SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ દીક્ષા આપી અને પોતાની સેવામાં રહેતા શ્રી મોતીભાઈ ભગતજીને ઉલ્લાસમાં આવી કહ્યું કે “આવું સ્મરણ મંત્ર હજી સુધી અમે કોઈનેય આપ્યું નથી.” “પવિત્ર પુરુષોની કૃપાદ્રષ્ટિ એ જ સમ્યક્દર્શન છે” -શ્રીમદ્ રાજચંદ્ર. જીવનનો નિશ્ચય પ.પૂ.પ્રભુશ્રીજીએ તેઓને તત્ત્વજ્ઞાનમાં મંત્ર ઉપરાંત કેટલાક છૂટક વચનો લખી આપેલ. તેમાં “સ્વચ્છેદ ટાળી અપ્રમત્ત થા, જાગૃત થા. પ્રમાદથી મુક્ત થઈ સ્વરૂપને ભજ' ઇત્યાદિ વચનોએ તેમને ખૂબ જાગૃત કર્યા. તેથી તેમણે મનમાં નિશ્ચય કર્યો કે હવે મારે સ્વચ્છેદ તજી, પ્રમાદ છોડી, પ.પૂ.પ્રભુશ્રીજીની સેવામાં જોડાઈ જવું. આજ્ઞા એ જ ઘર્મ, આજ્ઞા એ જ તપ” એક વાર પ.પૂ. પ્રભુશ્રીજી અમદાવાદ હતા. તેઓશ્રીના વિરહથી રહ્યું ન ગયું. તેથી પૂ.શ્રી બ્રહ્મચારીજી ભાડાના પૈસાની પૂરી ગણતરી કર્યા વિના જ સીધા અમદાવાદ ગયા. ત્યાં પ.પૂ. પ્રભુશ્રીજીના દર્શન કરી ઊભા રહ્યાં. પ.પૂ.પ્રભુશ્રીજીએ તેમને પ્રસાદ અપાવ્યો. તે આરોગી પાછા તેઓશ્રીની પાસે આવ્યા, ત્યારે ૫.પૂ.પ્રભુશ્રીજીએ કહ્યું “પ્રભુ! પધારો.” પૂજ્યશ્રી તેમના દર્શન કરી ‘આજ્ઞા ગુણમ્ વવારીયાની જેમ આજ્ઞા શિરોધાર્ય કરી વિના વિલંબે ત્યાંથી સીઘા રવાના થઈ આખી રાત ચાલીને સવારે આણંદ ઘેર પાછા આવી પહોંચ્યા. તેઓને મન “આજ્ઞા એ જ ઘર્મ અને આજ્ઞા એ જ તપ’ હતું, એ વાતની કસોટી થઈ. આમ કોઈ કોઈ કંઈ કામ કાઢી જશે” તેઓશ્રીના લગ્ન માત્ર તેર વર્ષની નાની વયે જ થઈ ગયેલા. તેમના ઘર્મપત્ની પોતાના પુત્ર જશભાઈને માત્ર અઢી વર્ષના જ મૂકી સ્વર્ગસ્થ થયા. તેથી ચિરંજીવી જશભાઈની સંભાળ રાખવાનું તેમજ તેનામાં સુસંસ્કાર પડે તે માટે તે કામ પોતાની ફરજ સમજીને જાતે જ કરતા અને પોતાના સસરા સાથે આણંદમાં જ રહેતા. તેઓશ્રીને સ્વજનો તરફથી ફરી પરણાવવાની તૈયારી થયેલી. પણ પ્રભુશ્રીજીની સેવામાં તે પ્રતિબંઘરૂપ લાગવાથી ન પરણવાનો વિચાર તેમણે મક્કમ રાખ્યો હતો. તે સમયે ત્યાગ વૈરાગ્યની વૃત્તિ પણ પ્રબળ હતી અને ફરજનું ભાન પણ તીવ્ર હતું. તેથી દર અઠવાડિયે આશ્રમમાં આવવાને બદલે હવે પાસ લઈ દરરોજ રાત્રે આશ્રમમાં પ.પૂ. પ્રભુશ્રીજી પાસે આવી સવારે આણંદ જવાનું રાખ્યું. એક વાર પ.પૂ.પ્રભુશ્રીજીએ જણાવ્યું “આ ગિરધરભાઈ રોજ પાસ લઈ આણંદથી આવે છે. વાંચન કરે છે, તેમાંય પહેલાના કરતાં કેટલો ફેર! બધું મૂકી દીધું. એમ આ પ્રમાણે કોઈ કોઈ કંઈ કામ કાઢી જશે.” બ્રહ્મચર્ય દીક્ષા પૂ. શ્રી બ્રહ્મચારીજીને પ.પૂ.પ્રભુશ્રીજીની સેવામાં રહેવાની તીવ્ર ઉત્કટ ભાવના જાગી. તે અર્થે પોતાના મોટા ભાઈ શ્રી નરશીભાઈને સવિસ્તર પત્ર લખી પોતાના પુત્ર ચિ.જશભાઈને તેમના હાથમાં સોંપી, પ.પૂ.પ્રભુશ્રીજીની આજ્ઞા મેળવી, સંવત્ ૧૯૮૧માં સર્વસંગપરિત્યાગ કરી તેઓશ્રીની સેવામાં સર્વાપર્ણપણે જોડાઈ ગયા. તેમની સત્પાત્રતા જોઈ પ.પૂ.પ્રભુશ્રીજીએ તેમને “બ્રહ્મચર્ય દીક્ષા અંગીકાર કરાવી. તે વખતે આશ્રમમાં બીજા બ્રહ્મચારી ભાઈઓ હોવા છતાં પ.પૂ.પ્રભુશ્રીજી તેમને જ “બ્રહ્મચારી’ એવા નામથી બોલાવતા. તેથી અનુક્રમે તે યથોચિત સંબોઘન વિશિષ્ટતાને પામ્યું, અને તેઓશ્રી
SR No.009272
Book TitlePragnav Bodh Part 01 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages590
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size286 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy