SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ દુઃખ પામે કે તેના આગળ મરણનું દુઃખ પણ એક કોરે મૂકાઈ જાય છે. કેમકે મરણનું દુઃખ તો એકવાર ભોગવાય પણ નિર્ધનતાનું દુઃખ તો પ્રતિદિન ભોગવવું પડે છે. દશ પ્રાણથી માણસ જીવે છે. તેને ઘન પણ એક અગ્યારમા પ્રાણ સમાન છે. પર ઘન લેતાં જાણે તેના પ્રાણ જ લીધા. કારણ નિર્ધન બનીને તે બહુ દુઃખ પામે છે. ર૧ાા. ચિંતા, વ્યાકુળતા, દુર્બુદ્ધિ, રોગ, દુઃખ, વઘ આપેજી, નરકે બાળે લોહપૂતળી, પરનારી-રતિ-પાપજી. વિનય હવે સાતમું વ્યસન પરસ્ત્રીગમન છે. તે વિષે સ્પષ્ટતા કરે છે : અર્થ :- પરનારીનો સંગ કરવાથી તેને ચિંતા ઊપજે કે જાણે કોઈ મને દેખી ન લે તથા વિષયની તીવ્ર ઇચ્છાને લીધે મનમાં ઘણી વ્યાકુળતા થાય છે. પરસ્ત્રીઓ પ્રત્યે નજર રહેવાથી તેની બુદ્ધિ દુર્બદ્ધિ બની જાય છે. ભોગો તેના શરીરને ભોગવી જઈ રોગ ઉપજાવે છે. હમેશાં તેની સ્મૃતિ રહેવાથી મનમાં સદા દુઃખ રહ્યાં કરે છે. તથા પરસ્ત્રી સંગ કરતાં પકડાઈ જાય તો વઘને પણ પાત્ર બની જાય છે, અર્થાત્ લોકો તેને મારી પણ નાખે છે. આ બધા દુઃખ તો આ ભવના છે. તેમજ પરભવમાં પણ પરસ્ત્રીગમનના પાપે તેને નરકમાં ગરમાગરમ લાલચોળ લોખંડની પૂતળીને આલિંગન કરાવીને બાળે છે. “જૈસી પ્રીતિ હરામકી, તૈસી હર પર હોય; ચલ્યો જાય વૈકુઠમેં, પલ્લો ન પકડે કોય.” ૨૨ાા ધિક્ક! પરાક્રમ, શિક ગુણ, બુદ્ધિ, સત્તા, વગ,સંપત્તિજી, વૃથા જીંવન, જો સ્વપ્ન પણ છે, પર-સ્ત્રી-ઘન-આસક્તિજી. વિનય અર્થ - તારા પરાક્રમને ધિક્કાર છે, તારા ગુણને ધિક્કાર છે, તારી બુદ્ધિ, સત્તા કે વગ એટલે લાગવગ કે સંપત્તિને પણ ધિક્કાર છે તથા તારું જીવન પણ વ્યર્થ છે કે જો તને સ્વપ્ન પણ પરસ્ત્રી કે પરઘન પ્રત્યે આસકિત છે. ઘવળશેઠનું દ્રષ્ટાંત - ઘવળશેઠને શ્રીપાળ રાજાની સ્ત્રીઓ પ્રત્યે તેમજ તેના ઘન પ્રત્યે આસક્તિ હોવાથી મરીને સાતમી નરકે ગયો. શ્રીપાળ પોતાના મહેલમાં સૂતા હતા. તેને મારવા માટે કટાર લઈ ઉપર ચઢતાં પડી ગયો અને તેજ કટાર વડે મરીને તે ઘવલશેઠ નરકગતિને દુર્ગતિને પામ્યો. /૨૩મા સત વ્યસન સદ્ઘર્મ ભુલાવેઃ યુધિષ્ઠિર ઘર્માત્માજી, જુગાર શરતે દ્રૌપદી મૂકી! કેવા થયા મહાત્માજી? વિનય અર્થ :- સાતેય વ્યસન આત્મધર્મને ભુલાવે છે. યુધિષ્ઠિર જે ઘર્મરાજા નામે પ્રખ્યાત હતા, તેમણે જાગાર રમતાં શરતમાં પોતાની સ્ત્રી દ્રૌપદીને પણ મૂકી દીધી. અહો! મહાત્મા હોવા છતાં વ્યસનને આથી તેમની પણ કેવી મતિ થઈ ગઈ. ર૪. કૃષ્ણ કુળના કુલીન પુત્રો મદિરાથી મદમાતાજી, દાહ દ્વારિકાનો વિચારો; વ્યસન બઘાં દુખદાતાજી. વિનય અર્થ :– પ્રદ્યુમ્ર અને સાંબનું દ્રષ્ટાંત - ઉત્તમ કુળમાં જન્મેલા કુલીન એવા શ્રીકૃષ્ણના મોક્ષગામી સાંબ અને પ્રદ્યુમ્ર પુત્રો દારૂ પીને મદમાતા થઈ ગયા. ભગવાન નેમિનાથે જણાવેલ કે દ્વારિકાનો દાહ દ્વીપાયન દ્વારા થશે. તેથી આ બેય જણા દારૂના નશામાં કપાયન ઋષિ પાસે જઈ તેમને ખૂબ હેરાન કર્યા.
SR No.009275
Book TitlePragnav Bodh Part 01 - Pages From 401 to 590
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size96 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy