SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ (૭૯) સમિતિ-ગુપ્તિ ૨૮૭ હતા. ત્યારે એક નાગશ્રી નામની બ્રાહ્મણીએ કડવી તુંબડીનું શાક વહોરાવ્યું. જમતાં પહેલાં ગુરુને બતાવ્યું. ગુરુએ તે શાકને પ્રાણઘાતક જાણી કહ્યું : શુદ્ધ થંડિલ સ્થાને પરઠવી આવો. એવી ભૂમિ પર આવી એમાં શું એવો દોષ હશે તે જાણવા એક ટીપું ભૂમિ પર મૂક્યું. ગંઘથી અનેક કીડીઓ આવી અને તેનો રસ લેતાં તત્કાળ મૃત્યુ પામી. તે જોઈ મુનિએ વિચાર્યું કે બીજી એવી કોઈ શુદ્ધ જગ્યા દેખાતી નથી. મારા શરીર જેવું કોઈ શુદ્ધ ડિંલ બીજું નથી એમ વિચારી આ શાક તેમાં જ પરઠવું યોગ્ય છે. જીવદયાના ઉત્તમભાવથી તે ભોજન કરવાથી તે જ વખતે અનશન લઈ સવાર્થસિદ્ધિ વિમાનમાં દેવતા થયા. [૩૧ના સંયમ-બાઘક, આત્મ-વિરાઘક, આજ્ઞા-ઘાતક જાણી, તજે અશન, ઉપધિ, શિષ્યાદિ, ભાવિ લાભ પિછાણી. હો ભક્ત અર્થ - જ્યારે લીઘેલ સંયમમાં બાઘા આવતી હોય અથવા શરીર આત્માનું કામ કરવામાં વિરાઘક જણાતું હોય, અથવા લીઘેલ આજ્ઞાપાલનમાં ઘાતક જેવું સિદ્ધ થતું હોય ત્યારે મુનિ ભવિષ્યનો લાભ જાણીને અશન એટલે ભોજન, ઉપથિ એટલે પાત્રા, વસ્ત્ર વગેરે તથા શિષ્યાદિ પ્રત્યેના મોહને પણ ત્યાગી બીજા સંઘાડામાં જઈ સમાધિમરણને સાથે છે. એમ અયોગ્ય જણાતા શરીરનો પણ મળની જેમ મુનિ ઉત્સર્ગ એટલે ત્યાગ કરે છે. ||૩રા રાગદ્વેષ તર્જી આગમ રીતે, અંતે તન પણ ત્યાગે, ફેંકી દેવા જેવું જ્યારે અહિતકર તે લાગે. હો ભક્ત અર્થ - આગમમાં કહ્યા પ્રમાણે પ્રથમ રાગદ્વેષરૂપ કષાયભાવોને ત્યાગી, અંતે શરીરને પણ કુશ કરી તેનો ત્યાગ કરે છે. જ્યારે તેમને આ શરીર નિરુપયોગી જણાઈ ફેંકી દેવા જેવું લાગે ત્યારે તેનો ત્યાગ કરે છે. [૩૩મા દ્રવ્ય ત્યાગ એ, ભાવ ત્યાગ તો વિભાવ તજવા સર્વે, પ્રતિષ્ઠાપન સમિતિ મુનિ પાળે, રહે સદાય અગર્વે. હો ભક્ત અર્થ :- શરીરનો ત્યાગ કરવો એ દ્રવ્ય ત્યાગ છે. પણ ભાવ ત્યાગ તો અંતરમાં રહેલા અનાદિના રાગદ્વેષાદિ ભાવોને ત્યાગવો તે છે. ખરી રીતે વિભાવભાવોને ત્યાગવા અને આત્માને પોતાના સ્વભાવમાં પ્રતિષ્ઠાન કરવો એ પ્રતિષ્ઠાપન સમિતિ અથવા ઉત્સર્ગ સમિતિ છે. આવી સ્વભાવમાં રમણતા કરવારૂપ સમિતિને પાળતાં છતાં મુનિ સદા ગર્વરહિત રહે છે. [૩૪] દ્રવ્ય મુનિ તજતા ભવ-હેતુ, પુગલ-સંગ અનાદિ, લૌકિક ઘર્મ-વિકલ્પો ત્યાગી સ્મરે સિદ્ધતા સાદિ. હો ભક્ત અર્થ :- દ્રવ્યથી મુનિ સંસારના કારણરૂપ અનાદિથી ચાલ્યા આવતા બાહ્ય પરિગ્રહ આદિના પૌગલિક સંગનો ત્યાગ કરે છે. અને ભાવથી અંતરંગ પરિગ્રહસ્વરૂપ લૌકિક ઘર્મક્રિયાના વિકલ્પોને ત્યાગી સદા પોતાના સિદ્ધ સ્વભાવને સ્મર્યા કરે છે. તે સિદ્ધ અવસ્થાની સાદિ એટલે શરૂઆત છે. પણ તેનો કદી અંત નથી. માટે તેને મેળવવા અર્થે સદા આત્મસ્વરૂપને ભજે છે. IT૩૫ા. પાંચ સમિતિ ઉપદેશી જિને અભુત સંકલનાથી, છૂટી શકે ના દેહ-ક્રિયા તે, લેવા હિત સહ સાથી. હો ભક્ત
SR No.009278
Book TitlePragnav Bodh Part 02 - Pages From 209 to 416
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size101 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy