SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ પ્રજ્ઞાવબોધ-વિવેચન ભાગ-૨ મહા ભાગ્યશાળી આત્મા ખેદ વગર સહેલાઈથી તે મિથ્યાત્વની ગ્રંથિને ભેદી શકે છે. ।।૨૩।। સદ્ગુરુના ઉપદેશે જો છૅવ સુપાત્રતા પ્રગટાવે રે, તો શીતળતામય શાંતિથી ભવ-સંતાપ બુઝાવે રે. શ્રીમદ્ અર્થ ઃ— સદ્ગુરુના ઉપદેશથી જો જીવ આત્મજ્ઞાનની યોગ્યતા પ્રગટાવશે તો શીતળતામય એવી આત્મશાંતિને પામી ત્રિવિધતાપરૂપ ભવ સંતાપને તે બુઝાવી શકશે. ।।૨૪। પારસમણિનો સ્પર્શ થતાં જો કનક-ગુણ લહે લોઢું રે, પણ પારસમણિ બની શકે ના, એ અચરજ તો થોડું રે. શ્રીમદ્॰ અર્થ :— પારસમણિનો સ્પર્શ થતાં લોઢું, કનક એટલે સોનુ બની જાય છે. પણ લોઢુ પારસમણિ બની શકે નહીં. એ તો થોડું આશ્ચર્યકારક છે. ૨૫ાા ગુરુભક્તિ ગૌતમમાં ઉત્તમ, શિષ્યોને ઉત્તરતા રે, પોતે કેવળજ્ઞાન-રહિત પણ શિષ્યો કેવળ વરતા રે!શ્રીમદ્ અર્થ :— પણ વિશેષ આશ્ચર્યકારક વાત તો આ છે કે શ્રી ગૌતમ સ્વામીમાં ભગવાન મહાવીર પ્રત્યે એવી ઉત્તમ પ્રકારની ભક્તિ હતી કે પોતે પંદરસો તાપસોને શિષ્ય બનાવી તેમનો ઉદ્ઘાર કરતાં, પોતે કેવળજ્ઞાન રહિત હોવા છતાં પણ શિષ્યો કેવળજ્ઞાનને પામી ગયા. ।।૨૬।। પથ્થર સમ શિષ્યો અથડાતા, ગુરુ-કારીગર મળતાં રે, બોધ-ટાંકણે નિત્ય ઘડાતાં, પ્રતિમા-સ્વરૂપે ભળતાં રે. શ્રીમદ્ અર્થ :— અહીં તહીં અથડાતા એવા પત્થર સમાન શિષ્યોને પણ શ્રી ગુરુ જેવા કારીગર મળતાં, તેમને નિત્ય બોધરૂપી ટાંકણાથી ઘડીને, પૂજવા યોગ્ય પ્રતિમા સ્વરૂપ બનાવી દે છે. – “ગુરુ કારીગર સારિખા, ટાંકી વચન વિચાર; પત્થરસેં પ્રતિમા કરે, પૂજા લહે અપાર.'' આલોચનાદિ પદસંગ્રહ ||૨૭ા પૂજ્યપદે જ્યાં થઈ સ્થાપના, દેવરૂપે રહે કેવા રે! દેવ-ભાવ પ્રગટાવે સદ્ગુરુ દેવ-દેવરૂપ એવા રે. શ્રીમદ્ અર્થ શિષ્યને દેવસ્વરૂપ બનાવનાર એવા સદ્ગુરુદેવને પણ દેવસ્વરૂપને પામેલા છે. ।।૨૮।। ઉદાસીનતા સેર્વી નિરંતર ગુરુભક્તિમાં રહેવું રે, ચરિત્ર સત્પુરુષોનાં સ્મરવાં, ગુરુ ગુણે મન દેવું રે. શ્રીમદ્ પ્રતિમાસ્વરૂપ બનાવવાથી શિષ્યની પૂજ્યપદે સ્થાપના થતાં તે દેવરૂપે કેવા શોભે છે. અર્થ :— એવા સદ્ગુરુ ભગવંતની ભક્તિમાં ઉદાસીનતા એટલે વૈરાગ્યભાવ ધારણ કરીને નિરંતર રહેવા યોગ્ય છે. એવા સત્પુરુષોનાં જીવનચરિત્રોનું સ્મરણ કરવું. તથા શ્રી ગુરુના ગુણોમાં મનને પરોવવું. એમાં આત્માનું પરમ હિત રહેલું છે. “નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો; સત્પુરુષોની ભક્તિ પ્રત્યે લીન થવું; સત્પુરુષોનાં ચરિત્રોનું સ્મરણ કરવું; સત્પુરુષોનાં લક્ષણનું ચિંતન કરવું; સત્પુરુષોની મુખાકૃતિનું હૃદયથી અવલોકન કરવું; તેનાં મન, વચન, કાયાની પ્રત્યેક ચેષ્ટાનાં અદ્ભુત રહસ્યો ફરી ફરી નિધિધ્યાસન કરવાં; તેઓએ સમ્મત કરેલું
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy