SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ १३ ‘અનન્યસિદ્ધત્વે સતિ હ્રાયંનિયતપૂર્વવર્તિત્વમ્' આ કારણતાનું લક્ષણ છે. અન્વય વ્યભિચારનું જ્ઞાન કારણતાના અન્યથાસિદ્ધત્વ જ્ઞાનનો પ્રતિબંધ કરે છે. એટલે કે અન્વયવ્યભિચારનું જ્ઞાન વિવક્ષિત કારણને અન્યથાસિદ્ધ સાબિત કરે છે. વ્યતિરેક વ્યભિચારનું જ્ઞાન ‘ાર્યનિયતપૂર્વતિ' અંશનો વિરોધ કરે છે. આમ, અન્વય વ્યભિચાર કે વ્યતિરેક વ્યભિચાર સાક્ષાત્ અથવા તો વ્યાપ્તિના જ્ઞાનનો પ્રતિબંધ કરવા દ્વારા કારણતાનો વિરોધ કરે છે. આચાર્ય શ્રી બદરીનાથ શુક્લજીએ સ્યાદ્વાદકલ્પલતાના હિંદી અનુવાદની ટિપ્પણીમાં આ વાત વિસ્તારથી સ્પષ્ટ કરી છે (જુઓ શાસ્ત્રવાર્તાસમુચ્ચય સ્યાદ્વાદકલ્પલતા હિંદી વિવેચન ભાગ-૧ પૃષ્ઠ ૧૦થી ૧૩, પ્રકા. દિવ્યદર્શન કાર્યાલય) મંગલ અને સમાપ્તિ વચ્ચેનો કાર્યકારણભાવ અન્વય અને વ્યતિરેક બંને વ્યભિચારથી દૂષિત છે' આ નાસ્તિકોની પ્રથમ અને મુખ્ય દલીલ છે. લીલાવતીમાં મંગલ છે છતાં સમાપ્તિ નથી. કાદંબરીમાં મંગલ નથી છતાં સમાપ્તિ છે. લીલાવતીમાં મંગલ અન્યથાસિદ્ધ સાબિત થયું અને કાદંબરીમાં તેની નિયતપૂર્વવર્તિતા ન રહી. ઉપા. શ્રી સિદ્ધિચંદ્રજી ગણિએ નાસ્તિકોની વ્યભિચારની દલીલનું ખંડન કરતી વખતે કારણતા, વ્યભિચાર અને તેની પ્રતિબંધકતા અંગે પર્યાપ્ત મીમાંસા કરી છે. આવી મીમાંસા અને તે દ્વારા તારવવામાં આવતા નિયમોનો પરિચય વાદગ્રંથોમાં વિશેષતઃ જોવા મળે છે. મંગલવાદમાં કરવામાં આવેલી મીમાંસા દ્વારા વ્યક્ત થતા તારણો પર દૃષ્ટિપાત કરીએ. (૧) ‘અન્વયવ્યભિચાર કારણતાનો પ્રતિબંધક નથી બનતો. લૌકિક સ્થળે આ નિયમ સાચો હોય તો પણ વૈદિક સ્થળે સાચો નથી. લૌકિક સ્થળે અન્વય વ્યભિચાર અવશ્ય કારણતાનો પ્રતિબંધ કરે. વૈદિક સ્થળે અન્વય વ્યભિચારની પ્રતિબંધકતા પ્રધાન કારણમાં હોય, અંગભૂત કારણમાં નહીં. (૨) વ્યવહિત કારણની કલ્પના દ્વારા વ્યભિચારનો ઉદ્ધાર કરવો યોગ્ય નથી. (૩) વ્યતિરેક વ્યભિચારનો નિશ્ચય કારણતાનો પ્રતિબંધક છે, વ્યતિરેક વ્યભિચારનો સંશય કારણતાના ગ્રહને અનુકૂળ છે. (૪) જે સ્વરૂપે કારણતાનો ગ્રહ ક૨વો ઇષ્ટ હોય તેના વિરુદ્ધ સ્વરૂપે જ વ્યભિચાર પ્રતિબંધ કરે. પ્રાતિસ્વિક રૂપે કારણતાનો ગ્રહ થતો હોય ત્યાં અનુગતરૂપે વ્યભિચારનો ગ્રહ પ્રતિબંધક બની શકે નહીં. વ્યભિચારને કારણે સમાપ્તિ માત્ર પ્રત્યે મંગલ કારણ નથી એ નાસ્તિક પક્ષ તરફથી રજૂ થયેલી પ્રથમ દલીલ છે. બીજી દલીલ એ છે કે મંગલને સમાપ્તિવિશેષનું કારણ માની લેવાથી વ્યભિચારથી બચી શકાય છે પણ એ માટે સમાપ્તિની કાર્યતાનું નિર્વચન થવું જોઈએ તે પણ શક્ય નથી. આ પ્રસંગે ગ્રંથકર્તાએ સમાપ્તિની વ્યાખ્યા દર્શાવી છે. સમાપ્તિત્વ જાતિ નથી પણ સખંડ ઉપાધિ સ્વરૂપ છે. તેનાં પણ વિવિધ નિર્વચન દર્શાવ્યા છે. આખરે કાર્યતાવચ્છેદક તરીકે asta\mangal-t\3rd proof
SR No.009508
Book TitleMangalvada Sangraha
Original Sutra AuthorN/A
AuthorVairagyarativijay
PublisherPravachan Prakashan Puna
Publication Year2007
Total Pages91
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Philosophy
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy