SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૨) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૪ ૫૦૭ તાંબાનો રસ મોઢામાં રેડી મોઢું બાળી નાખે છે. વળી તાતા તેલમાં કાયાને તળે છે. પાપના ફળ ભયંકર છે, માટે પાપ કરતાં અટકવું જોઈએ. ।।૨૬।। નિમેષમાત્ર ન સુખ ત્યાં જી, કે મન-ઇંદ્રિય દુઃખ, કહી શકે ના કેવળી જી, સહે સદાયે ભૂખ. જીવ, જોને॰ અર્થ :— આંખના નિમેષ એટલે પલકારામાત્ર પણ ત્યાં સુખ નથી. મને પણ કુંઅધિજ્ઞાનવ પૂર્વના વે૨ને સંભારી મારફાડમાં મદદગાર થાય છે. પાંચ ઇન્દ્રિયો પણ દ્રવ્યક્ષેત્રકાળભાવના વિપરીત નિમિત્તો પામી સદા દુઃખ ભોગવે છે. નારકીઓના દુઃખનું વર્ણન કેવળી ભગવાન પણ કરી શકે નહીં. નારકીઓ સદા ભૂખના દુઃખને સહન કરે છે. ભયંકર એવા રૌદ્રધ્યાનનું આ પરિણામ છે. માટે આર્ટ, રૌદ્રધ્યાનનો ત્યાગ કરી હમેશાં ધર્મધ્યાન કરવાની ભગવાનની આપણને ભલામણ છે. ।।રહ્યા ૨. તિર્યંચ ગતિ : જનાવર જનાવરોના જીવને જી, ક્ષુધા, તરસ ને ક્લેશ, ત્રાસ ભાર ને મારો જી, કહી શકે નહિ લેશ. જીવ, જોને અર્થ :— બળદ, ઘોડા, ભેંસ, ગાય વગેરે જનાવરોના જીવોને ભૂખનું દુઃખ, તરસનું દુઃખ હોવાથી અંતરમાં ક્લેશિત પરિણામ છે, શાંતિ નથી. તેમના ઉપર ભારનો ત્રાસ તથા મારનો ત્રાસ હોવા છતાં બિચારા પ્રાણીઓ લેશમાત્ર તે દુઃખ કહી શકતા નથી. પૂર્વભવમાં કરેલ છલ, જૂઠ અને પ્રપંચના આ પરિણામો છે. માટે આપણે એવા પાપથી સદાય દૂર રહેવું. ।૨૮।। શૃંગ-પાંખ-નખ-દાઢને જી, છેદે અંગ અનેક, પાર્ટી શિકારી પીડતા જી, નહિ હિતાહિત-વિવેક, જીવ, જોને॰ = અર્થ :- પશુઓના શૃંગ એટલે શીંગડાઓને, પાંખોને, નખને કે દાઢને અથવા બીજા પણ અનેક અંગને છેદી જેને હિતાતિનું ભાન નથી એવા શિકારીઓ તેમને બહુ પીડા આપે છે. માટે પાપ કરતા સદા ડરતા રહેવું એમાં આપણું હિત સમાયેલું છે. ૨હ્યા ૩. નગિન કર્મ વશે માનવ છતાં જી, ભીલ, ભંગી કર્દી થાય, મલેચ્છાદિ હિત ચૂકતા જી, પાપે જૈવ સદાય. જીવ, જોને અર્થ :– કર્મવશાત્ માનવભવ મળે છતાં ભીલ કે ભંગીનો અવતાર પામે, તો એવી મલેચ્છાદિ એટલે હલકી જાતોમાં જન્મ પામવાથી કુસંસ્કારોને લીધે જીવ પોતાના આત્મનેિ ચૂકી જાય છે. તેની પ્રવૃત્તિ સદા પાપવાળી હોય છે. ।।૩૦।। નરકગતિને નોતરે જી; કી કુળ સારું હોય, સભ્યતા, નીતિ-નિયમો જી, સંયમ ઘરતા કોય. જીવ, જોને અર્થ :— તે હલકી વૃત્તિના જીવો પાપ કાર્યોને લીઘે નરકગતિને નોતરું આપે છે. માનો કુળ સારું મળી ગયું હોય તો પણ સભ્યતા, નીતિ, નિયમોનું પાલન કરી સંયમને અંગીકાર કરનાર જીવો તો વિલા જ હોય છે. ।।૩૧।।
SR No.009279
Book TitlePragnav Bodh Part 02 - Pages From 417 to 623
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages207
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size99 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy