SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૧ ૯૨ વિચાર કરતાં, તે ભોગવવા યોગ્ય જન્નાતું નથી. એમ જાળી, પોતે પણ મુનિ બનીને શ્રુતના પારગામી થયા. ॥૧૫॥ તપ બાર ભેદે આચરે, ઘ્યાને રહે અતિ મગ્ન એ, મૈત્રીપ્રમુખ સૌ ભાવનાઓ ભાવતા મુનિ સુજ્ઞ તે, દર્શનવિશુદ્ધિ આદિ સોળે હેતુ તીર્થંક૨૫દે, દૃઢ ભાવથી ભાવી ઉપાૐ જિન-બીજ જે મોક્ષ દે. ૧૬ અર્થ :— બાર પ્રકારના તપ આચરવા લાગ્યા તથા આત્મધ્યાનમાં વિશેષ મગ્ન રહેવા લાગ્યા. મૈત્રી છે પ્રમુખ જેમાં એવી મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માઘ્યસ્થ સર્વ ભાવનાઓને ભાવતાં સુજ્ઞ એવા આ મુનિએ તીર્થંકર પદ પ્રાપ્તિના કારણરૂપ દર્શન વિશુદ્ધિ આદિ સોળે ભાવનાઓને દૃઢ ભાવથી ભાવીને જિન-બીજ એટલે તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું, જે અનેક ભવ્યોને મોક્ષપદ આપનાર છે. ।।૧૬।। આરાધના ઘારી સમાધિ-મરણ કરી મુનિ પામિયા શુભ ઇંદ્રપદ અચ્યુત" સ્વર્ગે સુખની ત્યાં ખામી ના. સૌ સાહ્યબી પુણ્યે મળી તે ધર્મનું ફળ જાણીને ઉત્તમ રીતે આરાધનાની યોગ્યતા નથી, માર્નીને- ૧૭ અર્થ :– આમ આરાધનાને ઘારણ કરી સમાધિમરણ સાઘીને મુનિ બારમા અચ્યુત સ્વર્ગલોકમાં બાવીસ સાગરોપમના આયુષ્યવાળું ઇન્દ્રપદ પામ્યા. ત્યાં સુખની કંઈ ખામી નથી. ત્યાં ત્રણ હાથ ઊંચુ શરીર છે. બાવીસ પખવાડિયામાં એકવાર શ્વાસ લેતા હતા. બાવીસ હજાર વર્ષમાં એકવાર માનસિક અમૃતનો આહાર લેતા હતા અને બીજા શ્રેષ્ઠ પ્રકારના ભોગોથી સદા તૃપ્ત રહેતા હતા. આ સર્વ સાહ્યબી પુણ્યથી મળી છે અને તેનું કારણ પણ આ ધર્મ છે, એમ જાણતા હતા. પણ ત્યાં દેવલોકમાં ઉત્તમ રીતે સંયમઘર્મ આરાધવાની ગતિ આશ્રિત યોગ્યતા નથી. દેવો કે ઇન્દ્રો દેવલોકમાં સર્વ સંગ પરિત્યાગ કરી શકતા નથી. એમ માનીને આરાધનાનો બીજો ઉપાય આચરતા હતા. ૧૭ના યાત્રા, પૂજા, ભક્તિ, શ્રવણ, ચર્ચાદિમાં ભવ ગાળતા; પ્રારબ્ધ પૂર્વિક ભોગવે, સમ્યક્ત્વથી મન વાળતા. આ ભરતમાં વિદેહ સમ વિદેહ દેશે નગર આ કુંડલપુરી નામે વિરાજે બીજું અયોઘ્યા સમું મહા. ૧૮ અર્થ :– તીર્થ સ્થાનોની યાત્રા કરવી, પૂજા, ભક્તિ, ભગવાનના ઉપદેશનું શ્રવણ તથા ધર્મચર્ચાઓ આદિથી દેવલોકમાં સમય નિર્ગમન કરવા લાગ્યા. ત્યાં પૂર્વનું બાંધેલ પ્રારબ્ધ કર્મ ભોગવતા છતાં સમ્યક્ દર્શનના બળે મનને તે ભણીથી પાછું વાળવા લાગ્યા. હવે આ ભરતક્ષેત્રમાં વિદેહ સમાન વિદેહ નામના દેશમાં કુંડલપુરી નામનું સુંદર નગર છે. તે જાણે બીજી અયોધ્યા નગરી ન હોય એવું જણાતું હતું. ।।૧૮। ત્યાં શોભતાં શાં મંદિરો! શું ધ્વજા-કરથી તેડતાં? શું સ્વર્ગવાસી ઇન્દ્ર-મનમાં મુક્તિસુખ–રસ રેડતાં! સિદ્ધાર્થ રાજા, ત્રિશલા પટરાણી : દેવી દેવ બે; સૌધર્મ ઇન્દ્ર છ માસ વ્હેલાં ભક્તિથી આદેશ દે— ૧૯
SR No.009273
Book TitlePragnav Bodh Part 01 - Pages From 001 to 200
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size97 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy