SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ (૭૨) મુનિ-સમાગમ (ચંદ્રરાજ) ભાગ-૨ ૨૧ ૧ અર્થ :- વૈરાગ્ય સહિત તપવડે જે જે ઘર્મ પળાય તે જીવને મહાન સુખપ્રદ નીવડે છે. ઇચ્છાનો નિરોઘ કરવો તે તપ છે. તે તપના તેજ વડે સર્વ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ૧૨ાા કેવો ભાવ વળી કહ્યો! ઑવન થર્મનું ભાવ, ભાવ વિના નિષ્ફળ બધું, નીરસ ભોજન સાવ. ૧૩ અર્થ - ભાવ વિષે પણ તેણે અહો કેવો ઉપદેશ આપ્યો છે. ભાવ જ ઘર્મનું જીવન છે. ભાવ વિના ઘર્મ કેમ ફળીભૂત થાય? રસ વગરના ભોજનની જેમ ભાવ વિનાની સઘળી ક્રિયા નિષ્ફળ છે. [૧૩ના ભાવ વિના ન પળી શકે થર્મ, જીંવન-ફળ સાર, સુઘર્મ પાળ્યા પણ મળે ક્યાંથી મોક્ષ, વિચાર. ૧૪ અર્થ - ભાવ વિના ઘર્મ પાળી શકાતો નથી. જીવનનું સારરૂપ ફળ ઘર્મ છે. સમ્યકુ ઘર્મ પાળ્યા વિના મોક્ષ પણ ક્યાંથી મળે, તેનો તું વિચાર કર. ૧૪ બ્રહ્મચર્ય સિદ્ધાંત પણ બ્રહ્મભાવનું મૂળ, ઉપદેશ્યો કેવો અહો ! મુમુક્ષુને અનુકૂળ. ૧૫ અર્થ :- બ્રહ્મચર્ય સંબંધીનો એનો સિદ્ધાંત બ્રહ્મભાવ એટલે આત્મભાવમાં રમણતા કરવાનું મૂળ છે. અહો! તેનો કેવો ઉપદેશ કર્યો કે જે મુમુક્ષુને આત્મસિદ્ધિ પ્રાપ્ત કરવામાં અનુકૂળ છે. //ઉપા કામ-વિકાર સેનાપતિ, દુર્ઘટ-દમન ગણાય, શાંતિકારક શિવ-પદ, દહન કર્યાથી પમાય. ૧૬ અર્થ - સઘળા મહા વિકારોમાં કામવિકાર એ સેનાપતિ સમાન છે. જેનું દમન કરવું મહા દુર્ઘટ છે. એ કામ વિકારને દહન કરવાથી અર્થાત બાળી નાખવાથી શાંતિકારક એવું શિવપદ એટલે મોક્ષપદ પામી શકાય છે. ||૧૬ના મુમુક્ષુઓ દુઃસાધ્યને સાથે ઘર ઉત્સાહ, લોક-વિજય તેથી થતા, તર્જી લૌકિક પ્રવાહ. ૧૭ અર્થ - મુમુક્ષુઓ એવા દુઃસાધ્ય વિષયને ઉત્સાહ ઘરીને સાધ્ય કરે છે. તેથી તે લૌકિક સંસારના પ્રવાહને તજી દઈ લોક વિજયી બને છે. ૧ળા મહા મુક્તિ-ફળ કાજ જે, કમર કસે શૂરવીર, પાછી પાની ના કરે, ઘર કેસરિયા ચીર. ૧૮ અર્થ - મહામુક્તિરૂપ ફળને પામવા માટે જે શૂરવીર પુરુષ કમર કસે તે કદી પાછી પાની કરે નહીં. તે કેસરીયા ચીર એટલે કપડાં પહેરી કમની સામે પડે છે. II૧૮ાા અહો! સંસાર-ત્યાગનો જિન-ઉપદેશ યથાર્થ, અણસમયે અજ્ઞાની જન માને તેને વ્યર્થ. ૧૯ અર્થ :- અહો! સંસાર ત્યાગ કરવાનો જિનેશ્વરોનો ઉપદેશ પણ યથાર્થ છે. અજ્ઞાનીજનો અણસમજણથી તે ઉપદેશને વ્યર્થ માને છે. ૧૯ાા
SR No.009278
Book TitlePragnav Bodh Part 02 - Pages From 209 to 416
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size101 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy