan Prakashan Puna
Publication Year2007
Total Pages91
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Philosophy
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy