SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ मुक्तिवादः आगमेनानुमानेन ध्यानाभ्यासरसेन च । त्रिधा प्रकल्पयन् प्रज्ञां लभते योगमुत्तमम् ॥ ध्यानाभ्यासरसः पौनःपुन्येन स्मरणेच्छा । त्रिधा प्रज्ञां-श्रवणमनननिदिध्यासनरूपत्रिविधज्ञानम् । प्रकल्पयन स्वादयन् । उत्तमं योगमात्मतत्त्वसाक्षात्काररूपं लभते इत्यर्थः । श्रुतिबोधितेऽपि शरीरादिभिन्ने आत्मनि यथाश्रुतश्रुत्यन्तरार्थविरोधेन પ્રશ્ન –સંસાર દશામાં શ્રવણ વગેરે હોવા છતાં હમણાં જ આત્મતત્ત્વનો સાક્ષાત્કાર કેમ થતો નથી? જવાબ:–આત્મતત્ત્વનો સાક્ષાત્કાર લાંબા કાળ સુધીની ધ્યાન પરંપરાથી સાધ્ય છે. તેથી જ કહ્યું છે– “આગમથી, અનુમાનથી, અને ધ્યાનાભ્યાસના રસથી આ ત્રણ પ્રકારે પ્રજ્ઞા સંપાદન કરતો ઉત્તમ યોગને પામે છે.' ધ્યાનાભ્યાસનો રસ એટલે વારંવાર સ્મરણની ઇચ્છા. ત્રણ પ્રકારની પ્રજ્ઞા એટલે શ્રવણ, મનન, નિદિધ્યાસન રૂપ ત્રણ પ્રકારનું જ્ઞાન, પ્રશલ્પયન એટલે સંપાદન કરતો. ઉત્તમ યોગ એટલે આત્મતત્ત્વ સાક્ષાત્કાર રૂપ પામે છે, એ અર્થ છે. જવાબ :-આત્મસાક્ષાત્કાર સહજ સાધ્ય નથી. લાંબા કાળ સુધી ધ્યાનસાધના કર્યા પછી જે નિદિધ્યાસન જન્મે છે તેના દ્વારા આત્મતત્ત્વ સાક્ષાત્કાર થાય છે. આવું નિદિધ્યાસન સંસાર અવસ્થામાં સહજ સાધ્ય નથી માટે સંસારમાં આત્મતત્ત્વસાક્ષાત્કાર થતો નથી. આ વિષયમાં મહર્ષિ વ્યાસે પાતંજલ યોગસૂત્રના ભાષ્યમાં કહ્યું છે કે–આત્મસાક્ષાત્કારના ત્રણ ઉપાય છે. આગમ એટલે શ્રવણ, અનુમાન એટલે મનન અને ધ્યાન એટલે નિદિધ્યાસન આ ત્રણ દ્વારા આત્મસાક્ષાત્કાર થાય છે. ધ્યાનના અભ્યાસનો રસ એટલે વારંવાર તેના સ્મરણની ઇચ્છા થવી. પ્રશ્ન :-શ્રવણ, મનન, અને નિદિધ્યાસન આત્મતત્ત્વસાક્ષાત્કારનું કારણ છે એમ કહ્યું. તેમાં શ્રવણની ઉપયોગિતા અને નિદિધ્યાસનની ઉપયોગિતા સમજાય છે. શ્રવણ પછી મનનની ઉપયોગિતા શું છે ? મનન દ્વારા શરીરાદિથી આત્માના ભેદનું જ્ઞાન સાધ્ય છે તે શ્રુતિથી જ થઈ શકે છે. તેથી શ્રવણ પછી મનન વિના જ નિદિધ્યાસન દ્વારા આત્મસાક્ષાત્કાર ન થઈ શકે ? જવાબ :–મનનની ઉપયોગિતા આ પ્રમાણે છે. શ્રુતિ દ્વારા આત્મા શરીરાદિથી ભિન્ન છે તેવું જ્ઞાન શક્ય છે. “પ્રત્યાઘૂતોડવભુરાણોમના એક વૈતન્ચ વિન્માત્ર સ’ આ શ્રુતિ આત્માને શરીરાદિથી | ભિન્ન જણાવે છે. કેટલીક કૃતિઓનો દેખીતો અર્થ આનાથી વિરોધી જણાતો હોય તેવું પણ બની શકે છે. દા.ત. “સ વી કુષ પુરુષોડનરસમય' આ શ્રુતિનો યથાશ્રુત અર્થ આત્માને શરીરાદિ રૂપ જણાવે છે. આમ શરીરાત્માનો ભેદ દર્શાવનારી શ્રુતિમાં શંકા ઉત્પન્ન થઈ શકે છે. “આ શ્રુતિ ભેદપરક છે કે તેનો અન્ય અર્થ છે?' આ શંકાને કારણે “આત્મા શરીરથી ભિન્ન છે આવું શાબ્દબોધાત્મક જ્ઞાન ભ્રમ છે કે પ્રમા ?” આવી શંકા ઉત્પન્ન થાય. આ શંકાથી અપ્રામાણ્યશંકા રૂપ અશ્રદ્ધા જન્મ. અશ્રદ્ધાને કારણે નિદિધ્યાસન ન થાય. નિદિધ્યાસન માટે આ શંકાનું નિવર્તન કરવું આવશ્યક છે. તે માટે શ્રવણ પછી મનન અનિવાર્યપણે
SR No.009262
Book TitleMuktivad
Original Sutra AuthorN/A
AuthorGadadhar Bhattacharya, Gangesh Upadhyay, Yashovijay
PublisherShrutbhuvan Sansodhan Kendra
Publication Year2015
Total Pages285
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy