SearchBrowseAboutContactDonate
Page Preview
Page 538
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ ૨ ૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ રાજ્ય વ્યવસ્થાના જાણનાર છો. માટે આ બઘા રાજતંત્રની સંભાળ કરો. ૧૦૧ાા. પંચમગતિ છે સાથવી જી, હવે ઘટે વનવાસ.” ભરત ખેદ સહ બોલતા જી : “અણઘટતું આ ખાસ; છંવ, જોને અર્થ - પિતા શ્રી ઋષભદેવ કહે : અમારે હવે પંચમગતિ એટલે મોક્ષની સાધના કરવી છે; માટે વનમાં વાસ કરવો યોગ્ય જણાય છે. તે સાંભળી ભરત ખેદપૂર્વક કહેવા લાગ્યા : પિતાજી! મારા માટે પણ આ રાજ્યની વ્યવસ્થા કરવામાં કાળ ગાળવો તે મને અયોગ્ય જણાય છે. ૧૦૨ાા આપ એંઠ ગણી છોડતા જી, તેમાં હોય ન સુખ, ચરણ-સમીપે સુખ છે જી, સિંહાસને અસુખ. જીંવ, જોને અર્થ – આપ પિતાજી! સકળ જગતને એંઠવાડા સમાન ગણી છોડો છો, તેમાં કદાપિ સુખ હોય નહીં. આપના ચરણ સમીપ રહેવું એ જ મને તો સુખરૂપ ભાસે છે. આ સિંહાસન વગેરે મને સુખરૂપ લાગતા નથી. ||૧૦૩. આપની આગળ ચાલવું જી, દેશે સુખ અપાર, હાથી-હોદ્દે બેસવું છે, મને ગમે ન લગાર. જીંવ, જોને અર્થ:- આપ જે માર્ગે ચાલશો તે માર્ગે હું પણ આગળ ચાલી આપની સંભાળ કરીશ. આપની સેવા કરવી તે મને અપાર સુખ આપશે; પણ રાજા બની હાથીના હોદ્દે બેસવું એ મને લગાર માત્ર ગમતું નથી. ||૧૦૪ શિરછત્ર છો સર્વના જી, આપ સમીપ સુખ સાર, રાજ્ય-ચિહ્ન છત્રાદિ સૌ જી, દેશે દુઃખ અપાર. જીંવ, જોને અર્થ - હે પ્રભુ! આપ સર્વના શિર-છત્ર છો. આપની સમીપે સારભૂત એવું આત્માનું સુખ મળી શકે. પણ આ સર્વ રાજાના ચિતરૂપ છત્રાદિ મને ઉપાધિમાં ઘકેલી જઈ અપાર દુઃખ આપશે. જેમ જેમ ઉપાધિનો ત્યાગ થાય તેમ તેમ સમાધિસુખ પ્રગટે છે. જેમ જેમ ઉપાધિનું ગ્રહણ થાય તેમ તેમ સમાધિ સુખ હાનિ પામે છે.” (વ.પૃ.૪૫૨) ૧૦પા સેનાપતિ, મંત્રી છતાં જી, આપ વિના ન સુહાય, સ્વામી વિના સૌ સંપદા જી, સતીને નહિ સુખદાય.” છંવ, જોને. અર્થ :- રાજ્યમાં સેનાપતિ, મંત્રીઓ હોવા છતાં મને આપ વિના ગમશે નહીં. જેમ સ્વામી વગરની બધી સંપત્તિ સતીને સુખ આપનાર થતી નથી તેમ આપ વિના મને બધું અસાર જણાય છે. મને તો આ જગતમાં એક આપ જ સારરૂપ જણાઓ છો. /૧૦૬ાા વિશેષ હિત જાણી કહે છે, ત્રષભ જિનેશ્વર દેવ “પૃથ્વી-પાલન કરો તમે જી, એ જ અમારી સેવ. જીંવ, જોને અર્થ - જ્ઞાનબળે ભરતનું ઘરમાંજ વિશેષ હિત જાણી શ્રી ઋષભ જિનેશ્વર કહેવા લાગ્યા કે ભરત! વર્તમાનમાં પૃથ્વીનું પાલન કરો એ જ અમારી તમારા માટે આજ્ઞા છે. ||૧૦૭ળા
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy