SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ અર્થ - વળી ભગવંતે કહ્યું કે શરીરના સુખ દુઃખ તો પૂર્વકૃત કર્મને આધીન છે. પૂર્વકૃત કર્મરૂપ બીજ તો સહજ પુરુષાર્થે ફળે છે. જેમ વાવેલું ખેતર હોય તે માત્ર સંભાળ માગે છે પણ તેના માટે કંઈ બહુ ફિકર કરવાથી કંઈ ઝાઝું ફળ મળતું નથી, અર્થાત્ ખેતરનો પાક કંઈ વધી જતો નથી. રિપી. હાંરે તોયે કાળ જીંવનનો તેવી ફિકરમાં જાય જો, કેમ ચતુર નર કરી વિચાર ન ચેતતા રે લો? હાંરે શું સુખ પરવસ્તુઓનો સંગ્રહ દેય જો, સ્વરૃપ-વિચાર વિના નહિ જન સુખ સમજતા રે લો. હાંરે વ્હાલા અર્થ - તો પણ અજ્ઞાની જીવનો સર્વ સમય શરીરની સુખાકારી માટે, ભૌતિક સુખની સામગ્રી મેળવવાની ફિકરમાં જ વહ્યો જાય છે. હે ચતુર પુરુષો! કેમ હવે તેનો વિચાર કરીને ચેતતા નથી. પરવસ્તુઓનો સંગ્રહ હે ભવ્યો! તમારા આત્માને શું સુખ આપશે. માત્ર ઉપાધિ જ વધારશે. આત્મસ્વરૂપના વિચાર વિના લોકો સાચા સુખના સ્વરૂપને સમજી શકતા નથી. “સર્વ જગતના જીવો કંઈ ને કંઈ મેળવીને સુખ પ્રાપ્ત કરવા ઇચ્છે છે; મોટો ચક્રવર્તી રાજા તે પણ વઘતા વૈભવ, પરિગ્રહના સંકલ્પમાં પ્રયત્નવાન છે; અને મેળવવામાં સુખ માને છે; પણ અહો! જ્ઞાનીઓએ તો તેથી વિપરીત જ સુખનો માર્ગ નિર્ણત કર્યો કે કિંચિત્માત્ર પણ ગ્રહવું એ જ સુખનો નાશ છે.” (વ.પૃ.૬૨૦) Il૨કા હાંરે જો હવા, અજવાળું, પાણી ને ખોરાક જો, સર્વ જનોને શરીર ટકાવા જોઈએ રે લો; હાંરે તેમ જ સર્વ જનોનું સાચું શ્રેય જો, ઇચ્છો તો વિપરીત બુદ્ધિને ઘોઈએ રે લો. હાંરે વ્હાલા અર્થ :- સર્વ લોકોને શરીર ટકાવવા માટે તો માત્ર હવા, અજવાળું, પાણી અને ખોરાકની જરૂર છે. કેમકે એના વિના એ જીવી શકતો નથી. માટે સર્વ લોકોના સાચા શ્રેયને એટલે કલ્યાણને ઇચ્છતા હો તો સંસારમાં સુખ છે, ઇન્દ્રિયોના વિષયો ભોગવવામાં સુખ છે એવી વિપરીત બુદ્ધિને સૌથી પહેલા ઘોઈ નાખવી જોઈએ. રા. હાંરે “મારું-તારું' તો અવળી ખેંચાતાણ જો સાચું તે મારું નક્કી કર્યું, આદરો રે લો; હાંરે મતાર્થ મૂકી વિચારવો આત્માર્થ જો, સપુરુષોની સેવા, વચન ઉરે ઘરો રે લો. હાંરે વ્હાલા અર્થ :- “મારું-તારું' કરવું એ અવળી ખેંચતાણ છે. “સાચું તે મારું' એમ મનમાં પહેલાં નક્કી કરી પછી તેને આદરવું જોઈએ; અર્થાત્ તે પ્રમાણે વર્તવું જોઈએ. મારી માન્યતા છે એ જ સાચી છે એમ માનવું તે મતાર્થ છે. તેને હવે મૂકી દઈ આપણા આત્માનું હિત શામાં છે તે વિચારવું જોઈએ. પછી તેને અમલમાં મૂકવા સપુરુષોની સેવા એટલે આજ્ઞા ઉઠાવવી જોઈએ. આ વચનને સદા હૃદયમાં ઘારી રાખવું એવો ભગવંતનો આપણા માટે ઉપદેશ છે. ૨૮ હાંરે અભણ ન વાંચી શકે, નહિ તે મહા દોષ જો, દોષિત અતિ જે વાંચી વિપરીત આચરે રે લો;
SR No.009275
Book TitlePragnav Bodh Part 01 - Pages From 401 to 590
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size96 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy