SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૬) સગુણ ૪ ૨૩ “સુખ દીઘા સુખ હોત હૈ, દુઃખ દીઘા દુઃખ હોત; આપ હણે નહીં અવરકું, તો અપને હણે ન કોય.” બૃહદ્ આલોચના /૧૬ાા જે તુજ સ્વજન હતાં પરભવમાં, તુજ મુખ જોવા ક્રૂરતાંજી, વગર ઓળખે હણે તેમને; ધિક્ક! શિકારી-ક્રૂરતાજી. વિનય અર્થ - જે પૂર્વભવમાં તારા જ સ્વજનો હતા. તારું મુખ જોવાને માટે જે ઝૂરતા હતા. તેને જ તું વગર ઓળખે હણી નાખે છે. માટે હે શિકારી! તારી એવી દુષ્ટ ક્રૂરતાને સદા ધિક્કાર છે. વૃષ્ટાંત - એક પુત્રની માતા મરીને કૂતરી થઈ. પિતાના શ્રાદ્ધના દિવસે પુત્રે ખાવા માટે ખીરની રસોઈ બનાવરાવી. તેમાં તે જ કૂતરીએ આવીને મોટું ઘાલ્યું તો માથે લાકડીઓના માર પડ્યા. એમ પૂર્વભવના પોતાના જ સ્વજનોને જીવ અજ્ઞાનવશ હણે છે. II૧ળા એક વાર હણે જે ઑવ તું, વેર ઘરી તે મરશેજી, પરભવમાં બહુ વાર મારશે; વેર વઘારી ફરશે. વિનય અર્થ - એકવાર તું જે જીવને હણે છે, તે જીવ તારા પ્રત્યે વેર ઘારણ કરીને મરશે. તેથી પરભવમાં તે તને બહુ વાર મારશે. તારા પ્રત્યે વેર રાખી તને મારવા માટે તે ફર્યા કરશે, એમ ભવોભવ તે વેરના સંસ્કારો ચાલ્યા કરશે. ૧૮ાા એક વાર ઠગનારો ર્જીવ પણ વારંવાર ઠગાશેજી, દાન સમાન સહસ્ત્રગણું ફળ ચોરીનું ય ચખાશેજી. વિનય હવે છઠ્ઠું વ્યસન ચોરી છે તે વિષે જણાવે છે : અર્થ :- એકવાર કોઈ જીવને ઠગશે તેના ફળમાં વારંવાર તે પોતે ઠગાશે. કોઈને દાન આપવાનું હજાર ગણું ફળ મળે તેમ ચોરી કરવાના ફળમાં તેને હજારગણું દુઃખ ભોગવવું પડશે. ચોરનું દ્રષ્ટાંત - એક છોકરાને ચોરીના અપરાઘમાં ફાંસીની શિક્ષા કરવામાં આવી, ત્યારે તેણે માને મળવાની ઇચ્છા દર્શાવી. મા મળવા આવી ત્યારે તેના કાન કરડી ખાઘા. તે વખતે લોકોએ પૂછ્યું કે કેમ આમ કર્યું. ત્યારે તેણે કહ્યું કે નાનપણમાં હું નાહીને ભીને શરીરે બીજાના તલના ઢગલા પાસે જઈ ત્યાં આળોટીને તલ શરીરે ચોટાડી લઈ આવતો, ત્યારે મારી આ મા રાજી થતી હતી. તેના પરિણામે હું આટલો મોટો ચોર થયો. તેનું કારણ મારી આ મા છે, માટે મેં એમ કર્યું. ૧૯ “વાવે તેવું લણે” ભણે જન, શાસ્ત્ર વળી પોકારેજી ચતુર બની ચોરી કરતાં જીવ, પર-ભવડર વિસારેજી. વિનય અર્થ - “જેવું વાવે તેવું લણે' એવી લોક કહેવત છે તથા શાસ્ત્રો પણ આ વાતને પોકાર કરીને જણાવે છે કે ચોરી કરવી તે દુઃખનું કારણ છે. છતાં ચતુર બનીને ચોરી કરતાં જીવ આ ભવ પરભવના ડરને ભૂલી જાય છે. /૨ા જે મૂડીથી બહુ જન જીવે તે જ ચોર પણ ચોરેજી, દુઃખ કેટલું ઘરે કુટુંબી? મરણદુઃખ એક કોરેજી. વિનય અર્થ – જે ઘનની મૂડી વડે ઘણા જન જીવે તેને ચોર ચોરી જાય છે. તેથી તેના કુટુંબીઓ કેટલું
SR No.009275
Book TitlePragnav Bodh Part 01 - Pages From 401 to 590
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size96 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy