SearchBrowseAboutContactDonate
Page Preview
Page 537
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૨) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૪ અને નિદ્રા એ પંદર પ્રકારના પ્રમાદી મારું ચિત્ત કદી ક્ષોભ પામે નહીં એવી કૃપા કરજો. ૯૫ સ્વાધ્યાયે દિવસો જજો જી, જ્ઞાન-દર્શનાથીન, ચારિત્રે હો સ્થિરતા જી, સમાઘિ-મ૨ણે લીન. ğવ, જોને અર્થ – મારા બધા દિવસો સત્પુરુષના કરેલા વચનામૃતોના સ્વાઘ્યાયમાં વ્યતીત થજો. કારન્ન સ્વાઘ્યાય એ મોટું અંતરંગ તપ છે. સ્વાધ્યાયમાં એકાગ્રતા થવાથી જગત ભુલાઈ જઈ કષાયની મંદતા થાય છે; તેથી આત્મામાં શાંતિ ઊપજે છે. માટે સત્પુરુષનાં આપેલ સમ્યક્ત્તાનને મેળવી, તે પ્રમાણે સમ્યક્ શ્રદ્ધાને આધીન રહી આત્મામાં રમણતા કરવારૂપ ચારિદશામાં મારી સ્થિરતા હોજો, તથા સમાધિમરણ સાધવા માટે તેને યોગ્ય પુરુષાર્થમાં જ હું સદા લીન રહું એવી મારી અભિલાષા છે, એમ પૂજ્યશ્રી બ્રહ્મચારીજી જણાવે છે. ।।૬। જીવો જીવો વૈરાગ્યથી જી, બોધિ-સમાધિ સમેત, ભવજળ-તારક ધારો જી, સ્મરણ ચિત્તે સચેત. જીવ, જોને ૫૧૯ અર્થ :– હૈ ભવ્યાત્માઓ! તમે વૈરાગ્યભાવ રાખી, રત્નત્રયરૂપ બોધિ અને આત્માના ભાવોની સ્થિરતારૂપ સમાધિ સહિત જીવન જીવો. તથા સંસારસમુદ્રથી તારનાર એવા ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ' મંત્રને સદા ચિત્તમાં જાગૃત રાખો. જેથી આત્મા સમભાવમાં આવી શાશ્વત સુખશાંતિને પામે. ।।૭।। ભવ-વૈરાગ્ય ભીના પ્રભુ જી, ગણી લૌકાન્તિક દેવ, બ્રહ્મલોકથી આર્ચીને જી, સ્તવે દેવાધિદેવ ઃ જીવ, જોને અર્થ :– એમ બાર ભાવનાઓને ભાવતા ભગવાનનું મન સંસાર ઉપર વૈરાગ્યથી ભીનું થયેલું જાણીને પાંચમા બ્રહ્મદેવલોકથી લૌકાન્તિક દેવો ભગવાન પાસે આવી પહોંચ્યા. નીચે પ્રમાણે દેવોના પણ દેવ એવા શ્રી ઋષભદેવને વિનયપૂર્વક સ્તવવા લાગ્યા અર્થાત્ એમના ગુણગાન કરવા લાગ્યા. ।।૮।। “સર્વ વ્યવસ્થા લોકની જી, વર્તાવી જે રીત, ઘર્મ-નીર્થ વર્તાવવા જી, અવસર આ તે રીત. જીવ, જોને અર્થ :– હે પ્રભુ! જે રીતે આપે લોકની સર્વ વ્યવસ્થા કરી તેમ ધર્મતીર્થ સ્થાપવાનો હવે અવસર આવ્યો છે. મલ્હા જે અર્થે જન્મ્યા, પ્રભુ જી, તેનો આવ્યો લાગ; ક ગૃહસ્થ-વાસનાં જી પૂર્ણ થયાં, વીતરાગ.'' જીવ, જોને અર્થ :— હૈ પ્રભુ ! જગત જીવોને મુક્તિનો માર્ગ બતાવી તેમના ઉદ્ધાર માટે આપનો જન્મ થયો છે; તેનો હવે લાગ આવ્યો છે. હે વીતરાગ ! ગૃહસ્થાવાસના નિકાચિત્ ભોગાવલી કર્મો હવે આપના પૂર્ણ થયા છે. માટે હે નાથ ! હવે ધર્મતીર્થ પ્રવર્તાવો. ।।૧૦૦।। કરી પ્રેરણા તે ગયા જી, પ્રભુ બોલાવે પુત્ર, કહે ભરતને : “સુજ્ઞ છો જી, સંભાળો સૌ તંત્ર. જીવ, જોને અર્થ – ઉપર પ્રમાણે પ્રભુને પ્રેરણા કરીને લૌકાંતિક દેવો બ્રહ્મદેવલોકમાં પાછા ચાલ્યા ગયા. પછી સૌથી મોટા પુત્ર ભરતને બોલાવી શ્રી ઋષભદેવ કહેવા લાગ્યા : તમે સુજ્ઞ છો, સારી રીતે બઘી
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy