SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ६० मुक्तिवादः (३४) अत एव संसारदशायामपि शास्त्राधीन श्रवणपदवाच्यशाब्दबोधरूपात्मज्ञानस्य, मननपदवाच्यायाः शास्त्रादिबोधितवैधर्म्यलिङ्गकात्मपक्षकेतरभेदानुमितेः, श्रवणादिमूलकसंस्काराधीनतत्समानविषयक ध्यानोपहितेच्छाया निदिध्यासनपदवाच्यायाः सत्त्वेऽपि न मोक्षोत्पत्तिः । न च श्रवणादिसत्त्वे आत्मतत्त्वसाक्षात्कार एव कथमिदानीं नोत्पद्यत इति वाच्यम् । तस्य चिरकालीनध्यानपरम्परासाध्यत्वात् । तदुक्तम् (૩૪) શબ્દાર્થ :–આથી જ સંસારદશામાં પણ શાસ્ત્રને આધીન શ્રવણપદવાચ્ય શાબ્દબોધ રૂપ આત્મજ્ઞાન થવા છતાં મોક્ષની ઉત્પત્તિ થતી નથી, મનન પદથી વાચ્ય શાસ્ત્ર વગેરેથી બોધિત વૈધર્મ્યુહેતુક-ઈતરભેદસાધ્યક-આત્મપક્ષક અનુમિતિ થવા છતાં મોક્ષની ઉત્પત્તિ થતી નથી. શ્રવણ વગેરેથી જન્મેલા સંસ્કારોને આધીન તે સંસ્કારોના સમાનવિષયવાળી ધ્યાનથી જન્મતી ઇચ્છા–જે નિદિધ્યાસન પદથી વાચ્ય છે—થવા છતાં મોક્ષની ઉત્પત્તિ થતી નથી. વિશેષથી અજન્ય હોય તેવી તદ્દત્તા બુદ્ધિની પ્રત્યે જ તદભાવવત્તાની બુદ્ધિ પ્રતિબંધિકા છે. શાબ્દબોધાદિરૂપ બુદ્ધિ દોષવિશેષજન્ય જ્ઞાનની પ્રતિબંધક કે નાશક બની શકે નહીં. આમ, ‘આત્મા શરીરથી ભિન્ન છે’ એવો સાક્ષાત્કાર જ મોક્ષનું કારણ છે. સાક્ષાત્કારથી મિથ્યાજ્ઞાનનો અને તેને કારણે જન્મેલી ‘ગૌરોડદ’ ઇત્યાદિ વાસનાનો નાશ થાય છે. આત્મસાક્ષાત્કાર નિદિધ્યાસનથી જન્મે છે. નિદિધ્યાસન, શ્રવણ અને મનનથી જન્મતો અલૌકિક યોગજ ધર્મ છે. એકાદ વારના નિદિધ્યાસનથી સાક્ષાત્કાર થતો નથી. લાંબા કાળ સુધી, વિક્ષેપ પાડ્યા વિના, આદર પૂર્વક સેવેલા નિદિધ્યાસનથી સાક્ષાત્કાર થાય છે. તેનો વિધિ શ્રુતિ અને સ્મૃતિમાં જણાવ્યો છે. શ્રવણ, મનન અને નિદિધ્યાસન સાક્ષાત્કાર દ્વારા મોક્ષમાં ઉપયોગી છે. આ ત્રણના સઘન અભ્યાસ વિના આત્મસાક્ષાત્કાર થવો અશક્ય છે. (૩૪) વિવરણ :—આત્માનો સાક્ષાત્કાર મોક્ષનું સાક્ષાત્કારણ છે. શ્રવણ, મનન અને નિદિધ્યાસન આત્મસાક્ષાત્કારમાં મદદરૂપ થાય છે. જ્યાં સુધી શ્રવણાદિ દ્વારા આત્મસાક્ષાત્કાર ન થાય ત્યાં સુધી મોક્ષ ન થાય. સંસાર દશામાં શ્રવણાદિ સંભવી શકે છે પણ મોક્ષ થતો નથી માટે શ્રવણાદિને મોક્ષના સાક્ષાત્ હેતુ મનાતા નથી. આત્માનું શ્રવણ આત્માનું જ્ઞાન જ છે, આત્માનું મનન પણ આત્માનું જ્ઞાન છે. આત્માનું નિદિધ્યાસન પણ આત્માનું જ્ઞાન જ છે છતાં તે આત્મસાક્ષાત્કાર રૂપ નથી માટે તેનાથી મોક્ષ થતો નથી. શ્રવણ એટલે આત્માનું શાસ્ત્રને આધીન શાબ્દબોધાત્મક જ્ઞાન. મનન એટલે આત્મા શરીરાદિથી ભિન્ન છે તેવી અનુમિતિ આત્મા શરીરવિભિન્નઃ શરીરવિધર્થાત્ (અનાવિત્વાત્) આ અનુમિતિનો આકાર છે. અહીં આત્મામાં શરીર વગેરેનું વૈધર્મ શાસ્ત્રથી પ્રતીત થાય છે. શ્રવણ, મનન વગેરેથી જે આત્મસાક્ષાત્કારના સંસ્કાર પડે છે તેનાથી તત્સમાનવિષયક ઇચ્છા જન્મે છે. આ ઇચ્છા ધ્યાનપૂર્વકની હોય છે. આવી ઇચ્છા નિદિધ્યાસન કહેવાય છે. પ્રશ્ન :–શ્રવણ, મનન અને નિદિધ્યાસન આત્મતત્ત્વસાક્ષાત્કારના કારણ છે. શ્રવણાદિ ત્રણ તો સંસાર અવસ્થામાં હોય છે. તો સંસારમાં આત્મતત્ત્વનો સાક્ષાત્કાર કેમ થતો નથી ?
SR No.009262
Book TitleMuktivad
Original Sutra AuthorN/A
AuthorGadadhar Bhattacharya, Gangesh Upadhyay, Yashovijay
PublisherShrutbhuvan Sansodhan Kendra
Publication Year2015
Total Pages285
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy