SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૫) સાર્વજનિક શ્રેય ૪૧ ૫ જ હોય. અમારી આ દલીલો બધી આપે સાંભળી છે. હવે તેનો ન્યાયપૂર્વક જે નિર્ણય હોય તે અમને સંભળાવો. તે જાણીને અમે પણ તે પ્રમાણે વર્તવા પ્રયત્ન કરીએ. ૨૧| “હાંરે બહુ રીતે જીવો ચહે લોકકલ્યાણ જો, હિતકર ને કર્તવ્ય ભલા તે ભાવ હો રે લો, હાંરે ભવી સર્વે ઉરમાં ઊંડો લેજો લક્ષ જો, કરી બેસો અપકાર ન લેતાં લ્હાવ, જો રે લો. હાંરે વ્હાલા હવે ભગવાન ન્યાય કરે છે તે નીચે પ્રમાણે છે – અર્થ - જીવો ઘણી રીતે લોકોના કલ્યાણને ઇચ્છે છે. પણ તે કલ્યાણની ભાવના ખરેખર સહુને હિતકારક હોવી જોઈએ અને ભલા કર્તવ્યને કરાવનારી હોવી જોઈએ. માટે હે ભવ્યો! સૌથી પ્રથમ હૃદયમાં ઊંડો આ લક્ષ રાખજો કે જીવનું કલ્યાણ શામાં છે? અને તે કેમ પ્રાપ્ત કરી શકાય? તેનો પૂરો વિચાર કરીને પછી પગલું ભરજો. નહીં તો ઉપકાર કરવાનો લ્હાવો લેવા જતાં અપકાર કરી ન બેસીએ તેનો પૂરેપૂરો ખ્યાલ રાખજો. ૨૨ા. હાંરે જો નિજ યોગ્યતાની ખામી રહીં જાય જો, જોખમદારી જો જીવ ના સમજી શકે રે લો; હાંરે તો તે જીવ નિજ મતમાં બની ઉન્મત્ત જો, કરે જપૅર અપકાર, ભલે હિત મુખે બકે રે લો. હાંરે વ્હાલા અર્થ :- જીવોનું કલ્યાણ કરવામાં જો પોતાની યોગ્યતાની ખામી હોય તેમજ બીજા જીવોનું કલ્યાણ કરવાની જવાબદારી ઉઠાવવામાં કેટલું ભારે જોખમ રહેલું છે તે પણ તે જાણતો નહીં હોય; તો તે જીવ પોતાના માનેલા મતમાં કે પક્ષના આગ્રહમાં ઉન્મત્ત બનીને બીજા જીવોનું જરૂર અહિત કરે છે. પછી ભલે તે મુખથી બક્યા કરે કે હું તો જીવોનું કલ્યાણ કરું છું. પણ માનવા માત્રથી જીવોનું કલ્યાણ થતું નથી. પણ પોતાનું કે પરનું અકલ્યાણ થાય છે. ૨૩ હાંરે જન સર્વે મૂકી મારો તારો પક્ષ જો, નિર્મળ દ્રષ્ટિ કરવા સગુણ સેવજો રે લો; હાંરે સ્વાર્થ હશે ત્યાં સત્ય નહીં પોષાય જો, સત્ય નહીં તે હોય ન સૌનું શ્રેય જો રે લો. હાંરે વ્હાલા અર્થ - ભગવંતે ન્યાયમાં કહ્યું કે હે ભવ્યો!હવે સર્વેએ મારો તારો પક્ષ મૂકી દઈ અર્થાત્ મારું તે સારું નહીં પણ સારું તે મારું એમ કરી પોતાની દ્રષ્ટિને નિર્મળ કરવા સદા સણની ઉપાસના કરજો. જ્યાં સ્વાર્થ હશે અર્થાત હું કહું તે જ સાચું એમ જ્યાં સુધી હશે ત્યાં સુધી સત્ય વાતને પોષણ મળશે નહીં; અને જ્યાં સત્ય જ ન હોય ત્યાં સર્વ જીવનું શ્રેય એટલે કલ્યાણ થવું સંભવીત નથી. ૨૪ll હાંરે શરીર-સુખ-દુખ પૂર્વકૃત-આશીન જો, પૂર્વ-કૃત-બીજ સહજ પુરુષાર્થે ફળે રે લો, હાંરે જેમ વાવેલું ખેતર માગે સંભાળ જો, પણ બહુ ફિકર કર્યો નહિ ફળ ઝાઝું મળે રે લો. હાંરે વ્હાલા
SR No.009275
Book TitlePragnav Bodh Part 01 - Pages From 401 to 590
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size96 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy