SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ ૦૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ સંત-સમાગમ ના મળે જી, કુમાર્ગે મુંઝાય, શ્રદ્ધે ના સન્માર્ગને જી, નહીં વાસના જાય. જીંવ, જોને અર્થ – ઘનાદિનો યોગ મળ્યા છતાં, જો સાચા આત્મજ્ઞાની પુરુષનો સમાગમ ન મળે તો રૂઢીગત કુમાર્ગમાં જ જીવ મૂંઝાયા કરે છે. તેને સતમાર્ગની શ્રદ્ધા નહીં હોવાથી અનાદિની પાંચ ઇન્દ્રિયોની વાસના જાય નહીં. ૩રા. પાડાદિ પશુ હોમીને જી, પશુ-યોનિમાં જાય, દુઃખ દીઘે દુઃખી થતા જી, સુખ દીઘે સુખ થાય. જીંવ, જોને. અર્થ – ઘર્મના નામે કુમાર્ગને અનુસરતો જીવ પાડાદિ પશુઓને યજ્ઞમાં હોમી કે બલિદાન આપી સ્વયં પશુયોનિમાં જન્મે છે. કારણ બીજાને દુઃખ આપવાથી સ્વયં દુઃખી થાય છે. અને બીજાને સુખ આપવાથી સ્વયં સુખ પામે છે એવો સિદ્ધાંત છે. [૩૩. મુનિ અવગણ માયાવને જ માની, હિંસા-રક્ત ભવ તરવા ભવ જે મળ્યો જી, ખોવે ભવ-આસક્ત. જીંવ, જોને અર્થ :- આત્મજ્ઞાની મુનિઓની અવગણના કરી માયાવી કુગુરઓને ગુરુ માની જે હિંસામાં રક્ત રહે, તેવા જીવો સંસારસમુદ્ર તરવા માટે મળેલ આ માનવદેહને ભોગાદિમાં આસક્ત રહી ખોઈ દે છે. તથા અનંત સંસાર વઘારી ચારગતિમાં ભટક્યા કરે છે. માટે આત્માર્થી જીવે સદ્ગુરુને શોધી, તેમની આજ્ઞા ઉપાસી, આ માનવદેહ સફળ કરવો અવશ્યનો છે. ૩૪ ૪. દેવગતિ કંઈ સુકૃત્ય કરી મરે જી ઘરી અસમ્યક ભાવ, નીચ દેવ પદ પામતા જી, અંત્યજ જેવા સાવ. જીંવ, જોને. અર્થ - કોઈ જીવો સારા કામ કરી મરી જાય પણ અસમ્યક ભાવ એટલે મિથ્યાત્વયુક્ત તેમના ભાવ હોવાથી તે નીચ દેવની પદવીને પામે છે. તે અંત્યજ એટલે ચંડાળ જેવા ગણાય છે. તેઓ ઇન્દ્રની સભામાં આવી શકે નહીં. રૂપા વૈભવ પરના દેખીને જી, ઈર્ષા-ખેદ-વિચાર, મરતાં ઝૂરે તે ઘણું જી, કંપે કાય અપાર. જીંવ, જોને. અર્થ - દેવલોકના મિથ્યાત્વી દેવો બીજાના વૈભવને જોઈ ઈર્ષ્યા કરી મનમાં ઘણો ખેદ કરે છે. તેમજ મરણ સમય આવ્યે છ મહિના પહેલા માળા વગેરે કરમાવાથી અવધિજ્ઞાનને બળે પોતાનું મરણ જાણી બહુ દુઃખ પામે છે કે આ બધું મારું સુખ છૂટી જશે તેથી તે મરતાં ઘણું ઝૂરે છે અને તેની કાયા પણ અપાર કંપે છે. ૩૬ાા કલ્પવૃક્ષ-સુખ હા! જશે જી, વૈભવ દિવ્ય જનાર, માળા આવી ક્યાં મળે છે? જશે દિવ્ય શણગાર.” છંવ, જોને. અર્થ :- હવે મરનાર દેવ વિચારે છે કે હા! મને મળતા આ કલ્પવૃક્ષના સુખ બધા અહીં જ રહી. જશે. આ દિવ્ય વૈભવનો પણ વિયોગ થશે. આવી માળા ફરીથી ક્યાં મળશે? આ દૈવી શણગાર પણ
SR No.009279
Book TitlePragnav Bodh Part 02 - Pages From 417 to 623
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages207
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size99 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy