SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ (૬૭) સદ્ગુરુ-સ્તુતિ ૧૬૭ અર્થ:- જે સદગુરુ ભગવંત જિતેન્દ્રિય છે. જેણે મોહને જીતી લીધો છે. જગત સુખની જેને અલ્પ પણ સ્પૃહા નથી એવા નિસ્પૃહ સદ્ગુરુ ભગવંત સદા પોતાના આત્મસ્વરૂપમાં રમનારા છે. જે વિષયકષાયની અંતરંગ ઉપાધિથી મુક્ત બની સ્વરૂપસુખમાં નિરંતર મગ્ન રહે છે એવા શ્રી સદ્ગુરુ ભગવંત ભક્તજનોને મનમાં ગમે છે. ||૧૮. સત્ય સ્વરૂપ તે મુનિપણું છે, મુનિપણું આતમજ્ઞાને રે, અપ્રમાદિ મુનિ નિર્ભય નિત્ય, પ્રમાદ ગમે અજ્ઞાને રે. શ્રીમદ્ અર્થ :- આત્માનું પ્રગટ સત્યસ્વરૂપ તે મુનિપણું છે. અને મુનિપણું છે તે આત્મજ્ઞાનને લઈને છે. “આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય.” -શ્રીમદ્ રાજચંદ્ર “આતમજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તો દ્રવ્ય લિંગી રે.” -શ્રી આનંદઘનજી “સાતમજ્ઞાન નહીં પીછાળો, ઉનવો સાધુ ફશા શ્રી નાનો.” -શ્રી ચિદાનંદ જે સદૈવ અપ્રમાદી છે તે મુનિ છે. તે સદા નિર્ભય રહે છે. અજ્ઞાનના કારણે સંસારી જીવોને પ્રમાદ પ્રિય હોય છે. ૧૯ાા સંસાર શરીર ને ભોગ ભયંકર મુનિ માને વિજ્ઞાને રે, કેમ નિરાંતે ટકે મુનિ ત્યાં, રહે ચેતતા ધ્યાને રે. શ્રીમદ્દ અર્થ - મુનિ, વિજ્ઞાન એટલે આત્માના વિશેષ જ્ઞાનના બળે જન્મ, જરા, મરણરૂપ સંસારને તથા રોગના ઘરરૂપ શરીરને તેમજ પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં આસક્તિરૂપ ભોગને ભયંકર માને છે. માટે મુનિનું મન નિરાંતે ત્યાં કેમ ટકી રહે? તે તો આત્મધ્યાન વડે કરી હમેશાં ચેતતા રહે છે. ૨૦ના નાનાં નયને વ્યોમ સમાયે તારા, રવિ, શર્દી સાથે રે, તેમ સમાયે સદ્ગુરુપદમાં દેવ, ઘર્મ, જિનનાથે રે. શ્રીમદ્દ્ર અર્થ :- જેમ નાના એવા નયન એટલે આંખમાં વિશાળ એવું વ્યોમ એટલે આકાશ, તારા, સૂર્ય અને ચંદ્રમા પણ સાથે સમાઈ જાય; તેમ સદ્ગુરુપદમાં જિનનાથ એટલે અરિહંત, સર્વ સર્વજ્ઞ અને ઘર્મ તત્ત્વ બધું સમાય છે. કારણ કે ગુરુ પણ પોતાના શુદ્ધ સહેજાત્મસ્વરૂપને પામેલા છે માટે. “સદ્ગુરુ પદમેં સમાત હૈ, અહંતાદિ પદ સર્વ; તાતેં સદ્ગુરુ ચરણÉ, ઉપાસો તડેં ગર્વ.” ૨૧ના સદ્દગુરુ સુદેવપદ દર્શાવે, શુદ્ધ ઘર્મ સમજાવે રે, સદગુરુ દ્વારા બોધિબીજ લઈ સુશિષ્ય વૃક્ષ જમાવે રે. શ્રીમદ અર્થ :- સદ્ગુરુ ભગવંત સદુદેવ તત્ત્વને સમ્યક રીતે દર્શાવે છે, તેમજ શુદ્ધ આત્મવિચાર કર્તવ્યરૂપ ઘર્મને પણ સમજાવે છે. આજ્ઞાંકિત શિષ્ય સદ્ગુરુ દ્વારા બોળિબીજ એટલે સમકિત પામીને કેવળજ્ઞાનરૂપ વૃક્ષને પોષણ આપે છે. ||રરા ઘર્મવસ્તુ અતિ ગુપ્ત રહી છે - ગ્રંથ ગ્રંથિ નહિ ભેદે રે, નિગ્રંથગુરું-અનુગ્રહથી પામે મહાભાગ્ય નિઃખેદે રે. શ્રીમદ્ અર્થ :- ઘર્મ એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે. માત્ર ગ્રંથ એટલે શાસ્ત્રો તે મિથ્યાત્વની ગ્રંથિને ભેદી આત્મધર્મ પમાડી શકે નહીં. પણ જેની મિથ્યાત્વની ગ્રંથિ ભેદાઈ ગઈ છે એવા નિગ્રંથ ગુરુની કૃપાથી કોઈ
SR No.009276
Book TitlePragnav Bodh Part 02 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages623
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size295 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy