SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ “બ્રહ્મચારીજી'ના નામે જ સર્વત્ર ઓળખાવા લાગ્યા. નિશદિન નૈનમેં નીંદ ન આવે, નર તબ હી નારાયણ પાવે પૂ.શ્રી બ્રહ્મચારીજી રોજ રાત્રે ભક્તિ પછી અગિયાર વાગ્યા સુધી પ.પૂ.પ્રભુશ્રીજી પાસે વાંચન કરતા; બાર-બે વાગ્યા સુધી ડાયરીઓ, ઉતારા, પુસ્તકોનું સંકલન, ભાષાંતરો તેમજ મુમુક્ષુઓના પત્રોના જવાબો લખતા અને સવારમાં વહેલા ત્રણ વાગે પ.પૂ. પ્રભુશ્રીજી પાસે ગોમ્મસાર આદિ શાસ્ત્રોનું વાંચન કરતા. ત્યાર પછી ભક્તિ અને પ.પૂ. પ્રભુશ્રીજીની સેવામાં આખો દિવસ સતત હાજર રહેતા. કોઈ જિજ્ઞાસુ મુમુક્ષુ પ.પૂ.પ્રભુશ્રીજી પાસે મંત્ર લેવા આવે ત્યારે પૂ. શ્રી બ્રહ્મચારીજીને મંત્ર આપવાની તેઓશ્રી આજ્ઞા કરતા. આમ પ્રબળ પુરુષાર્થ પૂજ્યશ્રીએ આદર્યો હતો. ઊંઘ નજીવી જ લેતા. નૈષ્ઠિક બ્રહ્મચર્યના પ્રતાપે અત્યંત શ્રમ કરતા છતાં પણ હંમેશા આનંદમાં જ રહેતા. “નિશદિન નૈનમેં નીંદ ન આવે, નર તબ હી નારાયણ પાવે.’ એ મુદ્રાલેખને જ જાણે ચરિતાર્થ કરતા હોય એમ જણાતું હતું. ગુરુગનની પ્રાપ્તિ સંવત્ ૧૯૮રમાં પ.પૂ. પ્રભુશ્રીજીએ પરમકૃપા કરી ‘સમાધિશતક' મનન અર્થે તેમને આપ્યું. તેનો છ છ વર્ષ સ્વાધ્યાય કરી એવું તો પચાવ્યું કે તેના ફળમાં પ.પૂ. પ્રભુશ્રીજીએ સંવત્ ૧૯૮૮ના જેઠ સુદ નવમીના દિવસે પૂ.શ્રી બ્રહ્મચારીજીને, યોગ્યતા વિના ભલભલાનેય ન મળે તેવી અપૂર્વ વસ્તુ “ગુરુગમ” આપી. પ્રસંગોપાત્ત પ.પૂ.પ્રભુશ્રીજીએ જણાવ્યું કે એને સમ્યગ્દર્શન છે એ જ એને છાપ છે. છાપની જરૂર નથી. ઘર્મની સોંપણી ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ, પોતાનું કાર્ય પૂરું કરી જીવનલીલાને સંકેલી લેવા માગતા હોય તેમ સં. ૧૯૯૨ના ચૈત્ર સુદ પાંચમના પવિત્રદિને માર્ગની સોંપણી કરી. તેમાં “મુખ્ય બ્રહ્મચારી સોંપણી” એમ જણાવ્યું. તેમજ પૂજ્ય શ્રી બ્રહ્મચારીજીને ખાનગીમાં પણ આ સોંપણી સંબંધી જણાવ્યું. “મંત્ર આપવો, વીસ દોહરા, યમનિયમ, ક્ષમાપનાનો પાઠ, સાત વ્યસન, સાત અભક્ષ્ય જણાવવાં. તને ઘર્મ સોંપું છું.” -(શ્રી બ્રહ્મચારીજીની નોંધપોથી) ઘર્મ એટલે શું? “ઘર્મ એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે. તે બાહ્ય સંશોઘનથી મળવાની નથી. અપૂર્વ અંતર સંશોઘનથી તે પ્રાપ્ત થાય છે. તે અંતર સંશોધન કોઈક મહાભાગ્ય સગુરુ અનુગ્રહે પામે છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (પત્રાંક ૪૭) એવો “ધર્મજ ગુપ્ત છે તે આ દુષમકાળમાં મહાપ્રભાવશાળી એવા પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીને, પરમઇષ્ટદેવ પરમાત્મસ્વરૂપ પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ દ્વારા મળ્યો. તે જ “ગુ ઘર્મ” ૫.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીએ પોતાના સંપૂર્ણ જ્ઞાતિ શિષ્ય પૂ.શ્રી બ્રહ્મચારીજીને તેમની સત્પાત્રતા અને અધિકારીપણું જોઈને અનંત કૃપા કરી આપ્યો. તેઓશ્રીની સત્પાત્રતાના સંબંધમાં એક વાર સંવત ૧૯૭૯ના ચૈત્ર મહિનામાં રાત્રે ૧૦ વાગ્યે ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજી પૂર્ણ ઉલ્લાસમાં આવી ૫૦-૬૦ મુમુક્ષુઓ તેમજ શ્રી માણેકજી શેઠ સમક્ષ બોઘમાં બોલ્યા કે “પરમકૃપાળુદેવના માર્ગનું મંડાણ થઈ ચૂક્યું છે. અમે અમારી પાછળ એક બ્રહ્મચારી મૂકી જઈશું. જે પરમકૃપાળુદેવના માર્ગનો પરમ ઉદ્યોત કરશે, પરમ પ્રભાવના કરશે.” બીજા પ્રસંગે પણ શ્રી માણેકજી શેઠ, શ્રી જીજી કાકા અને શ્રી કલ્યાણજી કાકા વગેરે મુમુક્ષુઓએ (૮)
SR No.009272
Book TitlePragnav Bodh Part 01 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages590
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size286 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy